૧૯.૧૧

લ્યૂક્રીશ્યસથી વજન અને માપપ્રણાલી

વજ

વજ : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acorus calamus Linn. (સં. વચા, ઉગ્રગંધા; મ. વેખંડ, હિં. બં. વચ, ગુ. વજ, ઘોડાવજ, ક. બાજેગિડ, નારૂબેરૂ; ત. વશુંબુ, મલ. વાયંપુ, અં. કૅલેમસ, સ્વીટ રૂટ, સ્વીટ ફ્લૅગ) છે. તે અર્ધ-જલજ (semi-aquatic) બહુવર્ષાયુ, સુગંધીદાર શાકીય વનસ્પતિ છે અને વિસર્પી…

વધુ વાંચો >

વજદ, સિકંદર અલી

વજદ, સિકંદર અલી (જ. 1904; અ. 1983) : ઉર્દૂના આધુનિક કવિ, જેમણે ‘અજંટા-ઇલોરા’ નામનું ભવ્ય કાવ્ય લખીને ઘણી નામના મેળવી છે. તેમણે 1925માં ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદથી સ્નાતકની પદવી મેળવી અને 1927માં હૈદરાબાદ સિવિલ સર્વિસની પરીક્ષા પસાર કરીને સરકારી નોકરી સ્વીકારી હતી. હૈદરાબાદ રિયાસતમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા બાદ છેવટે તેઓ…

વધુ વાંચો >

વજન અને માપપ્રણાલી (system of weights and measures) :

વજન અને માપપ્રણાલી (system of weights and measures) : માનવીના રોજબરોજના વ્યવહારમાં વસ્તુઓની લેવડ-દેવડમાં તથા વિજ્ઞાન અને ઇજનેરી જેવાં ક્ષેત્રોમાં માહિતીની રજૂઆતમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વજન, અંતર, ક્ષેત્રફળ અને કદ (ધારણ-શક્તિ, ક્ષમતા, capacity) જેવી ભૌતિક રાશિઓના ચોક્કસ જથ્થા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતાં એકમો અને માનકો(standards)ની પ્રણાલી. આધુનિક સમયમાં…

વધુ વાંચો >

લ્યૂક્રીશ્યસ

Jan 11, 2005

લ્યૂક્રીશ્યસ (જ. ઈ. પૂ. 99; અ. ઈ. પૂ. 55) : રોમન કવિ. ‘દ રેરમ નેચરા’(‘ઑન ધ નેચર ઑવ્ થિંગ્ઝ’)ના કવિ. પૂરું નામ ટાઇટસ લ્યૂક્રીશ્યસ કારસ. ઉચ્ચ કુટુંબના રોમન નાગરિક. એમના જીવન વિશેની માહિતી માત્ર સેન્ટ જેરોમીના અહેવાલ દ્વારા જ મળે છે. માનસિક અસ્વસ્થતામાં મુકાયા પછી વચગાળાના સારા સમયમાં એમણે લખ્યું…

વધુ વાંચો >

લ્યૂટેશિયમ

Jan 11, 2005

લ્યૂટેશિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા (અગાઉના III A) સમૂહમાં આવેલ લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં તત્વો પૈકીનું છેલ્લું ધાત્વિક તત્વ. સંજ્ઞા Lu. 1907માં જી. ઉર્બેઇને યટર્બિયા (ytterbia) નામના પદાર્થમાંથી બે અંશો (fractions) અલગ પાડ્યા અને તેમને લ્યૂટેશિયા (lutecia) અને નિયોયટર્બિયા નામ આપ્યાં. આ જ સમયે સી. એફ. એ. વૉન વેલ્સબાખે પણ…

વધુ વાંચો >

લ્યૂથર, માર્ટિન

Jan 11, 2005

લ્યૂથર, માર્ટિન (જ. 10 નવેમ્બર 1483, આઇસલબેન, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1546, આઇસલબેન) : ખ્રિસ્તી ધર્મના પ્રસિદ્ધ સુધારાવાદી અને પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના પ્રવર્તક. તેમના પિતા તાંબાની ખાણમાં કામ કરતા હતા. તેઓ 1502માં બી. એ. અને 1505માં એમ.એ. થયા. તેમના પિતા તેમને ધારાશાસ્ત્રી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માર્ટિનને તો સંન્યસ્ત જીવન પસંદ…

વધુ વાંચો >

લ્યૂના અંતરીક્ષયાન

Jan 11, 2005

લ્યૂના અંતરીક્ષયાન : ચંદ્રનાં વિવિધ અન્વેષણો માટે 1959થી 1973 દરમિયાન તત્કાલીન સોવિયેત રશિયાએ પ્રક્ષેપિત કરેલાં માનવવિહીન અંતરીક્ષયાનોની શ્રેણીનું અંતરીક્ષયાન. લ્યૂના (અથવા લૂના) અંતરીક્ષયાનને લ્યૂનિક અથવા Mechta નામ પણ આપવામાં આવ્યાં હતાં. (Lunar અને Sputnik શબ્દો જોડીને Lunik શબ્દ બનાવવામાં આવ્યો છે.) લ્યૂના અંતરીક્ષયાનોની મદદથી કરવામાં આવેલાં ચંદ્રનાં વિવિધ પ્રકારનાં અન્વેષણોની…

વધુ વાંચો >

લ્યૂબેક

Jan 11, 2005

લ્યૂબેક : જર્મની-ડેન્માર્કની સરહદ નજીક જર્મનીના સ્લેસ્વિગ-હોલ્સ્ટાઇન વિભાગમાં, બાલ્ટિક સમુદ્રના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું મહત્વનું  બંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 50´ ઉ. અ. અને 10° 40´ પૂ. રે. પર હૅમ્બર્ગથી ઈશાનમાં 60 કિમી. અંતરે બાલ્ટિક સમુદ્રમાં ઠલવાતી ટ્રાવે નદી પર વસેલું છે. અહીં તે જહાજવાડાનું અને યંત્રસામગ્રીના ઉત્પાદનનું મથક…

વધુ વાંચો >

લ્યૂશુન

Jan 11, 2005

લ્યૂશુન : ઉત્તર ચીનના લિયોડૉંગ દ્વીપકલ્પના નૈર્ઋત્ય છેડા પર આવેલ સ્થળ. ભૌગોલિક સ્થાન : 38° 48´ ઉ. અ. અને 121° 16´ પૂ. રે.. અગાઉ તે પૉર્ટ આર્થર નામથી ઓળખાતું હતું. લ્યૂશુનના બે વિભાગો પડે છે – એક, જૂનું ચીની શહેર અને બીજું, 1898માં રશિયાએ લ્યૂશુન લઈ લીધા બાદ જે નવું…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (ખડક)

Jan 11, 2005

લ્યૂસાઇટ (ખડક) : લ્યૂસાઇટ ખનિજથી સમૃદ્ધ પરંતુ, આલ્કલી ફેલ્સ્પારની ત્રુટિ કે અભાવવાળો ખડક. લ્યૂસાઇટધારક ખડકમાં જો આલ્કલી ફેલ્સ્પાર આવદૃશ્યક ઘટક તરીકે હાજર હોય તો તેને ફોનોલાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત સાયનાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત મૉન્ઝોનાઇટ કહે છે. સામાન્ય રીતે આ ખડકો જ્વાળામુખી ઉત્પત્તિજન્ય હોય છે. તે ઘેરા રંગવાળા અને દળદાર દેખાય છે. તેમના…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (ખનિજ)

Jan 11, 2005

લ્યૂસાઇટ (ખનિજ) : ફેલ્સ્પેથૉઇડ વર્ગનું ખનિજ. ટેક્ટોસિલિકેટ. રાસા.  બં. : KAlSi2O6 અથવા K2O · Al2O3 · 4SiO2 સ્ફ. વ.: ક્યૂબિક (સૂડોક્યૂબિક). નીચા તાપમાને તૈયાર થતું લ્યૂસાઇટ ટેટ્રાગોનલ વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે, પરંતુ આવા સ્ફટિકો 625° સે. સુધી ગરમ થતાં તેમાં ક્રમિક ફેરફાર થતો જઈને ક્યૂબિક વર્ગની સમતામાં ફેરવાય છે. સ્ફ.…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર)

Jan 11, 2005

લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર) : ખૂબ ઊંચા અણુભારવાળો સંશ્લેષિત કાર્બનિક બહુલક. તેનાં અન્ય વ્યાપારી છાપ (trade mark) ધરાવતાં નામો પરસ્પેક્સ (perspex) તથા પ્લેક્સિગ્લાસ (plexiglas) છે. રાસાયણિક દૃષ્ટિએ તે પૉલિમિથાઇલ મિથાક્રિલેટ ઍસ્ટર નામના એકલક(monomer)ની લાંબી શૃંખલા(long chain)માં બહુલકીકરણ પ્રવિધિ કરતાં તે મળે છે. આ પ્રવિધિ ઊંચા તાપમાને કે પ્રકાશની હાજરીમાં યોગ્ય ઉદ્દીપકની ઉપસ્થિતિમાં…

વધુ વાંચો >

લ્હાસા (Lhasa)

Jan 11, 2005

લ્હાસા (Lhasa) : ચીનના આધિપત્ય હેઠળ રહેલા તિબેટનું પાટનગર તેમજ બૌદ્ધ ધર્મનું પવિત્ર શહેર. ભૌગોલિક સ્થાન : 29° 40´ ઉ. અ. અને 91° 09´ પૂ. રે.. આ શહેર ત્સાંગપો (બ્રહ્મપુત્ર નદીના ઉપરવાસના ભાગનું નામ) નદીની સહાયક નદી લ્હાસાહેના જમણા કાંઠા પર વસેલું છે. ભગવાન બુદ્ધના સમય પછીથી તે બૌદ્ધ ધર્મનું…

વધુ વાંચો >