ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
લેસિથિડેસી
લેસિથિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 15 પ્રજાતિઓ અને 325 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણ પ્રદેશોમાં વૃક્ષ સ્વરૂપે થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક અને અનુપપર્ણીય હોય છે અને શાખાને છેડે ગુચ્છમાં થાય છે. પુષ્પવિન્યાસ એકાકી પરિમિત (solitary cymose) કે કલગી (raceme) પ્રકારનો જોવા…
વધુ વાંચો >લેસિથીન
લેસિથીન : કોષસંરચના અને ચયાપચય(metabolism)માં અગત્યનું એવું ફૉસ્ફોલિપિડ (ફૉસ્ફોગ્લિસેરાઇડ). તે ફૉસ્ફેટિડાઇલ કોલાઇન પણ કહેવાય છે. તે ગ્લિસેરાઇલ-3-ફૉસ્ફોરિલકોલાઇનનો દ્વિ-ચરબીજ ઍસિડનું વ્યુત્પન્ન છે. બંધારણીય સૂત્ર : જ્યાં R અને R´ ચરબીજ ઍસિડસમૂહો છે. આ બે ઍસિડની પ્રકૃતિ અને સ્થાન પ્રમાણે ભિન્ન ભિન્ન જૈવિક કાર્યોવાળાં લેસિથીન મળે છે. લેસિથીન શબ્દ ફૉસ્ફોગ્લિસેરાઇડના મિશ્રણ માટે…
વધુ વાંચો >લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ
લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ (જ. 22 જાન્યુઆરી 1729, કામૅન્ઝ, અપર લુસાશિયા, સૅક્સની, જર્મની; અ. 15 ફેબ્રુઆરી 1781, બ્રન્શ્ચવિક) : જર્મન નાટ્યકાર, વિવેચક અને કલામીમાંસક. જર્મન સાહિત્યમાં તેમણે પ્રમાણભૂત અને પાયાના વિચારો આપ્યા; એટલું જ નહિ, પરંતુ તેમનાં નાટકોએ તેમને યશસ્વી પ્રતિષ્ઠા અપાવી. પિતા મુખ્ય પાદરી (chief pastor) હતા, પરંતુ બહોળા કુટુંબનું…
વધુ વાંચો >લેસિંગ, ડૉરિસ (મે)
લેસિંગ, ડૉરિસ (મે) (જ. 22 ઑક્ટોબર 1919, કર્માનશાહ, ઈરાન) : બ્રિટિશ લેખિકા. વીસમી સદીની સામાજિક અને રાજકીય ઊથલપાથલોમાં કારણભૂત વ્યક્તિઓના જીવનને આલેખતી ઘટનાઓ ઉપર તેમણે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમના જન્મસમયે પિતા ટેલર બ્રિટિશ લશ્કરમાં કૅપ્ટનનો હોદ્દો ધરાવતા હતા. તેમનો પરિવાર રહોડેશિયા(ઝિમ્બાબ્વે)ના ફાર્મમાં 1924માં રહેવા ગયેલો. 1949માં ડૉરિસ…
વધુ વાંચો >લૅસુસ, રોલાં દે
લૅસુસ, રોલાં દે (જ. આશરે 1532, મોન્સ, બેલ્જિયમ; અ. આશરે 1592 પછી, મ્યૂનિક, જર્મની) : સમગ્ર યુરોપનો સોળમી સદીના સૌથી વધુ મહાન સંગીતકાર. ‘ઑર્લાન્ડો દિ લાસો’, ઑર્લાન્ડુસ લાસુસ’ અને ‘ઑર્લાન્ડે લાસે’ નામે પણ તેઓ ઓળખાય છે. પરંતુ તેઓ જર્મન હતા તથા તેમની કારકિર્દીનો મુખ્ય હિસ્સો જર્મનીના મ્યૂનિક નગરમાં વીત્યો હોવાથી…
વધુ વાંચો >લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી
લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી (જ. 19 નવેમ્બર 1805; અ. 7 ડિસેમ્બર 1894) : ફ્રાન્સના સુએઝ નહેરના નિર્માતા અને રાજદ્વારી પુરુષ. 1825માં કારકિર્દીના પ્રારંભ વખતે તેમણે ફ્રેન્ચ સરકારની વિદેશસેવામાં જોડાઈ અનેક દેશોમાં રાજદૂત તરીકે સેવા બજાવી. તેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, કેરો અને રોમનો પણ સમાવેશ થતો હતો. આ રીતે તેમણે રાજદ્વારી તરીકે 24 વર્ષ…
વધુ વાંચો >લેસોથો
લેસોથો : દક્ષિણ આફ્રિકા દેશના અંતરાલમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´થી 31° 00´ દ. અ. અને 27° 00´થી 29° 00´ પૂ. રે. વચ્ચેનો 30,352 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 515 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 430 કિમી. જેટલી છે. માસેરુ તેની રાજધાનીનું સ્થાન છે.…
વધુ વાંચો >લેસ્કોલ, નિકોલે એસ.
લેસ્કોલ, નિકોલે એસ. (જ. 16 ફેબ્રુઆરી 1831, ગૉરોખૉવો, રશિયા; અ. 5 માર્ચ 1895, સેંટ પીટર્સબર્ગ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પોતાનાં દાદીમા સાથે રશિયન ધાર્મિક મઠોમાં રહેલા, તે જ તેમનો શિક્ષણકાળ હતો. લેસ્કોલે પોતાની કારકિર્દી સરકારી નોકર તરીકે શરૂ કરેલી. ફોજદારી કૉર્ટમાં કારકુન તરીકે ઓરેલ અને કીવમાં જોડાયેલા.…
વધુ વાંચો >લે’ સ્ટ્રેન્જ રૉજર (સર)
લે’ સ્ટ્રેન્જ રૉજર (સર) (જ. 17 ડિસેમ્બર 1616, હન્સ્ટેન્ટન, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 11 ડિસેમ્બર 1704, લંડન) : અંગ્રેજ પત્રકાર અને અનુવાદક. સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના અત્યંત ચર્ચાસ્પદ પત્રકાર તરીકે એ સમયના વિવાદોને લગતી પુસ્તિકાઓ તથા પત્રિકાઓ લખીને બહાર પાડી હતી. તેમણે કેટલાક અનુવાદો પણ કર્યા છે. દેશમાંના પ્રજાકીય સ્વાતંત્ર્ય માટેના આંતરવિગ્રહ…
વધુ વાંચો >લૅસ્નિગ, મારિયા
લૅસ્નિગ, મારિયા (જ. 1919, કાર્ન્ટેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન મહિલા-ચિત્રકાર. છ વરસની ઉંમરે ક્લાગનફુર્ટ નગરમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. મેટ્રિક પછી શિક્ષિકા બનવા માટેની તાલીમ મેળવી. 1940થી 1941 સુધી મેટ્નીટ્ઝલમાં આવેલી સિંગલ ક્લાસ માઉન્ટન સ્કૂલમાં અધ્યાપન કર્યું. 1941માં એ છોડીને વિયેના ખાતેની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. ડેશોર પાસે ચિત્રકલાનો…
વધુ વાંચો >લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >