ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

અણુકક્ષકો

Jan 6, 1989

અણુકક્ષકો (molecular orbitals) : પરમાણુકક્ષકોના સંયોજનથી બનતી કક્ષકો. બે કે વધુ પરમાણુઓ સંયોજિત થતાં અણુ બને છે. પરમાણુઓના ઇલેક્ટ્રૉનની શક્યતા દર્શાવતા ક્ષેત્રને પરમાણુકક્ષક કહે છે. પરમાણુકક્ષકના સંયોજનથી અણુકક્ષકો બને છે. પરમાણુકક્ષકો એક કેન્દ્રની આસપાસ અવકાશમાં ફેલાયેલી હોય છે અને તેને વર્ણવવા ગણિતીય તરંગવિધેય (mathematical wavefunction) હોય છે. અણુકક્ષક બહુકેન્દ્રીય હોય…

વધુ વાંચો >

અણુકદ

Jan 6, 1989

અણુકદ (molar volume) : એક ગ્રામ અણુભાર (એક મોલ) પદાર્થે ઘન, પ્રવાહી કે વાયુરૂપમાં રોકેલું કદ. અણુભાર તથા વિશિષ્ટ કદના ગુણાકાર અથવા અણુભારને વિશિષ્ટ ઘનતા વડે ભાગતાં મળતા આંકડાને અણુકદ કહે છે. ઘણી વાર એક મોલ આદર્શ વાયુએ  0°સે. અને 1 વાતાવરણના દબાણે રોકેલ કદ માટે પણ ‘અણુકદ’ શબ્દ વપરાય…

વધુ વાંચો >

અણુચાળણી

Jan 6, 1989

અણુચાળણી (molecular sieves) : વિશિષ્ટ પ્રકારની અણુરચના ધરાવતા, અતિસૂક્ષ્મ છિદ્રાળુ (ultraporous) (d = 5 – 10 Å) અને વિવિધ અણુઓ પ્રત્યે ચાળણી તરીકે વર્તતાં ઝિયોલાઇટ પ્રકારનાં સ્ફટિકમય ઍલ્યુમિનોસિલિકેટ સંયોજનો. તેમનું સામાન્ય સૂત્ર  છે જ્યાં M ધાતુનો આયન અને n તેની સંયોજકતા છે. કુદરતમાં મળી આવતાં ઝિયોલાઇટ જેવાં કે ચેબેઝાઇટ [(Ca,Na2)Al2Si4O12,6H2O)], મેલિનાઇટ…

વધુ વાંચો >

અણુજીવવિજ્ઞાન (molecular biology)

Jan 6, 1989

અણુજીવવિજ્ઞાન (molecular biology) : આણ્વિક કક્ષાએ સજીવોના બંધારણાત્મક ઘટકો અને જૈવી ક્રિયાઓનો ખ્યાલ આપતું વિજ્ઞાન. સજીવોના શરીરમાં ડી.એન.એ(DNA)ના અણુઓ, ઉત્સેચકો અને કેટલાંક અન્ય જૈવિક રસાયણો તેમજ પર્યાવરણિક બળોને અધીન, કોષમાં સુમેળથી થતી પ્રક્રિયાઓને લીધે કોષની ક્ષમતા જળવાય છે. તેથી આણ્વિક કક્ષાએ થતી સજીવોની મૂલગત પ્રક્રિયાઓની માહિતી મેળવવા તરફ ભૌતિક અને…

વધુ વાંચો >

અણુઘૂર્ણન

Jan 6, 1989

અણુઘૂર્ણન (molecular rotation) : પ્રકાશક્રિયાશીલ પદાર્થના વિશિષ્ટ ઘૂર્ણન ને તેના અણુભારથી ગુણતાં મળતી સંખ્યા. અહીં અણુઘૂર્ણન અને MW અણુભાર છે. અણુઘૂર્ણનની આ રીતે મેળવેલી કિંમત ઘણી ઊંચી હોવાથી સમીકરણની જમણી બાજુને 1૦૦ વડે ભાગીને આ કિંમત દર્શાવવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશના તલને એક અથવા બીજી દિશામાં ફેરવવાના ગુણધર્મને પ્રકાશક્રિયાશીલતા કહેવામાં…

વધુ વાંચો >

અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement)

Jan 7, 1989

અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement) : અણુમાંના પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું સહસંયોજકતાબંધ સહિત સ્થળાંતર (migration) થતું હોય તેવી પ્રક્રિયા. અણુસૂત્રમાં ફેરફાર ન થાય તેવી રીતના પુનર્વિન્યાસમાં સમઘટકો (isomers) ઉત્પન્ન થતા હોવાથી તે સમઘટકીકરણ (isomerisation) તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે પુનર્વિન્યાસ વિસ્થાપન (substitution), યોગશીલ (addition) અને વિલોપન (elimination) પ્રક્રિયાના અનુસંધાનમાં થાય છે.…

વધુ વાંચો >

અણુભાર (Molecular weight)

Jan 7, 1989

અણુભાર (Molecular weight) ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) પ્રમાણે કાર્બનના સમસ્થાનિક(isotope)(C-12)ના વજનના બારમા ભાગ કરતાં કોઈ પણ પદાર્થનો અણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતો આંક. એક મોલ (Mole) (6.02 × 1023 અણુ) પદાર્થના વજનને ગ્રામ અણુભાર (ગ્રામ મોલ) કહે છે. કોઈ પણ પદાર્થના અણુસૂત્રમાં રહેલાં તત્વોના…

વધુ વાંચો >

અણુવક્રીભવન (molar refraction)

Jan 7, 1989

અણુવક્રીભવન (molar refraction) : નીચેના સમીકરણ વડે વ્યાખ્યાયિત અને અણુસંરચના ઉપર આધારિત ભૌતિક રાશિ. RM =  અણુવક્રીભવન,  = પદાર્થનો વક્રીભવનાંક, M = પદાર્થનો અણુભાર, અને ρ = પદાર્થની ઘનતા છે. RM પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ છે અને તેનાં પરિમાણ (dimensions), કદનાં છે. અણુવક્રીભવનનો અર્થ, પદાર્થના એક મોલમાં રહેલ અણુઓનું ખરેખર કદ,…

વધુ વાંચો >

અણુવય-રયણ-પઇવ (1256)

Jan 7, 1989

અણુવય-રયણ-પઇવ (1256) (સં. અણુવ્રત–રત્ન–પ્રદીપ) : કોઈ જાયસવંશીય કવિ લક્ષ્મણકૃત અપભ્રંશ ભાષાની કાવ્યકૃતિ. કવિ યમુનાતટ પર સ્થિત કોઈ ‘રાયવડ્ડિય’ (રાયવાડી) નામક નગરીનો નિવાસી હતો. તેના પિતાનું નામ સાહુલ અને માતાનું નામ જઈતા હતું. યમુનાતટ પરની જ ચંદવાડ નામે નગરીના ચૌહાણવંશી રાજા આહવમલ્લનો મંત્રી કણ્હ (કૃષ્ણ) કવિનો આશ્રયદાતા અને પ્રેરણાદાતા હતો. પ્રસ્તુત…

વધુ વાંચો >

અણુશક્તિ અને વિનાશકતા

Jan 7, 1989

 અણુશક્તિ અને વિનાશકતા :  જુઓ ન્યૂક્લિયર શિયાળો

વધુ વાંચો >