ખંડ ૧૭
યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ
યુફ્રેટીસ (નદી)
યુફ્રેટીસ (નદી) : નૈર્ઋત્ય એશિયાની સૌથી લાંબી નદી. તેની લંબાઈ 2,736 કિમી. જેટલી છે. ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની ગણાતી ટાઇગ્રિસ-યુફ્રેટીસ નદીરચનાનો તે એક ભાગ છે. તે ટર્કીના છેક પૂર્વ છેડાના પહાડી પ્રદેશમાંથી નીકળે છે અને ટર્કી, સીરિયા અને ઇરાકમાં થઈને વહે છે. તેનો વહનપથ પશ્ચિમ તરફનો છે, સિરિયામાં અને ઇરાકમાં તે…
વધુ વાંચો >યુબીવી પટ્ટ [UBV bands]
યુબીવી પટ્ટ [UBV bands] : અલ્ટ્રાવાયોલેટ (ultraviolet), વાદળી (blue), ર્દશ્ય (visual) પટ. તારાઓની તેજસ્વિતા તેમના તેજાંક (magnitudes) દ્વારા દર્શાવાય છે. જેમ તેજસ્વિતા વધુ, તેમ તેજાંક નાનો. સૌથી વધુ તેજસ્વી જણાતા વ્યાધના તારાનો ર્દશ્ય તેજાંક 1.47 છે, જ્યારે નરી આંખે અંધારા આકાશમાં માંડ જોઈ શકાતા ઝાંખા તારાઓનો તેજાંક આશરે + 6…
વધુ વાંચો >યુ-બોટ (U-boat)
યુ-બોટ (U-boat) : જર્મનીની લડાયક પનડૂબીઓ. જર્મન ભાષામાં તે ‘Utersee boote’ નામથી ઓળખાતી હતી. તેની સહાયથી દરિયાના પાણીમાં ગહેરાઈ સુધી ગુપ્ત રીતે જઈ શકાતું અને ત્યાંથી દરિયાની ઉપર આવાગમન કરતાં શત્રુનાં લશ્કરી જહાજો, પ્રવાસી જહાજો તથા વ્યાપારી જહાજોને નિશાન બનાવી તેમનો નાશ કરી શકાતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મન…
વધુ વાંચો >યુ મિથુન તારક (U Geminorium)
યુ મિથુન તારક (U Geminorium) : મિથુન રાશિ(Gemini)માં આવેલ તારો. આ તારો વિસ્ફોટક પ્રકારનો તેજવિકાર દર્શાવે છે; અને આ પ્રકારનો તેજવિકાર દર્શાવતા તારાઓને આ તારાના નામ પરથી યુ જેમિનોરિયમ (U Geminorium) વર્ગના તારા તરીકે ઓળખાવાય છે. આ વર્ગને વામન નોવા (dwarf nova) તરીકે પણ ઓળખાવાય છે. સામાન્ય રીતે આ પ્રકારના…
વધુ વાંચો >યુરિપિડીઝ
યુરિપિડીઝ (જ. ઈ. પૂ. 480 ? સલેમિસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, મૅસિડોનિયા, ગ્રીસ) : પ્રાચીન ગ્રીસના ઇસ્કાયલસ અને સૉફોક્લીઝ પછીના ટ્રૅજડી સ્વરૂપના પ્રયોજક, ઍથેન્સના મહાન નાટ્યકાર. રોમના નાટ્યસાહિત્ય અને આધુનિક અંગ્રેજી અને જર્મન નાટક પર – ખાસ કરીને ફ્રેન્ચ નાટ્યકાર પિયર કૉર્નેલ અને ઝાં બૅપ્ટિસ્ટ રેસિન પર – તેમની…
વધુ વાંચો >યુરિમિયા
યુરિમિયા : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ઘકાલી
વધુ વાંચો >યુરિયા રુધિર સપાટી
યુરિયા રુધિર સપાટી : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ધકાલી
વધુ વાંચો >યુરેનસ (Uranus)
યુરેનસ (Uranus) : સૌરમંડળનો વિરાટકાય ગ્રહ. સૌરમંડળના આંતરિક ચાર, નાના ખડકાળ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પછી ચાર વિરાટકાય વાયુમય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન આવે છે. (પ્લૂટો આ બધામાં અલગ પડી જાય છે). શનિ સુધીના પાંચ ગ્રહો તો નરી આંખે સહેલાઈથી દેખી શકાય છે અને તે તો…
વધુ વાંચો >યુરેનિનાઇટ (uraninite)
યુરેનિનાઇટ (uraninite) : યુરેનિયમનું મુખ્ય ખનિજ. પિચબ્લેન્ડ એ તેનો દળદાર, અશુદ્ધ ખનિજપ્રકાર છે. રાસા. બં. UO2. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ક્યૂબિક કે ક્યૂબોઑક્ટાહેડ્રલ; નાના સ્ફટિકો વૃક્ષાકાર સમૂહોમાં; દળદાર, ઘનિષ્ઠથી દાણાદાર; ક્વચિત્ કચરાયેલા સ્વરૂપે; દ્રાક્ષના ઝૂમખા જેવી પોપડીઓ કે જૂથસ્વરૂપે; પટ્ટાદાર વિકેન્દ્રિત રેસાદારથી સ્તંભાકાર રચનાઓમાં પણ મળે (દા.ત., પિચબ્લેન્ડ). યુગ્મતા…
વધુ વાંચો >યુરેનિયમ
યુરેનિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી (radioactive) ધાતુ-તત્વ. સંજ્ઞા U. કુદરતી રીતે મળતાં તત્વોમાં તે સૌથી ભારે છે. આયોડિન, મર્ક્યુરી (પારો) અને સિલ્વર (ચાંદી) જેવાં સામાન્ય જાણીતાં તત્વો કરતાં તેની વિપુલતા વધુ છે, પણ જે ખડકોમાં તે મળે છે તેમાં તેનો જથ્થો ઘણો ઓછો હોય છે.…
વધુ વાંચો >યકૃત (liver)
યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…
વધુ વાંચો >યકૃત (માનવેતર પ્રાણીઓ)
યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)
વધુ વાંચો >યકૃત અર્બુદ
યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ
વધુ વાંચો >યકૃતકાઠિન્ય (liver cirrhosis)
યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…
વધુ વાંચો >યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું
યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…
વધુ વાંચો >યકૃતક્ષમતા-કસોટીઓ
યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…
વધુ વાંચો >યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)
યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…
વધુ વાંચો >યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)
યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…
વધુ વાંચો >યકૃતમાં ગાંઠ
યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…
વધુ વાંચો >યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય
યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…
વધુ વાંચો >