ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અનુરૂપતા સામાજિક

અનુરૂપતા, સામાજિક (social conformity) : સામાજિક ધારાધોરણોને માન આપીને વર્તવું તે. સમાજના સભ્ય તરીકે આપણે સૌ એકબીજાં સાથે આંતરક્રિયા કરતાં હોઈએ છીએ. આ આંતરક્રિયાને લીધે સમાજમાં વર્તનનાં ચોક્કસ ધારાધોરણો વિકસ્યાં હોય છે. આ ધારાધોરણોને માન આપીને વ્યક્તિ વર્તે તેને અનુરૂપતા કહેવામાં આવે છે. અનુરૂપતાને કારણે વ્યક્તિ અને જૂથ વચ્ચે સામંજસ્ય…

વધુ વાંચો >

અનુરોપસંવર્ધન

અનુરોપસંવર્ધન (seed-culture) : શુદ્ધ, સક્રિય અને લાંબા સમય સુધી સ્થિર રહી શકે તેવા સૂક્ષ્મજીવોની નિયત સંખ્યા ધરાવતું સંવર્ધન. આથવણ-ઉદ્યોગોમાં અંત્ય નીપજનું ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. સંવર્ધનને પ્રથમ 500 મિલી. જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં અને ત્યારબાદ પાંચ લીટર જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં ઉછેરી અનુરોપન ટાંકીમાં લઈ જવામાં…

વધુ વાંચો >

અનુલંબ તરંગો

અનુલંબ તરંગો (longitudinal waves) : તરંગોના માધ્યમના કણોનાં દોલનો અથવા કોઈ સદિશ રાશિના તરંગના પ્રસરણની દિશાને સમાંતર દોલનો હોય તેવા તરંગો. આવા તરંગો સંગત તરંગો તરીકે પણ ઓળખાય છે. ધ્વનિના તરંગો અનુલંબ તરંગોનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. તરંગોનો બીજો પ્રકાર લંબગત (transverse) તરંગો તરીકે ઓળખાય છે. તેમાં થતાં દોલનો તરંગના…

વધુ વાંચો >

અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ

અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ (consequent streams and drainage) : ભૂમિના ઢાળને અનુસરીને વહેતાં ઝરણાં. કેટલાંક ઝરણાં (કે નદીઓ) જે વિસ્તારમાં થઈને વહે છે તે ત્યાંની ભૂમિસપાટીના ઊંચાણ-નીચાણને અનુસરે છે અને પોતાની જળપરિવાહ રચના તૈયાર કરે છે. આવાં ઝરણાંને અનુવર્તી ઝરણાં અને જળપરિવાહને અનુવર્તી જળપરિવાહ કહે છે. આ પ્રકારનાં ઝરણાં મૂળ…

વધુ વાંચો >

અનુવંશ અને પર્યાવરણ

અનુવંશ અને પર્યાવરણ : મનુષ્યનાં વ્યક્તિત્વ અને વર્તનનાં નિર્ણાયક પરિબળો. મનુષ્યના વર્તનનાં નિર્માણકર્તા પરિબળો તરીકે તેનાં માબાપ તથા પૂર્વજો પાસેથી મળેલાં આનુવંશિક તત્વો અને પર્યાવરણને ગણવામાં આવે છે. મેન્ડેલના વનસ્પતિ પરના પ્રયોગો દ્વારા આનુવંશિકતાના જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નિયમો મનુષ્યને પણ લાગુ પડે છે. પરંતુ મનુષ્યનું વર્તન…

વધુ વાંચો >

અનુવાદ (પૂર્વમીમાંસા)

અનુવાદ (પૂર્વમીમાંસા) : અન્ય પ્રમાણ વડે સિદ્ધ થયેલી બાબતનું કથન. પૂર્વમીમાંસા અનુસાર વેદના પાંચ વિભાગો પાડેલા છે : (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ. અર્થવાદમાં નિરૂપિત વિષયવસ્તુને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડેલા છે : (1) ગુણાનુવાદ, (2) અનુવાદ અને (3) ભૂતાર્થવાદ. ગૌતમીય ન્યાયદર્શનની વૃત્તિમાં અનુવાદના…

વધુ વાંચો >

અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ

અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ ભાષાસાહિત્યમાં અનુવાદ એટલે ‘મૂળની પાછળ પાછળ, મૂળને અનુસરીને બોલવું તે.’ (ઉમાશંકર જોશી) ‘ભાષાંતર’ શબ્દ ‘અનુવાદ’ના પર્યાય તરીકે પ્રયોજાય છે, પરંતુ ‘ભાષાંતર’ શબ્દ, ઉમાશંકર જોશી કહે છે તેમ, કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. દરેક અનુવાદ ભાષાંતર તો હોય જ, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ…

વધુ વાંચો >

અનુવૃત્તિ (વ્યાકરણ)

અનુવૃત્તિ (વ્યાકરણ) : અનુવર્તન, અનુસરણ. સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોમાં એક કે તેથી વધારે પદોની પુનરાવૃત્તિ કરવી એ દોષ મનાય છે. તેવું પુનરાવર્તન કરવું ન પડે અને સાથોસાથ સૂત્રની સંક્ષિપ્તતા (સ્વલ્પાક્ષરતા) સાધી શકાય તે હેતુથી આ યુક્તિનો આશ્રય લેવામાં આવે છે. ખાસ કરીને, પાણિનીય વ્યાકરણનાં સૂત્રોમાં આગલા સૂત્રમાં આવતું પદ તે પછીનાં…

વધુ વાંચો >

અનુશાસન

અનુશાસન : અનુશાસન એટલે ઉપદેશ, આજ્ઞા, અનુકૂલન, આદેશ, માર્ગદર્શન. વૈદિક સાહિત્યમાં આ શબ્દ એવા અર્થોમાં પ્રયુક્ત થયેલો છે. ધર્મનિરૂપણ કે ધર્મોપદેશ એવો પણ તેનો અર્થ છે. भावे ल्युद् પ્રત્યયાન્ત અનુશાસન શબ્દના યથાર્થ જ્ઞાપન, નિરૂપણ, કર્તવ્યોપદેશ એવા અર્થો છે. करणे ल्युद् પ્રત્યયાન્ત તે શબ્દનો અર્થ શાસ્ત્રોપદેશ એમ થાય છે. શબ્દાનુશાસન એટલે…

વધુ વાંચો >

અનુશીલન સમિતિ

અનુશીલન સમિતિ : બ્રિટિશ હકૂમતની સામે વિદ્રોહ જગાડનારી ભારતની એક ક્રાંતિકારી સંસ્થા. ઓગણીસમી સદીના અંતભાગમાં, તથા વીસમી સદીની શરૂઆતમાં, ભારતમાં બ્રિટિશ સરકાર સામેના રાષ્ટ્રીય આંદોલનમાં એક બાજુએ કૉંગ્રેસની નેતાગીરી નીચે શાંત, વિનીત અને અહિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, ત્યારે બીજી બાજુએ ભારતના જુદા જુદા ભાગોમાં ગોપનીય રીતે ક્રાંતિકારી સંસ્થાઓ દ્વારા,…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >