૧.૨૨
અવક્ષેપનથી અશોકના અભિલેખ
અવક્ષેપન
અવક્ષેપન (precipitation) : દ્રાવણોને ભેગાં કરીને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી ઘન પદાર્થ છૂટો પાડવાની (precipitate) અથવા અતિસંતૃપ્ત (super-saturated) દ્રાવણમાંથી વધારાનું દ્રાવ્ય, સ્ફટિક રૂપે છૂટું પાડવાની ક્રિયા (precipitation by crystallisation). સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લૉરાઇડનાં જલીય દ્રાવણોને મિશ્ર કરતાં સિલ્વર નાઇટ્રેટના Ag+ અને સોડિયમ ક્લૉરાઇડના Cl– આયનો વચ્ચેની પ્રક્રિયાથી પાણીમાં અદ્રાવ્ય…
વધુ વાંચો >અવક્ષેપન અનુમાપનો
અવક્ષેપન અનુમાપનો (precipitation titrations) : રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતા અવક્ષેપ ઉપર આધારિત અનુમાપનો. રાસાયણિક પૃથક્કરણની અનુમાપન પદ્ધતિમાં સૌપ્રથમ અવક્ષેપન અનુમાપન ગેલ્યુસેક શોધ્યું હતું. હેલાઇડ – સિલ્વર નાઇટ્રેટ, મર્ક્યુરી – થાયોસાયનેટ, ક્રોમેટ/સલ્ફેટ – બેરિયમ/લેડ, અને ઝિંક-પોટૅશિયમ ફેરોસાઇનાઇડ વગેરે અવક્ષેપન-પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવાયેલી છે. આ ઉપરાંત સિલ્વર સાઇનાઇડ દ્વારા કરાતું સંકીર્ણમિતીય (complexometric) અનુમાપન…
વધુ વાંચો >અવચ્છેદન
અવચ્છેદન : પ્રતિયોગીપણાનો નિશ્ચય કરવાની ક્રિયા. અવચ્છેદ એટલે પ્રતિયોગી અથવા વિરોધી, જેનું અસ્તિત્વ તેના વિરોધી વિના સંભવે નહિ. ઘટાભાવ એ ઘટનું પ્રતિયોગી છે. ઘટ ન હોય તો ઘટાભાવ સમજાય નહિ. અવચ્છેદનો બીજા અર્થ છે વ્યાપ્તિ, નિયમપૂર્વકનું સાહચર્ય; જેમ કે, ‘જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય.’ એ પ્રમાણે ધુમાડો…
વધુ વાંચો >અવતલન
અવતલન (subsidence) : ભૂપૃષ્ઠની નાના કે મોટા પ્રદેશના પેટાળમાં ગરક થઈ જવાની, બેસી જવાની કે દબી જવાની ક્રિયા. આ માટેનાં કારણોમાં મુખ્યત્વે તો ભૂસંચલનક્રિયાને જવાબદાર લેખી શકાય અને એ સંદર્ભમાં જોતાં અવતલનને એક એવા પ્રકારનું ભૂસંચલન ગણાવી શકાય, જેમાં બેસી જતા ભાગની એક પણ બાજુ મુક્ત હોતી નથી. ભૂપૃષ્ઠનો ખડકજથ્થો…
વધુ વાંચો >અવતાર અને અવતારવાદ
અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…
વધુ વાંચો >અવધ રાજ્ય
અવધ રાજ્ય : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અવસાન (1707) બાદ સામ્રાજ્યના થયેલ વિઘટનને પરિણામે અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર રાજ્ય. તેમાં હાલના ઉત્તર પ્રદેશના ઘણા ભાગોનો સમાવેશ થયો હતો. તેની સ્થાપના મુઘલ પાદશાહ મુહમ્મદશાહના અમીર સાદતખાને કરી હતી (1722). સાદતખાનના મૃત્યુ (1739) પછી અવધના નવાબ બનનાર સાદતખાનના જમાઈ સફરદજંગે અવધને સમૃદ્ધ રાજ્ય બનાવ્યું.…
વધુ વાંચો >અવધાન કાવ્ય
અવધાન કાવ્ય : અવધાનશક્તિથી રચાતા તેલુગુ કાવ્યનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં કવિની ચમત્કારિક ધારણાની શક્તિની પરીક્ષા થાય છે. એકીસાથે અનેક વસ્તુઓની સ્મૃતિ સજીવ રાખીને કવિતામાં વિવિધ વિષયો શીઘ્ર ગૂંથી આપે તે અવધાન કાવ્ય. ‘અષ્ટાવધાન’ તથા ‘શતાવધાન’ એમ તેના બે પ્રકાર છે. ‘સહસ્રાવધાન’ અત્યંત વિરલ હોય છે. અષ્ટાવધાન કરનારી વ્યક્તિની ચારેય…
વધુ વાંચો >અવધાનવિદ્યા
અવધાનવિદ્યા : ધ્યાન અને એકાગ્રતા વિશેની પ્રાચીન ભારતમાં ઉદભવેલી અઘરી વિદ્યા. મનુષ્યનું મન કે સ્મૃતિ એવાં છે કે મનુષ્ય એક જ ક્ષણે એક જ વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઘણું કરીને તે એક વસ્તુ યાદ કરે તે જ ક્ષણે તેની સાથે બીજી વસ્તુ યાદ કરી શકતો નથી,…
વધુ વાંચો >અવધૂત સંપ્રદાય
અવધૂત સંપ્રદાય : પ્રાચીન ભારતમાં વેદકાળથી જાણીતો સંપ્રદાય. અવધૂત સંપ્રદાય ઉપનિષદોમાંથી નીકળેલો છે. તેનું બીજું નામ અતીત સંપ્રદાય છે. તેનો અનુયાયી સંસારને પેલે પાર જતો રહ્યો હોવાથી અતીત અને નાતજાતનાં બંધનોને અને શાસ્ત્રના વિધિનિષેધોને દૂર કર્યાં હોવાથી અવધૂત કહેવાય છે. અવધૂતનું વર્ણન છેક ‘હંસોપનિષદ’, ‘અવધૂતોપનિષદ’ અને ‘પરમહંસોપનિષદ’ વગેરેમાં મળે છે.…
વધુ વાંચો >અવધૂતસ્વામી નારાયણાનંદ
અવધૂતસ્વામી નારાયણાનંદ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા લેખક. એમની ‘રુદ્રસુધાનિધિ’ મધ્યકાલીન ઊડિયા સાહિત્યની એક અત્યંત પ્રસિદ્ધ રચના છે. એમને વિશે નિશ્ચિત માહિતી મળતી નથી, પણ અનેક વિદ્વાનો એટલું તારવી શક્યા છે કે એ પરિવ્રાજક યોગી હતા. એમણે એમની તપશ્ર્ચર્યાથી શિવ-પાર્વતીને રીઝવ્યાં હતાં અને વરદાન પણ મેળવ્યું હતું. એમને વેદ, શાસ્ત્ર,…
વધુ વાંચો >અવશિષ્ટ નિક્ષેપો
અવશિષ્ટ નિક્ષેપો (residual deposits-rocks) : વિભંજન અને વિઘટન જેવી ભૌતિક-રાસાયણિક ખવાણની સતત અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો અને ખનિજ જથ્થાઓમાંનાં ઘટકદ્રવ્યો નરમ પડીને ક્રમે ક્રમે એકબીજાંથી મુક્ત થતાં જાય છે. આ પૈકીનાં આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખનિજદ્રવ્યો દ્રાવણ સ્વરૂપે પાણીના પરિબળ દ્વારા અને સૂક્ષ્મ દ્રવ્યો પાણી તેમજ પવનના પરિબળ દ્વારા સ્થાનાંતરિત થતાં…
વધુ વાંચો >અવશિષ્ટ વિકિરણ
અવશિષ્ટ વિકિરણ (residual radiation, restrahlen) : પારદર્શક સ્ફટિકની સપાટી ઉપર પડતા પ્રકાશની આવૃત્તિ (frequency) અને સ્ફટિકનાં આયનોની કંપન-આવૃત્તિ (frequency of vibrations of ions) લગભગ સમાન હોય ત્યારે વરણાત્મક રીતે (selectively) પરાવર્તિત થતો પ્રકાશ. Restrahlen શબ્દ જર્મન ભાષાનો છે. પારદર્શક સ્ફટિક ઉપર પડતા પ્રકાશનો મોટોભાગ તેમાંથી પસાર થઈ જાય છે, કેટલોક…
વધુ વાંચો >અવશોષણ
અવશોષણ (absorption) : એક દ્રવ્યનું બીજા દ્રવ્ય વડે શોષણ (દા.ત., વાયુનું પ્રવાહીમાં શોષણ, શાહીચૂસ વડે શાહીનું શોષણ વગેરે) અથવા કોઈ માધ્યમમાંથી પસાર થતા વિકિરણ(radiation)ની ઊર્જાનું તે માધ્યમ વડે થતું શોષણ. અવશોષણ દ્રવ્યના સમગ્ર જથ્થાને અસર કરે છે, જ્યારે અધિશોષણ (adsorption) ફક્ત સપાટી પૂરતું મર્યાદિત રહે છે. તરંગરૂપ (અથવા કણરૂપ) વિકિરણ…
વધુ વાંચો >અવસ્થી વિ. બચ્ચુલાલ
અવસ્થી, વિ. બચ્ચુલાલ (જ. 1918, ફરુહાઘાટ, જિ. બહરાઈચ, ઉત્તરપ્રદેશ; અ. 2005) : ઉત્તરપ્રદેશના હિંદી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અને વિવેચક. તેમને તેમના જાણીતા કાવ્ય-સંગ્રહ ‘પ્રતાનિની’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ઉર્દૂમાં લીધા બાદ સંસ્કૃતમાં આચાર્યની પદવી મેળવી. ત્યારપછી હિંદીમાં એમ. એ., પીએચ.…
વધુ વાંચો >અવાયુજીવી
અવાયુજીવી (anaerobes) : પર્યાવરણમાં ઑક્સિજન હોય કે ન હોય તોપણ અજારક શ્વસન (anaerobic respiration) દ્વારા કાર્યશક્તિ પ્રાપ્ત કરી જૈવિક કાર્યો કરનાર જીવીઓ. જોકે આવા કેટલાક સૂક્ષ્મ સજીવો ઑક્સિજનની હાજરીમાં, જારક (aerobic) શ્વસનપ્રક્રિયા કરી શકે છે. તેવા સૂક્ષ્મ સજીવોને વિકલ્પી વાયુજીવી(facultative anaerobes) કહે છે; પરંતુ ચુસ્ત અવાયુજીવીઓ (obligate anaerobes) આણ્વિક ઑક્સિજનની…
વધુ વાંચો >અવાળુ
અવાળુ : જડબાના જે ભાગમાં દાંત ગોઠવાયા હોય તેને ઢાંકતી પેશી. તેને પેઢું પણ કહે છે. તે ભૂખરા ગુલાબી કે ગુલાબી રંગનું હોય છે. તે ચાવતી વખતે થતા ઘર્ષણ અને દબાણનું વહન કરે છે. તે જડબાના હાડકાનાં બહારનાં આવરણ, જેને પરિઅસ્થિ (periosteum) કહે છે તેની સાથે તથા દાંતના સિમેન્ટ સાથે…
વધુ વાંચો >અવાળુ-અર્બુદ
અવાળુ-અર્બુદ (epulis) : દાંતના પેઢાની ગાંઠ. તેમાં અવાળુની વૃદ્ધિ થાય છે. ગેલને (Galen) સૌપ્રથમ આ બીમારી માટે ગ્રીક શબ્દ epulisનો ઉપયોગ કર્યો હતો. મોટાભાગનાં અવાળુ-અર્બુદ, દાંતની છારી કે અવાળુ-ગર્તમાં થતી પથરી, બંધ ના બેસતાં હોય તેવાં દંતચોકઠાં (dentures), અવાળુનો ચેપ, તૂટેલા દાંતની તીક્ષ્ણ ધારને કારણે થતી સતત ઈજા અથવા ચચરાટને…
વધુ વાંચો >અવાળુ-મુખશોથ ઉગ્ર
અવાળુ-મુખશોથ, ઉગ્ર (acute necrotising ulcerative gingivitis) : મોં અને અવાળુ પર વારંવાર થતો પીડાકારક ચાંદાનો રોગ. ઝેનોફોને ઈ. પૂ. ચોથી સદીમાં, ગ્રીક સૈનિકોને આ રોગ થયેલો વર્ણવ્યો છે. ફરીથી તે ઓગણીસમી સદીમાં ફ્રેન્ચ સૈનિકોમાં પણ નોંધાયો છે. 1778માં જૉન હન્ટરે તેનું વિશદ વર્ણન કર્યું. 1890માં પ્લાઉટ અને વિન્સન્ટે તેના ફ્યુઝીફૉર્મ…
વધુ વાંચો >અવાળુવર્ધન
અવાળુવર્ધન (gum hypertrophy) : મોઢામાં થતી પેઢાંની વૃદ્ધિ. એક કે વધુ અથવા બધા જ દાંતની આજુબાજુ અવાળુનો સોજો આવે ત્યારે તેને અવાળુવર્ધન કહે છે. આંતરદંતીય કલિકાઓ (papillae), સીમાવર્તી (marginal) અવાળુ કે સમગ્ર અવાળુનું વર્ધન થાય છે. ક્યારેક અલગ પડેલું ગાંઠ જેવું ચોંટેલું કે લટકતું વર્ધન પણ જોવા મળે છે. મૂળ…
વધુ વાંચો >