૨૦.૧૩
વિનિપેગથી વિભીષણ
વિનિપેગ
વિનિપેગ : કૅનેડાના મેનિટોબા રાજ્યનું પાટનગર તથા કૅનેડાનું ચોથા ક્રમે આવતું મોટું શહેર. તે વિનિપેગ સરોવરથી દક્ષિણે રેડ રીવર પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 49° 53´ ઉ. અ. અને 97° 09´ પ. રે.. તે કૅનેડાયુ.એસ.ની સરહદથી ઉત્તર તરફ આશરે 97 કિમી. અંતરે આવેલું છે. વિનિપેગ શહેર કૅનેડાનું અનાજ માટેનું,…
વધુ વાંચો >વિનિમય-અંકુશ
વિનિમય–અંકુશ : પોતાની લેણદેણની તુલામાં અસમતુલા ભોગવતા દેશમાં પોતાની પાસેના વિદેશી હૂંડિયામણના જથ્થાનો ઇષ્ટ અને કરકસરયુક્ત ઉપયોગ થાય તે હેતુથી દાખલ કરવામાં આવતી અંકુશાત્મક નીતિ. તેનો મુખ્ય હેતુ પોતાના ચલણનો સ્થિર વિનિમય-દર જાળવી રાખવાનો તથા લેણદેણની તુલાને સમતોલ બનાવવાનો હોય છે. જોકે આધુનિક જમાનામાં રક્ષણાત્મક ઉદ્દેશથી પણ તેનો ઉપયોગ કરવામાં…
વધુ વાંચો >વિનિમયન (Crossing over)
વિનિમયન (Crossing over) : સજીવોમાં સમજાત રંગસૂત્રોની જોડમાં રહેલી પિતૃ અને માતૃ-રંગસૂત્રિકાને અનુરૂપ રંગસૂત્રખંડોના આંતરવિનિમય દ્વારા થતી સહલગ્ન જનીનોના પુન:સંયોજન-(recombination)ની પ્રક્રિયા. વિનિમયનના બે પ્રકારો છે : (1) જનન (germinal) વિનિમયન અથવા અર્ધસૂત્રી (meiotic) વિનિમયન : તે પ્રાણીઓમાં જન્યુજનન(gametogenesis)ની ક્રિયા દરમિયાન જનનપિંડના જનનઅધિચ્છદમાં અને વનસ્પતિમાં બીજાણુજનન (sporogenesis) દરમિયાન થાય છે. (2)…
વધુ વાંચો >વિનેસ ઇલ્સવર્થ
વિનેસ ઇલ્સવર્થ (જ. 28 સપ્ટેમ્બર 1911, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાના 1930ના દાયકાના પ્રભાવક ટેનિસ ખેલાડી. તેઓ ટેનિસ-બૉલને અત્યંત જોશથી ફટકારવા માટે જાણીતા બન્યા. તેમની સર્વિસ તથા ફોરહૅન્ડ ખતરનાક હતાં. તેઓ કેવળ 19 વર્ષના હતા ત્યારે તેઓ 1931 યુ.એસ. સિંગલ્સમાં વિજેતા બન્યા. પછીના વર્ષે યુ.એસ. વિજયપદક જાળવી રાખવા ઉપરાંત…
વધુ વાંચો >વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ
વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ (જ. 1 સપ્ટેમ્બર 1856, કીવ; અ. 25 ફેબ્રુઆરી 1953, બ્રી–કોમ્ટે–રૉબર્ટ, ફ્રાન્સ) : જમીનના બૅક્ટિરિયા દ્વારા નત્રિલીકરણ અને નાઇટ્રોજન-ફિક્સિંગની દેહધાર્મિક પ્રક્રિયા અંગેનું સંશોધન કરી જીવવિજ્ઞાનમાં બૅક્ટિરિયૉલોજીનું મહત્વ બતાવનાર રશિયન વિજ્ઞાની. વિનોગ્રાડસ્કીએ 1881માં સેન્ટ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી, 1885માં સ્ટ્રાસબર્ગ – જર્મની ગયા. સલ્ફર બૅક્ટિરિયા હાઇડ્રોજન સલ્ફાઇડનું…
વધુ વાંચો >વિનોદ અને વિનોદવૃત્તિ (humour and sense of humour)
વિનોદ અને વિનોદવૃત્તિ (humour and sense of humour) : હસવું અને હસતા રહેવાની પ્રકૃતિ. હસવું-હાસ્ય એ કેવળ માનવી માટે જ શક્ય છે. સામાન્યત: માનવેતર પ્રાણીઓમાં હસવાની વૃત્તિ અને હાસ્ય-વિનોદ માણવાની શક્તિ હોતી નથી. હસવું – વિનોદ એ માણસજાત માટે કેટલી મોટી અને મૂલ્યવાન ભેટ છે. એ અનેક તત્વજ્ઞો, ચિંતકો, સાહિત્યકારોનાં…
વધુ વાંચો >વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી)
વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી) : વીરાસ્વામી રેડ્ડિયાર દ્વારા રચાયેલ ઓગણીસમી સદીની પ્રથમ તમિળ ગદ્ય-કૃતિ. આ કૃતિએ તમિળમાં નવલકથા-સાહિત્ય અને અન્ય લખાણોની શૈલી સ્થાપિત કરી અને તે અગ્રેસર બની. એક સદી પહેલાં ઇટાલિયન મિશનરી વીરામા મુનિવર દ્વારા ‘અવિવેક પરમાર્થ ગુરુ કતૈ’ નામક તમિળ ગદ્ય-કૃતિ રચવામાં આવી હતી. ત્યારબાદ વીરાસ્વામી રેડ્ડિયારના સમયમાં…
વધુ વાંચો >વિન્કલ્માન, જોઆકીમ
વિન્કલ્માન, જોઆકીમ (Wincklemann, Joachim) (જ. 9 ડિસેમ્બર, સ્ટેન્ડાલ, પ્રુશિયા; અ. 8 જૂન 1768, ત્રિયેસ્તે, ઇટાલી) : પ્રાચીન ગ્રીક કલાની હિમાયત કરનાર જર્મન પુરાતત્વવેત્તા અને કલા-ઇતિહાસકાર. તેમના પ્રભાવ હેઠળ યુરોપ અને અમેરિકામાં ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય અને ફિલસૂફીનાં ક્ષેત્રોમાં નવપ્રશિષ્ટવાદનો જન્મ થયો. તેમના પિતા મોચી હતા. અભ્યાસકાળ દરમિયાન હોમરના અનુવાદ વાંચ્યા…
વધુ વાંચો >વિન્ટરનિત્ઝ, એમ.
વિન્ટરનિત્ઝ, એમ. (જ. 1863, હૉર્ન, ઑસ્ટ્રિયા; અ. 1934) : ભારતીય સાહિત્ય તથા સંસ્કૃતિના ઑસ્ટ્રિયાના વિદ્વાન. વિયેના ખાતે પ્રશિષ્ટ ભાષાવિજ્ઞાન તથા તત્વવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમના પ્રાધ્યાપકોએ તેમને ભારતીય સાહિત્યનો પરિચય કરાવ્યો. ‘ઍન્શન્ટ ઇન્ડિયન મૅરિજ રિચ્યુઅલ એકૉર્ડિંગ ટૂ અપસ્તંભ, કમ્પેર્ડ વિથ ધ મૅરિજ કસ્ટમ્સ ઑવ્ ધી ઇન્ડો-યુરોપિયન પીપલ’ – એ તેમના પીએચ.ડી.ના…
વધુ વાંચો >વિન્ડરમિયર (સરોવર)
વિન્ડરમિયર (સરોવર) (Windermere) : ઇંગ્લૅન્ડમાં આવેલું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 2° 53´ પ. રે.. તે વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં વિપુલ જળરાશિ ધરાવે છે. વિન્ડરમિયરનાં તેમજ તેની આજુબાજુનાં રમણીય કુદરતી દૃશ્યોએ વિલિયમ વર્ડ્ઝવર્થ રૉબટ સધે અને સૅમ્યુઅલ કૉલરિજ જેવા ખ્યાતનામ અંગ્રેજ કવિઓને લખવાની પ્રેરણા…
વધુ વાંચો >વિપાશા (બિયાસ)
વિપાશા (બિયાસ) : પંજાબમાં આવેલી એક નદી. પંજાબમાં સિંધુ નદીને તટે પૂર્વ તરફ વિતસ્તા (જેલમ), અસિકની (ચિનાબ), પરુષ્ણી (રાવી), વિપાશા (બિયાસ) અને શુતુદ્રી (સતલજ) નદીઓ આવેલી છે. આ નદી કુલ્લુર પર્વતમાળામાંથી ઉદ્ભવી કાંગડા જિલ્લાના પૂર્વ સીમાવર્તી સંઘોલનગર પાસેના પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે. અહીંથી મીરથલઘાટ પાસે તે સમતલ ક્ષેત્રમાં વહે…
વધુ વાંચો >વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી]
વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી] : આસામી સાહિત્યના પૂર્વ વૈષ્ણવી કાળના ખ્યાતનામ કવિઓ પૈકીના એક. પ્રાચીન રાજ્ય કામતાપુરના રાજા દુર્લભનારાયણના આશ્રિત. કવિઓ અને પંડિતોના ભારે ચાહક અને આસામીમાં લખવા તેમને પ્રેરનાર રાજા વિશે તેમણે સ્વસ્તિવાચન કાવ્યકૃતિ રચીને તેના પ્રત્યે ઋણભાવથી પ્રશંસા કરી છે. તે રાજાના રાજ્યકાળ દરમિયાન તેમણે બે કૃતિઓ રચી…
વધુ વાંચો >વિબંધન (Estoppel)
વિબંધન (Estoppel) : ધારાકીય જોગવાઈ અને અદાલતી ચુકાદાઓમાંથી પેદા થયેલું બંધન. ભૂતકાળમાં કોઈ પણ પક્ષકારે ન્યાયાલયમાં ગેરરજૂઆત કરી હોય તો તે પાછળથી સાચી પરિસ્થિતિની રજૂઆત કરીને તેમાંથી નિષ્પન્ન થતા લાભને મેળવી શકતો નથી. આ પ્રમાણે ગેરરજૂઆત કરનાર પક્ષકાર ઉપર ભવિષ્યમાં લાભ મેળવવા વિરુદ્ધ જે બંધન મૂકવામાં આવ્યું છે તેને વિબંધન…
વધુ વાંચો >વિબ્રિયો
વિબ્રિયો : બૅક્ટેરિયા સમૂહના જીવાણુઓની પ્રજાતિ, જેમાં વિબ્રિયો કૉલેરી એ કૉલેરાનો રોગ પેદા કરનાર જીવાણુ છે. તેની પ્રથમ શોધ જલજ વાતાવરણમાંથી પાસીની નામના વિજ્ઞાનીએ 1854માં કરી. આ અલ્પવિરામ આકારના જીવાણુઓ કશા(flagella)ની મદદથી કંપન (vibrate) કરતા હોવાથી તેને ‘વિબ્રિયો કૉમા’ (Vibrio comma) એવું નામ આપતી વેળાએ કોઈને તેમની કોગળિયું (cholera) જેવી…
વધુ વાંચો >વિભવ કૂપ (potential well)
વિભવ કૂપ (potential well) : વિદ્યુતના બળક્ષેત્રનો એવો વિસ્તાર જ્યાં વિભવ એકદમ (એકાએક) ઘટી જાય છે અને જેની બીજી બાજુએ વિભવ વધારે હોય. સંરક્ષિત બળક્ષેત્રમાં પદાર્થ માટે એવો વિસ્તાર જ્યાં તેની આજુબાજુ (પરિસર)ના વિસ્તાર કરતાં પદાર્થની સ્થિતિજ ઊર્જા ઓછી હોય. ચોરસ કૂપ વિભવ (square well potential, SWP) વિભવકૂપનું સ્પષ્ટ ઉદાહરણ…
વધુ વાંચો >વિભંજન (cracking)
વિભંજન (cracking) : ઉષ્મા વડે ઉચ્ચ અણુભારવાળાં રાસાયણિક સંયોજનો(ખાસ કરીને હાઇડ્રોકાર્બનો)નું વિઘટન કરી ઓછા અણુભારવાળાં સંયોજનો મેળવવાની પ્રવિધિ. સંયોજનોમાંના રાસાયણિક આબંધો(બંધનો, bonds)ને તોડી હાઇડ્રોકાર્બનોના અણુભાર ઘટાડવા માટે પેટ્રોલિયમ ઉદ્યોગમાં તે વધુ ઉપયોગમાં લેવાય છે. ગૅસોલીન માટેના શાખાન્વિત (branched) હાઇડ્રોકાર્બનો તથા ઇથીન અને અન્ય આલ્કીનો(alkenes)ના સ્રોતરૂપ હોવાથી તે એક અગત્યની પ્રવિધિ…
વધુ વાંચો >વિભંજન (ભૂસ્તરવિજ્ઞાન)
વિભંજન (ભૂસ્તરવિજ્ઞાન) : જુઓ વિઘટન-વિભંજન.
વધુ વાંચો >વિભાકર, નૃસિંહ
વિભાકર, નૃસિંહ (જ. 25 ફેબ્રુઆરી 1888, જૂનાગઢ; અ. 28 મે 1925) : ગુજરાતી સાહિત્યના જાણીતા નાટ્યકાર. આખું નામ વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ. બી.એ. 1908માં, મુંબઈ યુનિવર્સિટીમાંથી 1910માં એલએલ.બી.; ત્યારબાદ 1911માં ઇંગ્લૅન્ડ જઈ 1913માં બૅરિસ્ટર થયા. પછી પાછા આવી સિડેન્હામ કૉલેજ મુંબઈમાં અધ્યાપનનું કામ કર્યું. ત્યારબાદ વકીલાત શરૂ કરી. નૃસિંહ વિભાકરનું વ્યક્તિત્વ…
વધુ વાંચો >વિભાગીય અક્ષ
વિભાગીય અક્ષ : જુઓ સ્ફટિકવિદ્યા.
વધુ વાંચો >વિભાગીય નિસ્યંદન (fractional distillation)
વિભાગીય નિસ્યંદન (fractional distillation) : બે અથવા તેથી વધુ બાષ્પશીલ પ્રવાહીના મિશ્રણમાંથી ઘટકોને તેમના ઉત્કલનબિંદુના આધારે પરિશોધન (rectification) દ્વારા લગભગ શુદ્ધ સ્થિતિમાં છૂટાં પાડવાની નિસ્યંદનની પ્રવિધિ. કોઈ પણ પ્રવાહીને ગરમ કરવામાં આવે ત્યારે તેની બાષ્પ ઉત્પન્ન થાય છે, જેના લીધે પ્રવાહી બાષ્પદબાણ (vapour pressure) ધરાવે છે. બાષ્પદબાણ વાતાવરણના દબાણ જેટલું…
વધુ વાંચો >