ખંડ ૧૭

યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ

યકૃત (liver)

યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…

વધુ વાંચો >

યકૃત (માનવેતર પ્રાણીઓ)

યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

વધુ વાંચો >

યકૃત અર્બુદ

યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >

રાવ, એસ. આર.

Jan 24, 2003

રાવ, એસ. આર. (જ. 1922) : ભારતના જાણીતા પુરાતત્વવિદ. મૈસૂર યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું. 1947માં વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. 1948માં આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા. સિંધુ સંસ્કૃતિનાં લગભગ 50 સ્થળોની શોધનો યશ તેમને જાય છે. વિશેષ કરીને ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલની એમની શોધ નોંધપાત્ર…

વધુ વાંચો >

રાવ, કે. એસ.

Jan 24, 2003

રાવ, કે. એસ. (જ. 1936, મૅંગલોર, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1958માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં. તેમને બૉમ્બે આર્ટ સોસાયટી, કોલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ, હૈદરાબાદ આર્ટ સોસાયટી અને તમિલનાડુ…

વધુ વાંચો >

રાવ, ગંગાદાસ

Jan 24, 2003

રાવ, ગંગાદાસ (રાજ્યકાળ ઈ. સ. 1442  આશરે 1451) : મધ્યકાલીન ગુજરાતનાં સૌથી આબાદ નગરોમાંના એક ચાંપાનેરનો રાજા. રાજસ્થાનના રણથંભોરના શાસક ખીચી ચૌહાણ હમ્મીરદેવના વંશજ ગંગાદાસના પિતા ત્ર્યંબકદાસે ક્યાં સુધી રાજ્ય કર્યું તે જાણી શકાતું નથી, પણ પુત્ર ગંગાદાસ અથવા ગંગેશ્વર સુલતાન મુહમ્મદ- શાહ બીજાનો સમકાલીન હતો. ઈ. સ. 1449માં સુલતાને…

વધુ વાંચો >

રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર

Jan 24, 2003

રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી…

વધુ વાંચો >

રાવણ

Jan 24, 2003

રાવણ : રામાયણના સમયનો લંકાનો રાજા અને રામકથાનો પ્રતિનાયક. વિશ્રવણ તથા કૈકસી કે કેશિનીનો પુત્ર. પુલસ્ત્યનો પૌત્ર અને સુમાલિનો દૌહિત્ર. વાલ્મીકિ રામાયણ, મહાભારત, કૂર્મપુરાણ, પદ્મપુરાણ, દશાવતારચરિતમ્, આનંદ રામાયણ અને ‘રાવણવધ’ જેવી કૃતિઓમાં તેના ઉલ્લેખો મળે છે. પદ્મપુરાણ અનુસાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ્યા હતા. ‘દેવી…

વધુ વાંચો >

રાવત, નૈનસિંહ

Jan 24, 2003

રાવત, નૈનસિંહ (Rawat Nain Singh) (જ. 21 ઑક્ટોબર 1830 મિલામ, જિ. પિથોરાગઢ, ઉત્તરાખંડ; અ. 1 ફેબ્રુઆરી 1882) : ભારતના સૌપ્રથમ પ્રવાસી સંશોધક તરીકે જાણીતા બન્યા. મિલામ ગામ જે મિલામ હિમનદીના તળેટીના ભાગમાં આવેલું છે. આ હિમનદી ભારત-ચીનના સરહદી વિસ્તારમાં આવેલી છે. આ મિલામ હિમનદી જોહરના ખીણવિસ્તારમાં વહે છે.  કુમાઉ વિભાગમાં…

વધુ વાંચો >

રાવત, બચુભાઈ

Jan 24, 2003

રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે…

વધુ વાંચો >

રાવ પૂંજો

Jan 24, 2003

રાવ પૂંજો (શાસનકાળ ઈ. સ. 1404-1428) : ઇડરના રાવ રણમલ્લનો પુત્ર. તે પિતાના જેવો જ પરાક્રમી, શૂરવીર ને મહત્વાકાંક્ષી હતો. તે ગાદીએ બેઠો ઈ. સ. 1404માં. એણે અહમદશાહ 1લા સામે બળવો કરનારા અમીરોને સાથ આપ્યો. બળવાખોર ફીરોજખાન અને તેનો ભાઈ હેબતખાન છ હજારના સૈન્ય સાથે રાવ પૂંજા સાથે ભળી ગયા.…

વધુ વાંચો >

રાવ, બી. એન. (સર)

Jan 24, 2003

રાવ, બી. એન. (સર) (જ. 26 ફેબ્રુઆરી 1887; અ. 30 નવેમ્બર 1953, ઝુરિચ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. આખું નામ : બેનિગલ નરસિંહ રાવ. ચેન્નાઈ ખાતેની પ્રેસિડેન્સી કૉલેજ તથા કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1910માં ઇન્ડિયન સિવિલ સર્વિસ(ICS)માં જોડાયા. 1919-20 દરમિયાન મુર્શિદાબાદના અને 1920-25 દરમિયાન સિલ્હટ અને કચારના…

વધુ વાંચો >

રાવ, મધુસૂદન

Jan 24, 2003

રાવ, મધુસૂદન (જ. 1853, પુરી, ઓરિસા; અ. 1912) : ઊડિયા કવિ, અનુવાદક તથા નિબંધકાર. તેમણે નિબંધકાર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો, જેમાં તેમણે નૈતિક મૂલ્યો અને તત્વજ્ઞાનવિષયક વિચારો રજૂ કર્યા. 1873માં તેમણે કેટલીક સંસ્કૃત અને અંગ્રેજી ગદ્ય અને પદ્યની રચનાઓનો અનુવાદ કર્યો. ‘કવિતાવલિ’ નામક કાવ્યસંગ્રહના બે ગ્રંથો 1873 અને 1874માં…

વધુ વાંચો >