ખંડ ૧૮
રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ
લાસ્ટ લાફ, ધ
લાસ્ટ લાફ, ધ : મૂક ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1924. દિગ્દર્શક : એફ. ડબ્લ્યૂ. મૂરનાઉ (F. W. Murnau). પટકથા : કાર્લ મેયર. છબિકલા : કાર્લ ફ્ર્યુન્ડ. મુખ્ય કલાકારો : એમિઇલ જેનિંગ્ઝ, માલી ડેલ્શૉફ્ટ (Maly Delschaft), મૅક્સ હિલર, હૅન્સ અન્ટરકિર્ચન (Hans Unterkirchen). જર્મનીના ખ્યાતનામ યુએફએ સ્ટુડિયોમાં નિર્માણ પામેલા આ…
વધુ વાંચો >લા સ્ટ્રાડા
લા સ્ટ્રાડા : ચલચિત્ર. ભાષા : ઇટાલિયન. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1954. નિર્માતા : કાર્લો પૉન્ટી, ડિનો દ લૉરેન્ટિસ. દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની. પટકથા : ફ્રેડરિકો ફેલિની, તુલિયો પિનેલી, એનિયો ફલેયાનો. કથા : ફેનિલી અને પિનેલીની વાર્તા પર આધારિત. છબિકલા : ઑતેલો માર્તેલી. સંગીત : ફ્રેન્કો ફેરારા. મુખ્ય કલાકારો…
વધુ વાંચો >લા સ્પેઝિયા (La Spezia)
લા સ્પેઝિયા (La Spezia) : ઉત્તર ઇટાલીના પૂર્વ લિગુરિયામાં આવેલો પ્રાંત અને તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 44° 07´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે.ની આજુબાજુનો 883 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત લિગુરિયન સમુદ્રના ભાગરૂપ જિનોઆના પૂર્વ કાંઠે આવેલો છે. તે વારા…
વધુ વાંચો >લાહિડી, રમણ
લાહિડી, રમણ (જ. 23 ફેબ્રુઆરી 1927, કૉલકાતા) : બંગાળી નાટકકાર. તેમણે બી. કૉમ.ની ડિગ્રી મેળવી પછી સરકારી નોકરીમાં જોડાયા અને આસિસ્ટંટ મૅનેજર (જહાજ) તરીકે નિવૃત્ત થયા. ત્યારપછી તેમણે નાટકકાર તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે સંખ્યાબંધ ઑપેરા અને રેડિયોનાટકો રચ્યાં. રવીન્દ્રનાથ, બંકિમચંદ્ર, ઉપેન્દ્રનાથ વગેરેની નવલકથાઓ પરથી નાટકો બનાવ્યાં. નાટકકારોનાં ઍસોસિયેશનો રચ્યાં.…
વધુ વાંચો >લાહિરી, ઝુમ્પા
લાહિરી, ઝુમ્પા (જ. 1967, લંડન) : 40 વર્ષથી ઓછી વયની 20 અમેરિકન સર્વશ્રેષ્ઠ લેખિકાઓ પૈકીનાં એક. તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. મૂળ બંગાળી માતા-પિતાનાં પુત્રી. તેમનો ઉછેર રહોડ આયર્લૅન્ડમાં થયો. તેમના પિતા ગ્રંથપાલ અને માતા શિક્ષિકા હતાં. તેમણે એ જ યુનિવર્સિટીમાંથી સર્જનાત્મક લખાણમાં અને તે પછી કમ્પેરેટિવ…
વધુ વાંચો >લાહુલ અને સ્પિટી (Lahul and Spiti)
લાહુલ અને સ્પિટી (Lahul and Spiti) : હિમાચલ પ્રદેશનો જિલ્લો. તે 32° 40´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 13,835 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખની સીમા, પૂર્વમાં તિબેટ (ચીન), અગ્નિકોણમાં કિન્નૌર જિલ્લો, દક્ષિણમાં કુલુ અને કાંગડા જિલ્લા અને પશ્ચિમમાં ચમ્બા જિલ્લો…
વધુ વાંચો >લાહોર
લાહોર : કરાંચી પછીના બીજા ક્રમે આવતું પાકિસ્તાનનું મોટું શહેર તથા તેના પંજાબ પ્રાંતનું પાટનગર. તે અમૃતસરથી 55 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 31° 35´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક તે રાવી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે દિલ્હીથી વાયવ્યમાં 480 કિમી. અંતરે…
વધુ વાંચો >લાહકર, સત્યવ્રત ભૂયા
લાહકર, સત્યવ્રત ભૂયા (જ. 1 માર્ચ 1922, ગૌહત્તી, આસામ) : આસામી પત્રકાર અને લેખક. 1942માં ભારતીય લશ્કર અકાદમીનો નિમણૂક-પત્ર મળ્યો અને લશ્કર(પાયદળ)માંથી મેજરપદેથી નિવૃત્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ દરજ્જામાં લશ્કરી સેવા બજાવી હતી. તેમણે કલ્યાણ-અધિકારી તથા મદદનીશ પૉલિટિકલ ઑફિસર તરીકે પણ કામગીરી કરી હતી. 1953–54 દરમિયાન નેફામાં મૅજિસ્ટ્રેટ તરીકે…
વધુ વાંચો >લાળ
લાળ : મોંમાં ઝરતું પ્રવાહી. તેને લાલા (saliva) પણ કહે છે. તે મોંમાં ખૂલતી લાળગ્રંથિઓ(લાલાગ્રંથિઓ, salivary glands)માં ઉત્પન્ન થઈને નળી દ્વારા મોઢામાં આવે છે. લાળગ્રંથિઓની મુખ્ય 3 જોડ છે – શુકસમ (parotid), અવ-અધોહન્વી (sub-manditular) અને અવજિહવાકીય (sublingual). તે અનુક્રમે ગાલના પાછળના ભાગમાં અને કાનની નીચે, નીચલા જડબાની નીચે અને જીભની…
વધુ વાંચો >લાંગ
લાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના ઉપકુળ પૅપિલિયો-નૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus sativus Linn. (હિં. ખેસારી, લાત્રી; બં. ખેસારી; મ. લાખ; ગુ. લાંગ; અં. ચિંકલિંગ વેચ, ગ્રાસ પી) છે. તે બહુશાખી, ઉપોન્નત (sub-erect) એકવર્ષાયુ જાતિ છે અને કઠોળ તથા ચારા માટે ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પશ્ચિમ…
વધુ વાંચો >રિકાર્ડો, ડૅવિડ
રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >રિક્ટર, ઉર્લિક
રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…
વધુ વાંચો >રિક્ટર, ચાર્લ્સ એફ.
રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…
વધુ વાંચો >રિક્ટર, બર્ટન
રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રિક્ટરનો ભૂકંપ આંક
રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.
વધુ વાંચો >રિક્ટરાઇટ
રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…
વધુ વાંચો >રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)
રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…
વધુ વાંચો >રિખ્તર, ગૅર્હાર્ડ
રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >રિગર્ટ ડૅવિડ
રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…
વધુ વાંચો >