૨૫.૦૪
હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)થી હર્સ્ટ, ડૅમિયન
હર્મિકા
હર્મિકા : જુઓ સ્તૂપ.
વધુ વાંચો >હર્મિતાજ મ્યુઝિયમ (Hermitage Museum)
હર્મિતાજ મ્યુઝિયમ (Hermitage Museum) : 1764માં રશિયામાં સેંટ પીટર્સબર્ગ ખાતે સ્થપાયેલું પશ્ચિમ યુરોપનાં ચિત્રો અને શિલ્પો ધરાવતું ઉત્તમ મ્યુઝિયમ. પશ્ચિમ યુરોપિયન કલા અંગેના સૌથી મહત્ત્વના મ્યુઝિયમમાં તેની ગણના થાય છે. રશિયાના ઝાર પીટર પહેલાએ આ મ્યુઝિયમ માટે 1716માં હૉલેન્ડ અને બેલ્જિયમમાંથી 121 ચિત્રો ખરીદીને આ મ્યુઝિયમની શરૂઆત કરી અને થોડા…
વધુ વાંચો >હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો)
હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો) : વીસમી સદીની શરૂઆતમાં ઇટાલીમાં શરૂ થયેલી કવિતા સંબંધી સુધારાવાદી ચળવળ, જેનાં મુખ્ય લક્ષણો હતાં – અરૂઢ માળખું, વિસંગત નિષ્પત્તિ અને ચુસ્ત વસ્તુલક્ષી ભાષા. ઇટાલીની બહાર પણ કવિઓના ઘણા મોટા વર્તુળમાં હર્મેટિસિઝમનો પ્રભાવ પડ્યો હતો, આમ છતાં આ વાદ આમ લોકો માટે તો દુર્ગ્રાહ્ય બની રહેલો.…
વધુ વાંચો >હર્યક વંશ
હર્યક વંશ : જુઓ અજાતશત્રુ, બિંબિસાર.
વધુ વાંચો >હર્વિઝ લીઓનાર્દો
હર્વિઝ, લીઓનાર્દો (જ. 21 ઑગસ્ટ 1917, મૉસ્કો, રશિયા) : અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સન્માનનીય (Emeritus) પ્રોફેસર તથા વર્ષ 2007ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ અત્યાર સુધીના (2007) વિજેતાઓમાં સૌથી મોટી ઉંમરના પીઢ અર્થશાસ્ત્રી છે. રશિયામાં ઑક્ટોબર (1917) ક્રાંતિ થઈ તે પૂર્વે લગભગ બે જ માસ અગાઉ…
વધુ વાંચો >હર્ષ અશોક
હર્ષ, અશોક (જ. 23 સપ્ટેમ્બર 1915, મુન્દ્રા, જિ. કચ્છ; અ. 13 ડિસેમ્બર 2003, અમદાવાદ) : પત્રકાર, સંપાદક, ચરિત્રકાર, વાર્તાકાર અને અનુવાદક. પિતાનું નામ રતનશી અને માતાનું નામ લક્ષ્મીબહેન. પદ્ધતિસરની કેળવણીનો લાભ એમને બહુ ઓછો મળ્યો હતો. જે થોડું શિક્ષણ પામ્યા તે વતન મુન્દ્રામાં જ. રાષ્ટ્રીય ચળવળમાં તેઓ સક્રિય રહેલા. અભ્યાસ…
વધુ વાંચો >હર્ષકો એવરામ (Harshko Avram)
હર્ષકો એવરામ (જ. 31 ડિસેમ્બર 1937, કર્કાગ (Karcag), હંગેરી) : 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઇઝરાયેલી વૈજ્ઞાનિક. હિબ્રૂ યુનિવર્સિટીની હદાસાહ (Hadasah) મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી હર્ષકોએ 1965માં એમ.ડી.ની અને 1969માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1972માં તેઓ ટેકનિયૉન (Technion), ઇઝરાયેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, હૈફામાં જોડાયા અને 1998માં પ્રાધ્યાપક બન્યા.…
વધુ વાંચો >હર્ષગુપ્ત
હર્ષગુપ્ત : ઉત્તરકાલીન ગુપ્તવંશનો ઈસુની છઠ્ઠી સદીમાં થયેલો રાજા. મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો અંત ઈ. સ. 550ના અરસામાં આવ્યો એ પછી ત્યાં અન્ય એક ગુપ્તકુલની સત્તા સ્થપાઈ હતી. આ અન્ય ગુપ્તકુલના રાજાઓ ‘ઉત્તરકાલીન ગુપ્તો (Later Guptas) તરીકે ઓળખાય છે. બિહારના ગયા શહેર પાસેના અફસદ ગામમાંથી મળેલા એક અભિલેખમાં આ ઉત્તરકાલીન…
વધુ વાંચો >હર્ષચરિત
હર્ષચરિત : સંસ્કૃત ભાષાનું ગદ્યલેખક મહાકવિ બાણે લખેલું આખ્યાયિકા પ્રકારનું આદર્શ ગદ્યકાવ્ય. આઠ ઉચ્છવાસોના બનેલા આ ગદ્યકાવ્યમાં પ્રારંભિક શ્લોકોમાં વ્યાસ, ભાસ, પ્રવરસેન, કાલિદાસ, હરિશ્ર્ચંદ્ર, ગદ્યકાવ્ય ‘વાસવદત્તા’ અને ‘બૃહત્કથા’ તથા આઢ્યરાજના નિર્દેશો છે. ‘હર્ષચરિત’ના પ્રારંભિક બે ઉચ્છવાસોમાં આલેખવામાં આવેલ આત્મકથાપરક વિગતોમાં બાણે પોતાના વાત્સ્યાયન વંશનું વર્ણન, વિવિધ દેશોમાં તેમણે કરેલ પરિભ્રમણ,…
વધુ વાંચો >હર્ષબાક ડડલી રૉબર્ટ (Herschbach Dudley Robert)
હર્ષબાક, ડડલી રૉબર્ટ (Herschbach, Dudley Robert) (જ. 18 જૂન 1932, સાન જોઝે (San Joze), કૅલિફૉર્નિયા, યુ.એસ.) : યુ.એસ.ના રસાયણવિદ અને 1986ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓએ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી 1954માં મૅથેમૅટિક્સમાં બી.એસસી. અને 1955માં રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની પદવી જ્યારે 1958માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1959થી 1963 દરમિયાન તેઓએ…
વધુ વાંચો >હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)
હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ) : એક નદીનું બીજી નદી દ્વારા હરણ થઈ જવાની ક્રિયા. આ ઘટનાને સ્રોતહરણ (river capture or river piracy) પણ કહે છે. એક જળપરિવાહ થાળાનો જળપ્રવાહ બીજા કોઈ નજીકના જળપરિવાહ થાળામાં ભળી જાય ત્યારે જે નદીનાં પાણીનું હરણ થયું હોય તે નદીને હરિતસ્રોત સરિતા તરીકે ઓળખાવાય છે. આમાં…
વધુ વાંચો >હરિદાસ સ્વામી
હરિદાસ સ્વામી (જ. 1520, ગ્રામ રાજપુર, જિલ્લો મથુરા, ઉત્તર પ્રદેશ; અ. 1615, વૃંદાવન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક અને વૈષ્ણવ ધર્મના મહાન સંત. તેમના અંગત જીવન વિશે જે માહિતી પ્રચલિત થઈ છે તેમાંની મોટા ભાગની વિગતો કિંવદંતી હોવાથી તે પ્રમાણભૂત ગણાય નહિ; પરંતુ જે માહિતી વિશ્વાસપાત્ર છે તે મુજબ…
વધુ વાંચો >હરિ દિલગિર
હરિ દિલગિર [જ. 15 જૂન 1916, લારખાના, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમણે ડી. જે. સિંઘ કૉલેજ, કરાચીમાંથી બી.એસસી. તથા બી.ઈ.(સિવિલ)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઇજનેરી સેવામાંથી નિવૃત્ત થયા અને લેખનકાર્યમાં પડ્યા. 1965માં તેઓ ગાંધીધામ મ્યુનિસિપાલિટીમાં અધ્યક્ષ, 1994–1999 દરમિયાન સિંધી સાહિત્ય અકાદમી, ગુજરાતના અધ્યક્ષ રહ્યા. તેમણે સિંધીમાં 20 ગ્રંથો…
વધુ વાંચો >હરિપુરા કૉંગ્રેસ અધિવેશન
હરિપુરા કૉંગ્રેસ અધિવેશન : સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાયેલ કૉંગ્રેસનું અધિવેશન. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું 51મું અધિવેશન તા. 19, 20, 21 ફેબ્રુઆરી, 1938ના રોજ ગુજરાતમાં હરિપુરા મુકામે યોજાયું હતું. આ સમયે ખેડા જિલ્લાના કૉંગ્રેસી આગેવાનોએ ચરોતરમાં આવેલ રાસ ગામમાં અધિવેશન યોજવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી; પરંતુ એ પછી એમણે…
વધુ વાંચો >હરિભદ્રસૂરિ (વિરહાંક)
હરિભદ્રસૂરિ (વિરહાંક) : જૈન સાહિત્યના ટીકાલેખક, મહાન કવિ અને દાર્શનિક. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના વિદ્યાધર ગચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભદ્ર, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. તેઓ ચિત્રકૂટ(ચિતોડ)ના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. તેઓ ઈ. સ. 705થી 775ના સમયગાળામાં થયા હોવાનું મનાય છે. તેમણે સંસ્કૃત…
વધુ વાંચો >હરિભદ્રસૂરિ (બારમી સદી)
હરિભદ્રસૂરિ (બારમી સદી) : બૃહદગચ્છના માનદેવસૂરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઈ. સ. 1116(સંવત 1172)માં પાટણમાં સિદ્ધરાજના રાજ્યમાં આશાવર સોનીની વસતિમાં રહીને ‘બંધસ્વામિત્વ’ નામના ગ્રંથ પર 650 શ્લોક પ્રમાણે વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણની આશાપુર વસતિમાં રહીને જિનવલ્લભસૂરિના ‘આગમિક વસ્તુવિચારસાર’ ગ્રંથ પર 850 શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી…
વધુ વાંચો >હરિભદ્રસૂરિ (બારમો સૈકો)
હરિભદ્રસૂરિ (બારમો સૈકો) : આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ. તેમણે મંત્રીશ્વર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરોનાં ચરિત્રોની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. તેમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રો પૈકી ‘ચંદપ્પહચરિય’, ‘મલ્લિનાહચરિય’ અને ‘નેમિનાહચરિય’ મળી આવે છે. એ ત્રણેયનું શ્લોક-પ્રમાણ 24,000 થાય છે. ‘નેમિનાહચરિય’…
વધુ વાંચો >હરિમંદિર
હરિમંદિર : જુઓ ગુરુદ્વારા.
વધુ વાંચો >હરિયાણા
હરિયાણા : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 27° 35´થી 30° 55´ ઉ. અ. અને 74° 20´થી 77° 40´ પૂ. રે. વચ્ચેનો 44,212 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વ તરફ દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને…
વધુ વાંચો >હરિયાળી ક્રાંતિ (Green Revolution)
હરિયાળી ક્રાંતિ (Green Revolution) : નવી ટૅક્નૉલૉજી પ્રયોજાવાથી ભારતમાં કૃષિક્ષેત્રે સમયના ટૂંકા ગાળામાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ. ઊંચી ઉત્પાદકતા ધરાવતાં સંકર બીજ પર આધારિત આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ 1966ના ચોમાસુ પાકથી કરવામાં આવ્યો હતો. ઘઉં, ચોખા, મકાઈ જેવાં કેટલાંક ધાન્યો માટે આ પ્રકારનાં બીજ શોધાયાં હતાં. આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા :…
વધુ વાંચો >