ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
વૉટ, જેમ્સ (Watt James)
વૉટ, જેમ્સ (Watt James) (જ. 19 જાન્યુઆરી 1736; અ. 25 ઑગસ્ટ 1819) : સ્કૉટલૅન્ડના ઇન્સ્ટ્રૂમેન્ટ-મિકેનિક અને સંશોધક. યાંત્રિક ક્રાંતિમાં તેમના વરાળ એન્જિનનો ઘણો જ ફાળો છે. 1795માં તેઓને ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીની ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. તેમના પિતા વહાણ અને ઘર બાંધવાનો ધંધો કરતા હતા. તેમની તબિયત નાજુક હોઈ, તેમની…
વધુ વાંચો >વૉટરગેટ કૌભાંડો
વૉટરગેટ કૌભાંડો : અમેરિકાના ઇતિહાસમાં પુન: ચૂંટણીમાં વિજેતા બનવા માટે ભ્રષ્ટ નીતિ-રીતિઓ અંગે પ્રમુખ રિચાર્ડ નિક્સનના વહીવટી તંત્રની પોલ ખોલતી કૌભાંડોની હારમાળા. નિક્સનના રિપબ્લિકન પક્ષનું રાષ્ટ્રીય વડું મથક વૉશિંગ્ટન ડી. સી. ખાતેના વૉટરગેટ એપાર્ટમેન્ટ સંકુલ ખાતે આવેલું હતું. જ્યાં ઉપર્યુક્ત ઘટનાઓ બની હોવાથી તેને આ નામ મળેલું. 1972માં અમેરિકાના પ્રમુખપદની…
વધુ વાંચો >વૉટર હાઇસિન્થ (Water Hyacynth)
વૉટર હાઇસિન્થ (Water Hyacynth) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોન્ટેડેરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eichhornia crassipes syn. Pontederia crassipes છે. તેને ગુજરાતીમાં નાળો કે નકવી અને હિંદીમાં જળકુંભી કહે છે. આ છોડ પાણીમાં થતા શોભાના અને સુંદર ફૂલવાળા છોડ માટે એક આક્રમક નીંદામણ છે; કારણ કે થોડા વખતમાં…
વધુ વાંચો >વૉટર્લૂ
વૉટર્લૂ : નેપોલિયનને 1815માં આખરી પરાજય મળ્યો તે લડાઈનું મેદાન. ફ્રાન્સનો નેપોલિયન બોનાપાર્ટ એના જીવનની છેલ્લી લડાઈ વૉટર્લૂના મેદાન પર તા. 18મી જૂન 1815ના રોજ લડ્યો હતો. આ લડાઈમાં એને ભયંકર પરાજય મળ્યો અને યુરોપ પર રાજ્ય કરવાની તેની મહેચ્છા કાયમ માટે નાશ પામી. આજે પણ જ્યારે કોઈને મોટી નિષ્ફળતા…
વધુ વાંચો >વૉટર્સ, મડી
વૉટર્સ, મડી (જ. 4 એપ્રિલ 1915, રોલિન્ગ ફૉર્ક, મિસિસિપી, યુ.એસ.; અ. 30 એપ્રિલ 1983, વેસ્ટ્મોન્ટ, ઇલિનોઈ, યુ.એસ.) : ‘ધ બ્લૂઝ’ નામે ઓળખાતી શૈલીનો જન્મદાતા જાઝ ગાયક અને ગિટારવાદક. મૂળ નામ મૅક્ક્ધિલે મૉર્ગેન્ફીલ્ડ. મિસિસિપીમાં કપાસનાં ખેતરોમાં બાળપણ વીત્યું. બાળપણમાં જ હાર્મોનિયમ જેવું વાજિંત્ર હાર્મોનિકા વગાડતાં શીખી લીધું. તરુણાવસ્થામાં ગિટાર વગાડતાં શીખ્યો…
વધુ વાંચો >વૉટસન, જે. બી.
વૉટસન, જે. બી. (જ. 9 જાન્યુઆરી 1879, ગ્રીન વિલે, દક્ષિણ કોરોલિના યુએસ.; અ. 1958) : મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી મનોવિજ્ઞાની. મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન, મનના વિજ્ઞાન અને તે પછી ચેતનાના મનોવિજ્ઞાન તરીકે ઓળખાતું હતું ત્યારે અમેરિકામાં જ્હૉન બ્રૉક્સ વૉટસને તેને વર્તનના મનોવિજ્ઞાન તરીકે ઓળખાવી તેના અભ્યાસ માટેનો એક…
વધુ વાંચો >વૉટ્સન, જેમ્સ ડેની
વૉટ્સન, જેમ્સ ડેની (જ. 6 એપ્રિલ 1928, શિકાગો, યુ.એસ.) : ખ્યાતનામ અમેરિકન જનીન-વિજ્ઞાની (geneticist), જૈવ-ભૌતિક-વિજ્ઞાની અને 1962ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેઓ જેમ્સ ડી. વૉટ્સન અને જીન મિટ્ચેલના એકમાત્ર પુત્ર છે. બાળપણ શિકાગોમાં વિતાવ્યું અને હોરેસમન ગ્રામર સ્કૂલ તથા સાઉથશોર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. શૈક્ષણિક શિષ્યવૃત્તિ મળતાં તેઓ 15 વર્ષની વયે શિકાગો…
વધુ વાંચો >વૉટ્સન મ્યુઝિયમ
વૉટ્સન મ્યુઝિયમ : રાજકોટમાં આવેલું સૌરાષ્ટ્રનું સૌથી જૂનું તથા પુરાતત્વ, કલા, હુન્નર, વિજ્ઞાન સંસ્કૃતિવિષયક બહુહેતુક મ્યુઝિયમ. 1888માં તેની સ્થાપના થયેલી. બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયાના શાસનનાં 50 વરસ પૂરાં થતાં 1887માં ‘કૈસરે હિંદ’ ખિતાબની વરણી પ્રસંગે સૌરાષ્ટ્રના રાજવીઓ, પૉલિટિકલ એજન્ટ અને શ્રીમંતોએ ફંડફાળો એકઠો કરી આ મ્યુઝિયમનો પ્રારંભ કરેલો. 1886થી 1889…
વધુ વાંચો >વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ
વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ (જ. 7 ઑગસ્ટ 1924, મરેવાડ, જિ. ધારવાડ, કર્ણાટક) : કન્નડ અને અંગ્રેજી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1947માં એલએલ.બી. અને 1948માં એમ.એ.ની પદવી મેળવી. તેઓ 1957-76 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર; 1976-77માં કર્ણાટક યુનિવર્સિટીમાં શૈક્ષણિક સલાહકાર; 1977-78માં પોસ્ટ-ગ્રૅજ્યુએટ સેન્ટર, નંધાલ્લીના નિયામક; 1978-81 કર્ણાટક યુનિવર્સિટીમાં ઉપકુલપતિ અને ઇન્ડિયન પેન(PEN)ના…
વધુ વાંચો >વૉન ક્રૅમ ગૉટ ફ્રિડ
વૉન ક્રૅમ ગૉટ ફ્રિડ (જ. 7 જુલાઈ 1909, નૅટિંગન, હૅનૉવર; અ. 9 નવેમ્બર 1976, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) : જર્મનીના ટેનિસ-ખેલાડી. તેઓ 7 ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સમાં ફાઇનાલિસ્ટ બન્યા પણ કેવળ 2માં જ વિજયી નીવડ્યા એ બે તે 1934 અને 1936માં ફ્રેન્ચ સ્પર્ધા. 1935માં તેઓ એ સ્પર્ધામાં રનર-અપ હતા. એ જ રીતે 1937માં…
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >