૨૪.૧૫
સ્પેમન, હાન્સથી સ્મિથ, ડબ્લ્યૂ, યુજિન
સ્પ્લીહા (બરોળ spleen)
સ્પ્લીહા (બરોળ, spleen) : રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા પ્રતિરક્ષાતંત્ર(immune system)નો અવયવ. તેમાંની લસિકાભ પેશી(lymphoid tissue)ને કારણે તેને પ્રતિરક્ષાતંત્રનો ભાગ ગણવામાં આવે છે. તેને તનુતાન્ત્વિક-અંતશ્ચદીય તંત્ર(reticulo-endothelium system)નો ભાગ પણ ગણવામાં આવે છે. તે પેટના ડાબા ઉપલા ભાગમાં અને ઉરોદરપટલ(thoracoabdominal diaphragm)ની નીચે આવેલો અવયવ છે. તે 12 સેમી. લાંબો, 7 સેમી. પહોળો અને…
વધુ વાંચો >સ્ફટિકવિદ્યા (crystallography)
સ્ફટિકવિદ્યા (crystallography) સ્ફટિકોના અભ્યાસ સાથે સંલગ્ન વિજ્ઞાનશાખા. આ શાખા હેઠળ સ્ફટિકવિદ્યાનાં નીચેનાં અંગોનો સવિસ્તર અભ્યાસ કરવામાં આવે છે : (1) સ્ફટિકોની લાક્ષણિકતાઓ, (2) સ્ફટિકોનાં વિવિધ સ્વરૂપો–ભૌમિતિક સંબંધો, (3) સ્ફટિકોની આંતરિક અણુરચના, (4) સ્ફટિક અક્ષ આધારિત વર્ગોમાં અને સમમિતિ આધારિત ઉપવર્ગોમાં સ્ફટિકોનું વર્ગીકરણ, (5) સ્ફટિકોના ફલકોનું ગાણિતિક આંતરસંબંધોનું નિર્ધારણ, (6) ફલકો…
વધુ વાંચો >સ્ફટિકીકરણ (crystallization)
સ્ફટિકીકરણ (crystallization) : દ્રાવણ, પિગાળ (melt) કે બાષ્પ અથવા વાયુમાંથી ઘન સ્વરૂપે અથવા અન્ય ઘન પ્રાવસ્થા રૂપે પદાર્થના સ્ફટિકો ઉત્પન્ન કરવાની પ્રવિધિ અથવા ઘટના. દ્રાવણમાંથી સ્ફટિકીકરણ એ એક મહત્વની ઔદ્યોગિક વિધિ (operation) છે, કારણ કે ઘણાબધા પદાર્થો સ્ફટિકીય કણો રૂપે બજારમાં મુકાય છે. કોઈ પણ રાસાયણિક ફૅક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા થયા…
વધુ વાંચો >સ્ફિન્ક્સ (sphinx)
સ્ફિન્ક્સ (sphinx) : મિસર અને ગ્રીસની પ્રાચીન દંતકથાઓનું કાલ્પનિક પ્રાણીસ્વરૂપ. મિસર, ગ્રીસ કે નજીકના પૂર્વના દેશોના લોકો આવી દંતકથાઓ કર્ણોપકર્ણ કહેતા રહેતા. જુદી જુદી લોકવાયકાઓ અનુસાર પ્રાચીન ગ્રીસનાં આવાં સ્ફિન્ક્સનું શરીર સિંહનું અને મસ્તક તથા વક્ષ:સ્થળ માનવ-સ્ત્રીનું કે ઘેટાનું કે બાજપક્ષીનું હતું; કેટલાંકને પાંખો અને સાપ જેવી પૂંછડી પણ હતી.…
વધુ વાંચો >સ્ફીન (ટિટેનાઇટ)
સ્ફીન (ટિટેનાઇટ) : નેસોસિલિકેટ. રા. બં. : CaTiSiO5. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : વિવિધ સ્ફટિકો મળે, મોટે ભાગે ચપટા (001), ફાચર આકારના; પ્રિઝમેટિક પણ હોય; ક્યારેક પર્ણાકાર. યુગ્મતા (100) ફલક પર સામાન્ય; (221) ફલક પર પત્રવત્ યુગ્મતા. દેખાવ : પારદર્શકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) સ્પષ્ટ, (221) પર…
વધુ વાંચો >સ્ફીરાન્થસ
સ્ફીરાન્થસ : જુઓ ગોરખ મૂંડી.
વધુ વાંચો >સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ)
સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ) : લિપિડ(તેલ)નો સંગ્રહ કરતી અંગિકા. તેને ઓલીઓઝોમ પણ કહે છે. તૈલીબીજમાં તેના શુષ્ક વજનનો મોટો ભાગ ટ્રાઇઍસાઇલ ગ્લિસરોલ (ટ્રાઇગ્લિસરાઇડ) સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્ફીરોઝોમમાં આ લિપિડ સંચિત સ્વરૂપે જોવા મળે છે. કોષની અંગિકાઓમાં તે વિશિષ્ટ એટલા માટે છે કે તેની ફરતે ‘અર્ધ-એકમપટલ’ (half-unit membrane) આવેલો હોય છે. આ…
વધુ વાંચો >સ્ફુલિંગ-કક્ષ (spark chamber)
સ્ફુલિંગ-કક્ષ (spark chamber) : નાભિકીય (nuclear) ભૌતિકવિજ્ઞાનના અભ્યાસમાં અગત્યના એવા ‘કણ-પ્રવેગકો’ (particle-accelerators) દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન જેવા નાભિકણોનો અન્ય નાભિ (nucleus) કે નાભિકણ પર પ્રહાર કરતાં ઉદભવતા સંઘાત દરમિયાન સર્જાતી પ્રક્રિયાઓ અને આ પ્રક્રિયાઓમાં ઉદભવતા ટૂંકા અર્ધજીવન(half life)ના અસ્થાયી કણોના અભ્યાસ માટેનું એક ઉપકરણ. આ ઉપકરણ ગઈ સદીના સાતમા…
વધુ વાંચો >સ્ફૂર સંદીપ્તિ
સ્ફૂર સંદીપ્તિ : ઊર્જાવાન વિકિરણો(અલ્ટ્રાવાયોલેટ, X કિરણો વ.)ના પ્રભાવ નીચે કેટલાક પદાર્થો દ્વારા થતા દૃશ્ય પ્રકાશના ઉત્સર્જનની ઘટના. બાહ્ય વિકિરણોના પ્રભાવથી સ્ફુરિત થતી હોવાથી તે સ્ફૂર સંદીપ્તિ કહેવાય છે. ગૅમા કિરણો, X કિરણો તેમજ અલ્ટ્રાવાયોલેટ જેવા ઊર્જાવાન પ્રકાશકણો (photons) ધરાવતાં વીજચુંબકીય વિકિરણો ઉપરાંત ઇલેક્ટ્રૉન, પ્રોટૉન જેવા નાભિકીય (nuclear) કણોનો પ્રપાત…
વધુ વાંચો >સ્ફૂર સંદીપ્તિ
સ્ફૂર સંદીપ્તિ : જુઓ પ્રસ્ફુરણ.
વધુ વાંચો >સ્પેમન હાન્સ (Spemann Hans)
સ્પેમન, હાન્સ (Spemann, Hans) (જ. 27 જૂન 1869, સ્ટુટગાર્ટ, જર્મની; અ. 9 સપ્ટેમ્બર 1941, ફ્રેબર્ગ, જર્મની) : સન 1935ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમને આ સન્માન તેમના ભ્રૂણ(પ્રાગર્ભ, embryo)ના વિકાસમાં વ્યવસ્થાકારક (organising) અસર નામની પ્રક્રિયા કાર્ય કરે છે તે દર્શાવવા માટે મળ્યું હતું. તેમના પિતા પુસ્તક-પ્રકાશક હતા. તેમના તેઓ…
વધુ વાંચો >સ્પેરી એલ્મર એમ્બ્રૉસ
સ્પેરી, એલ્મર એમ્બ્રૉસ (જ. 1860; અ. 1930, કૉર્ટલૅન્ડ, ન્યૂયૉર્ક) : અમેરિકન વિજ્ઞાની, શોધક અને નિર્માતા (manufacturer). નૌસંચાલન(navigation)માં વપરાતા વિધૂર્ણદર્શી(gyroscope)ની રચના અને વિકાસ માટે તે જાણીતા છે. તેમણે શિકાગોમાં આર્કલૅમ્પ્સ્ ઓહિયો અને ક્લીવલૅન્ડમાં વીજ-રેલમાર્ગો અને ન્યૂયૉર્ક શહેરમાં વિધૂર્ણદર્શીનું નિર્માણ કર્યું હતું. તેમણે કૉર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ડાઇનેમો…
વધુ વાંચો >સ્પેરી રોજર ડબ્લ્યૂ.
સ્પેરી, રોજર ડબ્લ્યૂ. (જ. 20 ઑગસ્ટ 1913, હાર્ટફર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1994, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : તેઓ સન 1981ના તબીબીવિદ્યા તથા દેહધર્મવિદ્યા(physiology)ના અર્ધા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા હતા. બાકીનો પુરસ્કાર ડૅવિડ હ્યૂબલ અને ટોર્સ્ટેન વિસેલ વચ્ચે ચતુર્થાંશ ભાગ રૂપે વહેંચાયો હતો. તેમણે મગજના બે અર્ધગોળને જોડતી મસ્તિષ્કની સેતુકાય(corpus callosum)ને કાપીને અલગ…
વધુ વાંચો >સ્પેસરાઇટ (સ્પેસરટાઇટ)
સ્પેસરાઇટ (સ્પેસરટાઇટ) : ગાર્નેટ ખનિજશ્રેણી પૈકીનું ખનિજ. રાસાયણિક બંધારણ : Mn3Al2Si3O12 [Mn3Al2(SiO4)3]. સ્ફટિક વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : રહોમ્બ્ડોડેકાહેડ્રન. રંગ : ઘેરો લાલ અથવા કથ્થાઈ-લાલ. ચમક : કાચમય, સ્ફટિક ધાર પર પારભાસક. પ્રભંગ : અપૂર્ણ વલયાકાર. કઠિનતા : 7–7.5. વિ. ઘ. : 4.15થી 4.27. કસોટી : ફૂંકણી પર ગરમ…
વધુ વાંચો >સ્પેસ્કી બૉરિસ વૅસિલેવિચ
સ્પેસ્કી, બૉરિસ વૅસિલેવિચ (જ. 1937, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાના ચેસ-ખેલાડી અને વિશ્વ ચૅમ્પિયન (1969થી ’72). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે એક બાળગૃહમાં આશ્રિત તરીકે રહ્યા હતા બૉરિસ વૅસિલેવિચ સ્પેસ્કી ત્યારે તે ચેસ રમવાનું શીખ્યા હતા. 1953માં તે આ રમતના ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’ બન્યા. 1955માં તે જુનિયર વિશ્વ ચૅમ્પિયન બન્યા. 1969માં તેમણે ટિગ્રાન…
વધુ વાંચો >સ્પોડ્યુમિન (spodumene)
સ્પોડ્યુમિન (spodumene) : સ્ફુલિંગમણિ પાયરોક્સિન વર્ગનું ખનિજ. તે ટ્રાયફેન નામથી પણ ઓળખાય છે. રાસા. બંધારણ : LiAlSi2O6 – લિથિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ. તે લિથિયમનું ધાતુખનિજ છે અને સીરેમિક દ્રવ્યો માટેનો સ્રોત ગણાય છે. આ ખનિજ સામાન્ય રીતે લિથિયમધારક ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં રહેલું હોય છે. તે જ્યારે પારદર્શક, તેજસ્વી અને કાચ જેવી ચમકવાળું હોય…
વધુ વાંચો >સ્પૉફૉર્થ ફ્રેડરિક
સ્પૉફૉર્થ, ફ્રેડરિક (જ. 9 સપ્ટેમ્બર 1853, બાલ્મેન, સિડની; અ. 4 જૂન 1926, લોંગ ડિટન, સરે, ઇંગ્લૅન્ડ) : અગ્રણી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેમની પ્રારંભિક ટેસ્ટ મૅચોમાં તેમને તેમની ગોલંદાજી બદલ ‘ધ ડેમન’ એવું ઉપનામ અપાયું હતું; કારણ કે ઘણી ટેસ્ટ મૅચોમાં તેઓ જ મોટા ભાગની વિકેટ ઝડપતા. તેમણે ઝડપી ગોલંદાજ તરીકે કારકિર્દીનો…
વધુ વાંચો >સ્પ્રિંગ (spring)
સ્પ્રિંગ (spring) : વિસ્થાપન(displacement)ની કામગીરી કરીને શક્તિનો સંચય કરતો યંત્રનો અવયવ. સ્પ્રિંગની ઉપર બળ લગાડવાથી, સ્પ્રિંગ તેના પથ ઉપરથી ચલાયમાન થાય છે અને તેથી તેનું વિસ્થાપન થાય છે. સ્પ્રિંગ જુદા જુદા આકારોમાં ઉપલબ્ધ છે અને તેઓ વિવિધ સ્થિતિસ્થાપક પદાર્થમાંથી બનાવવામાં આવે છે. પ્રવાહી પણ કેટલીક વખતે દાબક સ્પ્રિંગ તરીકે વર્તે…
વધુ વાંચો >સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન અમેરિકા
સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન, અમેરિકા : ફિઝિકલ એજ્યુકેશનની સંસ્થાઓમાં આ સંસ્થાની ગણના ફક્ત અમેરિકામાં જ નહિ; પરંતુ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે થાય છે. સ્થાપના : 1885. વાય.એમ.સી.એ. (youngs men’s Christian Association) એ એમના વ્યવસ્થાપકોને જુદા જુદા પ્રકારની તાલીમ આપવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. 1887માં તેમાં શારીરિક…
વધુ વાંચો >સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ
સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ (જ. 22 સપ્ટેમ્બર 1750, સ્પેન્ડાઉ, જર્મની; અ. 7 એપ્રિલ 1816, બર્લિન) : જર્મન વનસ્પતિવિજ્ઞાની અને શિક્ષક. તેમણે વનસ્પતિઓમાં લિંગતા વિશે અભ્યાસ કર્યો અને ફલન(fertilization)નો સિદ્ધાંત આપ્યો, જે આજે મૂળભૂત રૂપે સ્વીકૃતિ પામ્યો છે. સ્પ્રેન્ગેલે ધર્મશાસ્ત્ર (theology) અને ભાષાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તેમણે સ્પેન્ડાઉ અને બર્લિનમાં કેટલાંક…
વધુ વાંચો >