ખંડ ૧૮

રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ

લાકડાવાલા ડી. ટી.

લાકડાવાલા ડી. ટી. (જ. 4 ઑક્ટોબર 1916, સૂરત; અ. 15 એપ્રિલ 1992, આણંદ) : ભારતના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. આખું નામ ધનસુખલાલ તુલસીદાસ લાકડાવાલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં લીધું હતું. 1933ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં તેઓ છઠ્ઠા નંબરે ઉત્તીર્ણ થયા હતા. 1937માં…

વધુ વાંચો >

લાકલન (Lachlan)

લાકલન (Lachlan) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલી નદી. તે ગ્રેટ ડિવાઇડિંગ રેઇન્જમાંના ક્યુલેરિન નજીકથી નીકળે છે અને આશરે 2,400 કિમી.ની લંબાઈમાં વહી મરુમ્બિગી નદીને મળે છે. મરુમ્બિગીની તે મુખ્ય સહાયક નદી છે. ગુનિંગથી તે 13 કિમી. પૂર્વ તરફ તથા કોવરાથી 48 કિમી. ઉત્તર તરફ આવેલી છે. પાંચ…

વધુ વાંચો >

લા કાલ્પ્રનેદ ગોત્યે દ કૉસ્ત સેનૉર દ (લૉર્ડ ઑવ્)

લા કાલ્પ્રનેદ, ગોત્યે દ કૉસ્ત, સેનૉર દ (લૉર્ડ ઑવ્) (જ. 1610, શૅતો ઑવ્ તુલ્ગૉં સાર્લા, ફ્રાન્સ; અ. 1663, ગ્રાન્દ ઍન્દલી) : ફ્રેન્ચ નવલકથાકાર. 17મી સદીના લાગણીપ્રધાન, સાહસિક, કાલ્પનિક, ઐતિહાસિક રોમાન્સકથાઓના અત્યંત લોકપ્રિય લેખક. શિક્ષણ તૂલૂઝમાં. પછીથી લશ્કરી તાલીમ રેજિમેન્ટ ઑવ્ ધ ગાર્ડ્ઝમાં લીધી. લશ્કરી અને સાહિત્યિક કારકિર્દીનો તેમનામાં સંગમ થયો…

વધુ વાંચો >

લાક્ષાગૃહ

લાક્ષાગૃહ : પાંડવોને જીવતા બાળી મૂકવા માટે દુર્યોધને પુરોચન દ્વારા વારણાવતમાં કરાવેલ લાખનો આવાસ. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે એક વાર પાંડવો અને એમની માતા કુંતી વારણાવતમાં ભરાતો મહાદેવનો મેળો જોવા ગયાં. દુર્યોધનને આની પહેલેથી ખબર પડી આથી એણે પોતાના પુરોચન નામના મંત્રીને ત્યાં મોકલી પાંડવોને રહેવા માટે લાક્ષાગૃહનું નિર્માણ…

વધુ વાંચો >

લાખ

લાખ : જુઓ રંગ અને વાર્નિશ ઉદ્યોગ.

વધુ વાંચો >

લાખાઇઝ, ગૅસ્ટોન

લાખાઇઝ, ગૅસ્ટોન (જ. 19 માર્ચ 1882, પૅરિસ, ફ્રાંસ; અ. 18 ઑક્ટોબર 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : સ્નાયુબદ્ધ અને મર્દાના નગ્ન મહિલાઓને શિલ્પમાં કંડારવા માટે જાણીતો બનેલો આધુનિક શિલ્પી. પિતા સુથાર હતા. 1898માં પૅરિસની કળામહાશાળા ઈકોલે દ બ્યુ-આર્ત(Ecole des Beaux-Arts)માં વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. એક અમેરિકન…

વધુ વાંચો >

લાખાજીરાજ

લાખાજીરાજ (જ. 1883 રાજકોટ; અ. 2 ફેબ્રુઆરી 1930, રાજકોટ) : રાજકોટના પ્રજાવત્સલ, પ્રગતિશીલ અને દેશભક્ત રાજા. એમના પિતા બાવાજીરાજનું 1889માં માત્ર 34 વર્ષની યુવાન વયે આકસ્મિક અવસાન થવાથી લાખાજીરાજ 6 વર્ષની સગીર વયે ગાદીએ બેઠા અને પૉલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ કારભારી મોતીચંદ તુલસી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. લાખાજીરાજને 1907માં સ્વતંત્ર…

વધુ વાંચો >

લાખાણી, રજબઅલી

લાખાણી, રજબઅલી (જ. 22 જુલાઈ 1919, કરાચી (હવે પાકિસ્તાન); અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની અને હિંદુ-મુસ્લિમ એકતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ. મૂળ વતન લીંબડી (સૌરાષ્ટ્ર). સુખી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ ગુલામઅલી જેઓ કેન્દ્ર સરકારના કસ્ટમ ખાતામાં નોકરી કરતા. રજબઅલીનું પ્રાથમિક શિક્ષણ કરાંચી ખાતે. માધ્યમિક શિક્ષણ…

વધુ વાંચો >

લાખિયા, કુમુદિની

લાખિયા, કુમુદિની (જ. 17 મે 1930, મુંબઈ; અ. 12 એપ્રિલ 2025, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા ‘કદંબ’ નૃત્યસંસ્થાનાં સંસ્થાપક-નિયામક. મૂળ નામ કુમુદિની જયકર. પિતાનું નામ દિનકર તથા માતાનું નામ લીલા. પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્ત્વનું સ્થાન અપાતું હતું. માત્ર નવ વર્ષની વયે કથક…

વધુ વાંચો >

લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ

લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ : જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહે 1946માં જામનગરમાં સ્થાપેલું પુરાતત્વીય મ્યુઝિયમ. જામનગરના લાખોટા સરોવરની વચ્ચે 1839માં બંધાયેલા લાખોટા કોઠી નામના મકાનમાં આ મ્યુઝિયમ પ્રતિષ્ઠિત છે અને 1960થી તેનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક છે. જામનગરની આસપાસ આવેલા પીંઢારા, ગાંધવી અને ઘૂમલીમાંથી મળી આવેલા સાતમીથી માંડીને અઢારમી સદી સુધીનાં શિલ્પો આ…

વધુ વાંચો >

રિકાર્ડો, ડૅવિડ

Jan 1, 2004

રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…

વધુ વાંચો >

રિકેટ્સિયા

Jan 1, 2004

રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…

વધુ વાંચો >

રિક્ટર, ઉર્લિક

Jan 1, 2004

રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…

વધુ વાંચો >

રિક્ટર, ચાર્લ્સ એફ.

Jan 1, 2004

રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…

વધુ વાંચો >

રિક્ટર, બર્ટન

Jan 1, 2004

રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

રિક્ટરનો ભૂકંપ આંક

Jan 1, 2004

રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.

વધુ વાંચો >

રિક્ટરાઇટ

Jan 1, 2004

રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…

વધુ વાંચો >

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)

Jan 1, 2004

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…

વધુ વાંચો >

રિખ્તર, ગૅર્હાર્ડ

Jan 1, 2004

રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

રિગર્ટ ડૅવિડ

Jan 1, 2004

રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…

વધુ વાંચો >