ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સેન્ટ્રલ ઇલેટ્રૉનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પિલાણી
સેન્ટ્રલ ઇલેટ્રૉનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પિલાણી : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના નેજા હેઠળની અને ટૂંકમાં ‘સીરી’ તરીકે જાણીતી પ્રયોગશાળા. ‘સીરી’ની સ્થાપના સન 1953માં પિલાણી, રાજસ્થાન ખાતે થયેલ છે. તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા શિલારોપણ થયા બાદ ‘સીરી’ના સંશોધનકાર્યનો આરંભ સન 1958માં થયો. ત્યારથી આજ દિન સુધીના સમયગાળામાં…
વધુ વાંચો >સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI) જોધપુર
સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI), જોધપુર : ભારતના શુષ્ક પ્રદેશોમાં ભૂમિ-ઉપયોજન, કૃષિપ્રબંધ અને પશુપાલન સાથે સંકળાયેલી સંસ્થા. તેની સ્થાપના ICAR(Indian Council of Agricultural Research)ના નેજા હેઠળ 1959માં થઈ. ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી 12 % જેટલો વિસ્તાર શુષ્ક છે; જેમાં 3.17 કરોડ હેક્ટર ભૂમિ ગરમ રણપ્રદેશ અને 0.7 કરોડ…
વધુ વાંચો >સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ : જળસંસાધન મંત્રાલય, ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથોરિટી, નવી દિલ્હીના આશ્રયે 1954માં સ્થપાયેલ તથા 1970માં બંધારણીય રીતે પૂર્ણપણે કાર્યરત થયેલ રાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા ભૂગર્ભજળભંડારોનાં સર્વેક્ષણ, અન્વેષણ, સિંચાઈ-વ્યવસ્થા, વિતરણ, ઔદ્યોગિક તેમજ ગૃહવપરાશ, જરૂરી જળનિયંત્રણ, જળવિકાસ જેવી જવાબદારીઓ નિભાવે છે. સંશોધનથી મેળવાતી ભૂગર્ભજળની આધારસામગ્રી દ્વારા રાજ્યો…
વધુ વાંચો >સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા
સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે દેશમાં પ્રથમ જે ચાર કેન્દ્રીય સંશોધન સંસ્થાઓ સ્થાપવાનું નક્કી કર્યું તેમાંની એક સંસ્થા. આ સંસ્થાએ 1944થી નાના પાયે કાર્ય કરવાનું શરૂ કર્યું અને તેનું વિધિવત્ ઉદઘાટન 26 ઑગસ્ટ 1950ના દિવસે થયું. આ સંશોધન સંસ્થાએ પચાસના દાયકામાં જે…
વધુ વાંચો >સેન્ટ્રલ જ્યૂટ ઍન્ડ એલાઇડ ફાઇબર ટૅક્નૉલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા
સેન્ટ્રલ જ્યૂટ ઍન્ડ એલાઇડ ફાઇબર ટૅક્નૉલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા : શણ અને સંબંધિત રેસાઓની ટૅક્નૉલૉજીના સંશોધન સાથે સંકળાયેલી અખિલ ભારતીય સંસ્થા. આ સંસ્થાની 1-10-1967ના રોજ ICAR (Indian Council of Agricultural Research) દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મેસ્ટા, રેમી, કેતકી, શણ અને અળસી(flax)ની સ્થાનિક જાતોનું સંવર્ધન કરી…
વધુ વાંચો >સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજમુન્દ્રી
સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજમુન્દ્રી : તમાકુના સંશોધનક્ષેત્રે કામ કરતી એશિયામાંની સૌથી મોટી સંસ્થા. તમાકુ પકવતા ટોચના 10 દેશોમાં ભારત દાયકાઓથી દ્વિતીય ક્રમે છે અને દશ વર્ષે એક હજાર કરોડનું હૂંડિયામણ આપે છે. આશરે વીસ લાખ લોકો તમાકુ અને સિગારેટના ઉત્પાદન-ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. બીડી-ઉદ્યોગ ગામડાના સાઠ લાખ લોકોને, મોટે…
વધુ વાંચો >સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.)
સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન, ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.) : મોટી અને મધ્યમ કક્ષા(કદ)ની બહુહેતુક જળસંપત્તિ યોજનાઓના બાંધકામમાં યોજના-અહેવાલ, વિગતવાર નકશા અને આલેખન (ડિઝાઇન) તૈયાર કરતી તેમજ તેને આખરી સ્વરૂપ આપવાને લગતી કામગીરી કરતી સંસ્થા. આ સંસ્થા ગાંધીનગર ખાતે આવેલી છે. બહુહેતુક યોજનાઓનું બાંધકામ અને જાળવણીની કામગીરી સંભાળતા ક્ષેત્રીય અધિકારીઓ…
વધુ વાંચો >સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI) લખનૌ
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI), લખનૌ : ભારતમાં ઔષધક્ષેત્રે પાયારૂપ તેમજ પ્રયુક્ત સંશોધન અને વિકાસ માટેની અગ્રણી સંસ્થા. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) (ન્યૂ દિલ્હી)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની આ એક છે. તેના પ્રારંભિક આયોજનનું માન બ્રિટિશ વૈજ્ઞાનિક ઍડવર્ડ મેલાન્બીને ફાળે જાય છે (નવેમ્બર 1950-જુલાઈ 1951).…
વધુ વાંચો >સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિમલા
સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિમલા : ભારતમાં આવેલી બટાટાની પાકસુધારણા સાથે સંકળાયેલી સંસ્થા. આ સંસ્થાની સ્થાપના પહેલાં પટણામાં કરવામાં આવી હતી, પરંતુ 1956માં આ સંસ્થાનું સિમલામાં સ્થાનાંતર કરવામાં આવ્યું હતું; કારણ કે પટણાનું પર્યાવરણ બટાટાના સંવર્ધન માટે પ્રતિકૂળ હતું. પટણામાં મોલોનો ઉપદ્રવ; ટૂંકો દિવસ અને ટૂંકો શિયાળો અનુકૂળ નહોતો. વળી,…
વધુ વાંચો >સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાસરગોડ (કેરળ)
સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કાસરગોડ (કેરળ) : નાળિયેરી, સોપારી અને કોકો જેવા પાકોની સુધારણા માટેની ભારતીય સંસ્થા. આ સંસ્થાની સ્થાપના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા 1970માં કાસરગોડ, કેરળ ખાતે કરવામાં આવી હતી. સેન્ટ્રલ કોકોનટ રિસર્ચ સ્ટેશન, કાસરગોડ; સેન્ટ્રલ કોકોનટ રિસર્ચ સ્ટેશન, કાયાનગુલામ અને સેન્ટ્રલ ઍરિકાનટ રિસર્ચ, વિટ્ટલ…
વધુ વાંચો >