ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અન્નસહાય
અન્નસહાય આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયનું એક સ્વરૂપ. અન્નસહાય આપવા પાછળ અનેક હેતુઓ હોવા છતાં આકસ્મિક સંજોગોને લીધે ભૂખમરાનો સામનો કરનાર દેશોની પ્રજાને અન્ન પૂરું પાડવું એ તેનો પ્રાથમિક હેતુ રહેલો છે. નવેમ્બર 1953માં ભરાયેલી અન્ન અને કૃષિ સંસ્થા(F.A.O.)ની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદમાં અન્નસહાયની આંતરરાષ્ટ્રીય સપાટી પર પહેલવહેલી ચર્ચા થઈ, જેમાં ઉત્તર અમેરિકામાં…
વધુ વાંચો >અન્ના અખ્માતોવા
અન્ના અખ્માતોવા (જ. 23 જુન 1889, ઓડિસા, યુક્રેન; અ. 5 માર્ચ 1966, મોસ્કો, રશિયા) : રશિયાની પ્રમુખ કવયિત્રી. રશિયન ઊર્મિકવિતાના અભિનવ સ્વરૂપનું ઘડતર કરી તેની સબળ પરિપાટી ર્દઢ કરી આપનાર તરીકે તે અનન્ય પ્રતિષ્ઠા પામ્યાં છે. તેમના પતિ ગ્યૂમિલોફ વિખ્યાત કવિ હતા. તેમની પાસેથી અખ્માતોવાએ કાવ્યશિક્ષણના પાઠ લીધા હતા. અન્ના…
વધુ વાંચો >અન્નાદુરાઈ સી. એન.
અન્નાદુરાઈ, સી. એન. (જ. 15 સપ્ટે. 1909, હાલનું કાન્ચીપુરમ, તામિલનાડુ; અ. 3 ફેબ્રુ. 1969, ચેન્નાઈ, તામિલનાડુ) : તામિલનાડુના અગ્રણી રાજકીય નેતા. કાંચીપુરમમાં વણકર કુટુંબમાં જન્મેલા કાંજીવરમ્ નટરાજન અન્નાદુરાઈ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે 1934માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા હતા. એક વર્ષ એક શાળામાં શિક્ષક રહ્યા બાદ પત્રકારત્વ અને રાજકારણમાં પ્રવેશ્યા. અન્ના…
વધુ વાંચો >અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ
અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ : તમિળનાડુનો મુખ્ય પ્રાદેશિક રાજકીય પક્ષ. દક્ષિણ ઉપર ઉત્તરના પ્રભાવ તથા પછાતો ઉપર બ્રાહ્મણોના પ્રભાવ સામે વિરોધ દર્શાવવા માટે આ પક્ષ સ્થપાયો હતો. મૂળ તો રામસ્વામી નાઇકરે 1925માં ‘સ્વયં મર્યાદા ઇળક્કમ્’ (આત્મગૌરવ સંઘ) સ્થાપ્યો હતો. ત્યારબાદ 1944માં નાઇકરે જસ્ટિસ પક્ષ સાથે મળીને દ્રવિડ કઝગમ (સમવાય) પક્ષની…
વધુ વાંચો >અન્નાન કૉફી
અન્નાન, કૉફી (જ. 8 એપ્રિલ 1938, કુમાસી, ઘાના; અ. 18 ઑગસ્ટ 2018, બેર્ન, સ્વીટ્ઝર્લેન્ડ) : રાષ્ટ્રસંઘના મહામંત્રી અને બુટ્રોસ ઘાલીના ઉત્તરાધિકારી. 1997માં ઘાલીનો પ્રથમ કાર્યકાળ પૂરો થતાં બીજા કાર્યકાળ પ્રત્યે અમેરિકાએ નિષેધાત્મક સત્તા (veto) વાપરી, જેના પરિણામ રૂપે નવા મહામંત્રી તરીકે કૉફી અન્નાનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઘાનાના મૂળ…
વધુ વાંચો >અન્નામનો ઉચ્ચપ્રદેશ
અન્નામનો ઉચ્ચપ્રદેશ : અગ્નિ એશિયા ભૂખંડના પૂર્વકાંઠે ગુજરાતી ‘ડ’ અક્ષરના આકારે આવેલો વિયેટનામ દેશ. વિયેટનામનો ઉત્તરનો મેદાની પ્રદેશ બેક-બૉ, મધ્યનો ઉચ્ચપ્રદેશ ટ્રુંગ-બૉ અને છેક દક્ષિણનો મેદાની પ્રદેશ નામ-બૉ કહેવાય છે. પરંતુ તેનાં ફ્રેન્ચ ભાષાનાં પ્રાચીન નામો અનુક્રમે ટોંકિન, અન્નામ અને કોચીનચીન પ્રચલિત છે. ટોંકિનના લાલ નદીના મુખત્રિકોણના મેદાની પ્રદેશ અને…
વધુ વાંચો >અન્શાન
અન્શાન : ચીનની ઉત્તરે પીળા સમુદ્રના કિનારે આવેલું ઔદ્યોગિક શહેર. લાયાઓનિંગના ચાંગમા–ઈશાનની તળેટીમાં આવેલું આ શહેર ચીનનું સૌથી મોટું લોખંડ-ઉદ્યોગનું કેન્દ્ર છે. મંચુરિયાના ઔદ્યોગિક પ્રદેશમાં આવેલું હોવાથી ખનિજસંપત્તિ અને સંચાલનશક્તિ પરત્વે સરકારની પ્રોત્સાહક નીતિને કારણે તે વિશાળ ઔદ્યોગિક સંકુલ બનેલ છે. ખાસ કરીને અન્શાનના આ ઔદ્યોગિક પ્રદેશની ગણના વિશ્વના સૌથી…
વધુ વાંચો >અન્સાર
અન્સાર : હિજરત (ઈ. સ. 622) પછી હઝરત મુહમ્મદ સાહેબ અને મક્કાથી આવનારા મુસ્લિમ નિરાશ્રિતોને સહાય કરનારા મદીનાના મુસ્લિમો. પવિત્ર કુરાનમાં અન્સાર (સહાયક) અને મુહાજિર-(નિરાશ્રિત)નો ઉલ્લેખ છે અને લોકોને સહાયવૃત્તિ દાખવીને અન્સારોનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મદીનામાં અન્સાર અને મુહાજિર એમ મુસ્લિમોના બે વર્ગ હતા. પયગંબર સાહેબે તેમનામાં…
વધુ વાંચો >અન્સારી, અસલૂબ એહમદ
અન્સારી, અસલૂબ એહમદ (જ. 1925, દિલ્હી; અ. 2 મે 2016, અલીગઢ) : ઉર્દૂના નામી વિવેચક. તેમનો ‘ઇકબાલ કી તેરહ નઝમે’ નામના વિવેચનગ્રંથને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એમ.એ.ની બંને પરીક્ષામાં સૌપ્રથમ ક્રમે રહ્યા હતા. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ઑનર સ્કૂલ ઑવ્ ઇંગ્લિશ…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >