ખંડ ૧૮
રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ
રિવેટ (Rivet)
રિવેટ (Rivet) : ધાતુકામમાં કાયમી જોડાણ માટે વપરાતી માથાવાળી પિન. સ્ટીલ-નિર્માણ(steel construction)માં ઘણાં વર્ષો સુધી રિવેટ-જોડાણો અનિવાર્ય (indispensable) હતાં. માથાવાળી પિનના છેડા ઉપર એક શીર્ષ (head) બનાવવામાં આવે છે. આ શીર્ષ હથોડીથી ટીપીને અથવા સીધો દાબ આપીને બનાવાય છે. કૉપરની ધાતુમાંથી બનાવાતા નાના રિવેટમાં શીત રિવેટિંગ (cold rivetting) શક્ય છે.…
વધુ વાંચો >રિવેન્જ ટ્રૅજેડી
રિવેન્જ ટ્રૅજેડી : કરુણાંત નાટકનો એક પ્રકાર. મોટે ભાગે તેમાં વેરની વસૂલાતનું નાટ્યવસ્તુ હોય છે અને બહુધા નાયક કે ખલનાયક પોતાને થયેલા અન્યાયનો બદલો લેતો હોય છે. આ પ્રકારની લોહીતરસી ટ્રૅજેડીનો સૌથી પ્રાચીન નમૂનો તે ઇસ્કિલસકૃત ‘ઑરેસ્ટ્રિયા’. રેનેસાંસ સમયગાળા દરમિયાન બે પ્રકારના નાટ્યશૈલી-પ્રવાહ જોવા મળે છે. પહેલો પ્રવાહ તે ફ્રેન્ચ-સ્પૅનિશ…
વધુ વાંચો >રિવેરા (Rivera)
રિવેરા (Rivera) : દક્ષિણ અમેરિકાના ઉત્તર ઉરુગ્વે વિભાગનું પાટનગર. ઉરુગ્વેનું પાંચમા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 30° 54´ દ. અ. અને 55° 31´ પ. રે. તે ઉત્તરે અને ઈશાનમાં બ્રાઝિલની સીમાથી ઘેરાયેલું છે. આ વિભાગ 9,370 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું ભૂપૃષ્ઠ બેસાલ્ટની ઊંચીનીચી ટેકરીઓથી બનેલું હોવાથી…
વધુ વાંચો >રિવેરા, ડિયેગો
રિવેરા, ડિયેગો (જ. 8 ડિસેમ્બર 1886, ગ્વાનાહુઆતો, મેક્સિકો; અ. 25 નવેમ્બર 1957, મેક્સિકો સિટી, મેક્સિકો) : મેક્સિકોના આધુનિક ચિત્રકાર. 1896થી 1906 સુધી મેક્સિકોની સાન કાર્લોસ એકૅડેમીમાં તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 1907થી 1921 સુધી તેમણે યુરોપમાં વસવાટ કરી સ્પેન, ફ્રાંસ અને ઇટાલીમાં વિવિધ કલામહાશાળાઓમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન માતીસ, પિકાસો ઇત્યાદિ…
વધુ વાંચો >રિવૉલ્વર
રિવૉલ્વર : જુઓ બંદૂક.
વધુ વાંચો >રિવૉલ્વિંગ સ્ટેજ
રિવૉલ્વિંગ સ્ટેજ : નાટ્ય-ભજવણીનાં દૃશ્યો બદલવા કે તેમાં ફેરફાર કરવા માટે રંગભૂમિની પ્રયુક્તિ. તેમાં મધ્યસ્થ મજબૂત આધાર-કીલક(pivot)ના ટેકે ગોઠવાયેલ ફરતા ટેબલ પર ત્રણ કે ત્રણથી વધુ દૃશ્યો તૈયાર કરવામાં આવે છે. પ્રેક્ષકો સમક્ષ યથાપ્રસંગ તે ફેરવવાથી દૃશ્ય-પલટો સહજ, સુગમ અને ઝડપી બની શકે છે. તેની શોધ સત્તરમી સદીમાં જાપાનમાં ત્યાંના…
વધુ વાંચો >રિષ્ટસમુચ્ચય
રિષ્ટસમુચ્ચય : જૈન જ્યોતિષ વિશેનો ગ્રંથ. ‘રિટ્ઠસમુચ્ચય’ (સંસ્કૃતમાં ‘રિષ્ટસમુચ્ચય’) પ્રાકૃતમાં રચાયેલો નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે. તેના રચનાર આચાર્ય દુર્ગદેવ દિગમ્બર જૈન વિદ્વાન હતા. તેમના ગુરુનું નામ સંજયદેવ. આચાર્ય દુર્ગદેવે બીજો એક ગ્રંથ સંસ્કૃતમાં પણ રચ્યો છે : ‘ષષ્ટિસંવત્સરફલ’. તેમાં વિવિધ સંવત્સરોના ફળની વિગતો આપેલી છે. આ સંસ્કૃત ગ્રંથની એક નાનકડી હસ્તપ્રત…
વધુ વાંચો >રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing)
રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing) : ભારત સરકારનું ગુપ્તચર-સંગઠન. ગુપ્તચર-વ્યવસાય વિશ્વનો પ્રાચીનતમ વ્યવસાય છે. પ્રાચીન ભારતમાં ગુપ્તચર-સંગઠનો દમન માટેનાં નહિ, પરંતુ શાસન-સંચાલન માટેનાં સાધન ગણાતાં હતાં અને ‘રાજાની આંખો સમાન’ હતાં. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આ અંગે વિગતસભર માહિતી અને પદ્ધતિઓનું વર્ણન ઉપલબ્ધ છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન પ્રથમ…
વધુ વાંચો >રિસર્પીન (reserpine)
રિસર્પીન (reserpine) : રાઉવુલ્ફિયા સર્પેન્ટિના અથવા સર્પગંધા નામના એપોસાયનેસી વર્ગના ક્ષુપ(shrub)ના મૂળિયામાંથી મેળવાતું લોહીના ઊંચા દબાણમાં વપરાતું ઔષધ. તે એક આલ્કેલૉઇડ છે. રાઉવુલ્ફિયાની લગભગ 86 પ્રકારની જાતોમાં રિસર્પીન ઓછાવત્તા અંશે મળે છે, જેનો મુખ્ય સ્રોત ભારતમાંનો R. serpentina છે. ભારતીય ક્ષુપના મૂળિયામાં તેનું પ્રમાણ 0.05 %(જમ્મુ)થી 0.17 % (હલફાની) હોય…
વધુ વાંચો >રિસ હિમજન્ય કક્ષા (Riss glacial stage)
રિસ હિમજન્ય કક્ષા (Riss glacial stage) : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન પ્રવર્તેલા હિમકાળ અને આંતરહિમકાળ પૈકીનો એક તબક્કો. તેની પહેલાં મિન્ડેલ-રિસ આંતરહિમજન્ય કાળ પ્રવર્તેલો, તે વખતે ઠંડીની તીવ્રતા ઘટેલી અને તેની પણ પહેલાં મિન્ડેલ હિમજન્ય કાળ શરૂ થયેલો. રિસ હિમજન્ય કાળ ગ્રેટબ્રિટનના જિપિંગ હિમકાળ(Gipping glacial stage)ની ઉત્તર યુરોપના સાલ હિમકાળની અને…
વધુ વાંચો >રિકાર્ડો, ડૅવિડ
રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >રિક્ટર, ઉર્લિક
રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…
વધુ વાંચો >રિક્ટર, ચાર્લ્સ એફ.
રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…
વધુ વાંચો >રિક્ટર, બર્ટન
રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રિક્ટરનો ભૂકંપ આંક
રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.
વધુ વાંચો >રિક્ટરાઇટ
રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…
વધુ વાંચો >રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)
રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…
વધુ વાંચો >રિખ્તર, ગૅર્હાર્ડ
રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >રિગર્ટ ડૅવિડ
રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…
વધુ વાંચો >