ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
શેઠ, ચંદ્રકાન્ત
શેઠ, ચંદ્રકાન્ત (જ. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ) : ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા). પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં – કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ લેખકને ધાર્મિક સંસ્કાર, કીર્તન-સંગીત મળેલાં. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને…
વધુ વાંચો >શેઠ, મગનલાલ વખતચંદ
શેઠ, મગનલાલ વખતચંદ (જ. 1830, અમદાવાદ; અ. 11 માર્ચ 1868, અમદાવાદ) : ‘અમદાવાદનો ઇતિહાસ’ના લેખક, ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી. અમદાવાદના વિશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિના વખતચંદ પાનાચંદને ત્યાં મગનલાલનો જન્મ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ સરકારી અંગ્રેજી શાળામાં લઈને…
વધુ વાંચો >શેઠ, રઘુનાથ
શેઠ, રઘુનાથ (જ. 17 ડિસેમ્બર 1931) : ભારતના અગ્રણી બંસરીવાદક તથા પ્રયોગશીલ સંગીતકાર. તેમણે સંગીતની પ્રાથમિક તાલીમ તેમના વડીલ બંધુ કાશીપ્રસાદ પાસેથી લીધી હતી. કાશીપ્રસાદ પોતે ગાયક હોવા ઉપરાંત બંસરી અને તબલાવાદનના જાણકાર હતા; એટલું જ નહિ, પરંતુ નાટ્યકલામાં પણ તેઓ સક્રિય રુચિ ધરાવતા હતા. 1943માં રઘુનાથ શેઠની સંગીતક્ષેત્રની તાલીમની…
વધુ વાંચો >શેઠ, રમણલાલ
શેઠ, રમણલાલ (જ. 6 જૂન 1917, વેજલપુર, પંચમહાલ; અ. 5 ઑક્ટોબર 1978) : ગુજરાતના અગ્રણી પત્રકાર અને નીડર તંત્રી. રમણલાલ શેઠે કૉલેજમાં બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. ઇનામી હરીફાઈમાં સારી એવી કમાણી થયા બાદ એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. સૌથી પ્રથમ એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી…
વધુ વાંચો >શેઠ, રવિન્દર કુમાર
શેઠ, રવિન્દર કુમાર (જ. 3 સપ્ટેમ્બર 1939, ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિદ્વાન અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિંદી, સંસ્કૃત અને તમિળમાં એમ.એ., એમ.આઇ.એલ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ 1972-87 દરમિયાન હરદયાલ મ્યુનિસિપલ પબ્લિક લાઇબ્રેરીના માનાર્હ સેક્રેટરી; 1988 સુધી તમિળ હિંદી સંગમના પ્રમુખ અને 1989 સુધી ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના સભ્ય…
વધુ વાંચો >શેઠ, રાજી
શેઠ, રાજી (જ. 4 ઑક્ટોબર 1935, નૌશેરા કૅન્ટૉન્મેન્ટ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી લેખિકા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મોમાં તજ્જ્ઞતા. તેઓ હિંદી અકાદમી, દિલ્હીનાં કારોબારી સભ્ય; સાહિત્યિક માસિક ‘યુગ-સાક્ષી’નાં સહસંપાદક; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડિઝ, સિમલાનાં ફેલો; 1998થી 2002 સુધી હિન્દી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના…
વધુ વાંચો >શેઠ, શકુન્તલા
શેઠ, શકુન્તલા (જ. 27 નવેમ્બર 1924, ગુજરાત પંજાબ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી કવયિત્રી. તેમણે હિંદીમાં એમ.એ. અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1942-46 સુધી હિંદી સાહિત્યિક અને રાજકીય સામયિક ‘ઉષા’નાં સંપાદિકા; જમ્મુ અને કાશ્મીર પાઠ્યપુસ્તક સલાહકાર સમિતિનાં સભ્ય; જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચરનાં સભ્ય; ઓરિયેન્ટલ લર્નિંગ…
વધુ વાંચો >શેઠ, સુંદરજી
શેઠ, સુંદરજી : જુઓ સુંદરજી સોદાગર.
વધુ વાંચો >શેઠ, હીરાબહેન કેશવલાલ
શેઠ, હીરાબહેન કેશવલાલ (જ. 15 ડિસેમ્બર 1915, પાટણવાવ, જિ. રાજકોટ) : સ્ત્રીઓ અને બાળકો માટેનાં સમાજસેવિકા. સાધનસંપન્ન સેવાભાવી કુટુંબમાં જન્મ. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીનાં સ્નાતિકા. આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ. 1930-32ની સવિનય કાનૂનભંગની ચળવળ વખતે દારૂ તેમજ વિદેશી કાપડ વેચતી દુકાનો ઉપર પિકેટિંગમાં ભાગ લીધો હતો. રાજકોટ સત્યાગ્રહ વખતે…
વધુ વાંચો >શેઠના, રતનજી ફરામજી
શેઠના, રતનજી ફરામજી (જ. 1872, ભિવંડી, જિ. થાણા; અ. 1965) : ‘જ્ઞાનચક્ર’કાર, નાટ્યલેખક અને કવિ. તેમનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા ફરામજી પૈસેટકે સંપન્ન હતા. વતન મહારાષ્ટ્રમાં હોવાથી રતનજીને પ્રારંભનું શિક્ષણ મરાઠીમાં મળવા ઉપરાંત ગુજરાતી ભાષા સાથે પણ તેમનો પરિચય થયો અને એ રીતે ગુજરાતી અને મરાઠી બંનેનો…
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >