ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આમલક, આમલશિલા

આમલક, આમલશિલા : ભારતીય મંદિરના શિખર કે સ્તંભની ઉપર મૂકવામાં આવતો ગોળાકાર પથ્થર. આમલક (આમળા) ફળના આકાર સાથેના સામ્યને કારણે તેને આમલક કહે છે. શિખરની ઉપર શીર્ષ કે કળશ તરીકે તેની સ્થાપના થાય છે. તે સામાન્ય રીતે ધ્વજસ્તંભના આધારરૂપ હોય છે. આમલકની અગત્ય દર્શન અને બાંધકામની દૃષ્ટિએ ઘણી હતી. જુદી…

વધુ વાંચો >

આમલકી રસાયન

આમલકી રસાયન : આયુર્વેદિક ઔષધ. સૂકાં આંબળાંના ચૂર્ણને ખરલમાં નાખી લીલાં આંબળાંના સ્વરસની 21 ભાવના આપીને સૂકવી ચાળીને બાટલીમાં ભરી લેવામાં આવે છે. આ આમલકી રસાયન 3થી 5 ગ્રામની માત્રામાં પાણી અગર મધ સાથે લેવાથી ક્ષય, રક્તપિત્ત, પ્રમેહ, દાહ વગેરે રોગોમાં ફાયદો થાય છે. તે સાજા માણસને માટે રસાયન છે.…

વધુ વાંચો >

આમલી

આમલી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનીઑઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tamarindusindica Linn. (સં. ચિંચા; હિં. ઈમલી, અંબલી; બં. આમરૂલ, તેંતુલ; મ. ચિંચ; ગુ. આમલી; તે. ચિંતાચેટુ; ત. પુલિયામારં, પુલિ; મલ. આમલં, ચિંચા; અં. ટૅમેરિંડ ટ્રી) છે. કાકચિયા, ચીલાર, શંખેશ્વર, ગુલમહોર, રામબાવળ, ગરમાળો, કાસુંદરો, કુંવાડિયો, અશોક અને…

વધુ વાંચો >

આમલી-પીપળી

આમલી-પીપળી : ભારતની પ્રાચીન લોકરમત. તેનું પગેરું મહાભારતના કાળ સુધી મળી આવે છે. દરેક પક્ષમાં 5થી 9 રમનાર હોય તેવા બે પક્ષો વડે ઘટાદાર વૃક્ષ પર આ રમત રમાય છે. વૃક્ષની ડાળીઓના ઘેરાવાથી 20 ફૂટ દૂર જમીન પર કૂંડાળું દોરેલું હોય છે, જેની બંને બાજુ બંને પક્ષના ખેલાડીઓ સામસામે ઊભા…

વધુ વાંચો >

આમવાત (આયુર્વેદ)

આમવાત (આયુર્વેદ) : એક પ્રકારનો સંધિરોગ (joint disease). આયુર્વેદ અનુસાર સંધિરોગોમાં સૌથી વધુ પ્રમાણ આમવાતનું હોય છે. આધુનિક તબીબી વિજ્ઞાન તેને રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ કહે છે; પણ આયુર્વેદના નિષ્ણાતો રૂમેટૉઇડ જ્વરનો પણ તેમાં સમાવેશ કરે છે. ‘આમ’ સાથે વાતદોષનો પ્રકોપ થતાં ‘આમવાત’ થાય છે. આમ એટલે આહારનો અપક્વ રસ. આમની ઉત્પત્તિ…

વધુ વાંચો >

આમસભા

આમસભા (House of Commons) : બ્રિટિશ સંસદનાં બે ગૃહોમાંનું નીચલું ગૃહ. 13મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે પહેલી જ વાર શહેરો અને કાઉન્ટીઓને નાણાકીય બાબતો અંગે પોતાના પ્રતિનિધિઓ મોકલવાની સત્તા અપાઈ ત્યારે આમસભાની શરૂઆત થઈ હતી. 16મી સદીમાં આમસભા અને ઉપલા ગૃહની ઉમરાવસભા(House of Lords)ને સત્તાવાર રીતે જુદી પાડવામાં આવી. 1801થી 1885…

વધુ વાંચો >

આમળાં

આમળાં : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Emblicaofficinalis Gaertn. syn. Phyllanthus emblica Linn. (સં. આદિફલ, ધાત્રી, આમલકા; હિં. આમલા, આમરા; બં. આમલકા; મ. આંવળે; ક. નલ્લામારા; તે. ઉસરકાય; ત. નલ્લામાર; મલ. આમલકં નેલ્લી; અં. એમ્બલિક મિરોબેલન) છે. આમળાં કુળનાં સહસભ્યોમાં વિવિધ પ્રકારના થોર, એકલકંટો, ભોમ,…

વધુ વાંચો >

આમાન

આમાન (અમાન) : જૉર્ડનનું પાટનગર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 320 ૦૦´ ઉ. અ. અને 360 ૦૦´ પૂ. રે.. તે મૃત સમુદ્રથી ઈશાનમાં 40 કિમી.ને અંતરે જૉર્ડનના ઉત્તર ભાગમાં, જબલ અજલૂન પર્વતોની પૂર્વ સરહદે વસેલું છે. આ શહેરની મોટા ભાગની ઇમારતો ટેકરીઓ પર આવેલી છે. શહેરના મુખ્ય માર્ગ…

વધુ વાંચો >

આમાપન

આમાપન (Assay) (આયુર્વિજ્ઞાન) : મિશ્રણમાંના કોઈ એક દ્રવ્યનું પ્રમાણ નક્કી કરવું તે. આ દ્રવ્ય ઔષધ, અંત:સ્રાવ (hormone), ધાતુતત્વ, પ્રોટીન, ઉત્સેચક (enzyme) કે વિષ હોઈ શકે. આમાપન બે પ્રકારનાં હોય છે : (1) મિશ્રણમાંનાં દ્રવ્યોનું વિશ્લેષણ (analysis) કરી કોઈ ચોક્કસ દ્રવ્યનું પ્રમાણ જાણવું. (2) જ્ઞાત દ્રવ્ય સાથે સરખામણી કરીને બીજા દ્રવ્યની…

વધુ વાંચો >

આમાપન (રસાયણશાસ્ત્ર)

આમાપન (assay) (રસાયણશાસ્ત્ર) : ધાતુઓ (ખાસ કરીને કીમતી ધાતુઓ) અથવા ખનિજોના નમૂનાનું તેમાં રહેલ સંઘટકોનું પ્રમાણ તથા (નમૂનાની) ગુણવત્તા નક્કી કરવા માટેની કસોટી. સોનું, ચાંદી, જેવી ધાતુઓ ધરાવતા નમૂનાઓ(દા.ત., ઘરેણાં, લગડી, સિક્કાઓ)નું અગ્નિ-આમાપન (fire assay) પદ્ધતિ દ્વારા પૃથક્કરણ કરવામાં આવે છે. તેના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે છે : (i) પ્રતિચયન…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >