ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
મૂર, રૉજર (જ્યૉર્જ)
મૂર, રૉજર (જ્યૉર્જ) (જ. 14 ઑક્ટોબર, 1927, લંડન, ઇંગ્લૅન્ડ) : જાણીતા આંગ્લ ફિલ્મ-અભિનેતા. તે એક આર્ટસ્કૂલમાં ચિત્રકલાના વિદ્યાર્થી હતા. 1945માં તેમણે એક એક્સ્ટ્રા તરીકે ફિલ્મક્ષેત્રે અભિનયનો પ્રારંભ કર્યો; સાથોસાથ તેઓ રંગભૂમિ-ક્ષેત્રે પણ નાનાં-નાનાં પાત્રોમાં અભિનય આપતા રહ્યા. તે પછી તેઓ લશ્કરી સેવામાં પણ જોડાયા. 1953માં તેમણે ‘ઍ પિન ટુ સી…
વધુ વાંચો >મૂર, સ્ટૅનફર્ડ
મૂર, સ્ટૅનફર્ડ (જ. 4 સપ્ટેમ્બર 1913, શિકાગો; અ. 23 ઑગસ્ટ 1982, ન્યૂયૉર્ક સિટી) : ઍમીનોઍસિડના વિશ્લેષણ માટેની પદ્ધતિના સહશોધક અને 1972ના નોબેલ પારિતોષિક-વિજેતા જૈવ રસાયણવિદ. 1935માં વૅન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી રસાયણમાં સ્નાતક થયા પછી તેમણે 1938માં વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1939માં રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચ (હવે રૉકફેલર યુનિવર્સિટી),…
વધુ વાંચો >મૂર, હેન્રી
મૂર, હેન્રી (જ. 30 જુલાઈ 1898, કૅસલફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1986, હર્ટફોર્ડશાયર, ઇંગ્લૅન્ડ) : મહાન આંગ્લ શિલ્પી. ઇંગ્લૅન્ડની શિલ્પકળાની પરંપરામાં તેમણે હિંમતભેર નવી કેડી પાડી. એમની અભિનવ અને ચોટદાર લાક્ષણિકતાઓને કારણે તે વિશ્વભરમાં ખ્યાતનામ બન્યા. બારમા વર્ષે શિષ્યવૃત્તિ મળવાથી કળાનો અભ્યાસ શરૂ કરેલો; પરંતુ કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…
વધુ વાંચો >મૂરીલ્યો, બાર્થોલો મ એસ્ટેબાન
મૂરીલ્યો, બાર્થોલો મ એસ્ટેબાન (જ. 1617, સેવિલ, સ્પેન; અ. 1682, કાર્ડિઝ, સ્પેન) : સ્પેનના પ્રસિદ્ધ બરોક ચિત્રકાર. 1645માં તેમણે સાન ફ્રાન્સિસ્કો કૉન્વેન્ટ માટે 11 નોંધપાત્ર ચિત્રો તૈયાર કર્યાં અને તેનાથી તે ખ્યાતિ પામ્યા. 1660માં તેમણે ‘એકૅડેમી ઑવ્ સેવિલ’ની સ્થાપના કરી અને તે સંસ્થાના તે પ્રથમ અધ્યક્ષ બન્યા. કારાવાજિયોની શૈલીમાં ચિત્રાલેખન…
વધુ વાંચો >મૂરે, જોસેફ
મૂરે, જોસેફ (જ. 1 એપ્રિલ 1919, મિલફોર્ડ, મેસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 26 નવેમ્બર 2012, બોસ્ટન, મેસેચૂસેટ્સ, યુ.એસ.) : સન 1990ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિકના ડૉનેલ ટૉમસ સાથેના અમેરિકી સહવિજેતા. વેસ્ટનની બ્રિગહામ અને વિમૅન્સ હૉસ્પિટલમાં કાર્ય કરતાં તેમને પેશી પ્રત્યારોપણના વિષયમાં સંશોધનો માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે…
વધુ વાંચો >મૂર્ચ્છા (syncope)
મૂર્ચ્છા (syncope) : અચાનક થઈ આવતી અલ્પકાલીન બેભાનાવસ્થા અને મગજના રુધિરાભિસરણની અપર્યાપ્તતા(inadequacy)ને કારણે અંગવિન્યાસ (posture) જાળવી રાખવાની ટૂંકા સમયની મુશ્કેલી. વ્યક્તિના ઊઠવા-બેસવાના અંગઢંગને અંગવિન્યાસ કહે છે. મૂર્ચ્છામાં વ્યક્તિ પોતાના દેહની સ્થિતિ યથાવત્ જાળવી શકતી નથી. મૂર્ચ્છા થયા પછી સામાન્ય રીતે કોઈ પણ સારવાર કે પુનશ્ચેતન(resuscitation)ની ક્રિયા કર્યા વગર ટૂંકા સમયમાં…
વધુ વાંચો >મૂર્ચ્છા (આયુર્વેદ)
મૂર્ચ્છા (આયુર્વેદ) : હરતાં-ફરતાં કે બેઠાં બેઠાં જ અચાનક પડી જઈને પૂર્ણ રૂપે કે આંશિક રૂપે જ્ઞાન (ભાન) ગુમાવી દેવાની સ્થિતિ. તેને ‘બેહોશી’ કે ‘મૂર્ચ્છા’ કહે છે. આ મૂર્ચ્છારોગ (syncope or coma) સ્વતંત્ર રીતે તથા બીજા રોગના ઉપદ્રવ રૂપે એમ બે રીતે થાય છે. રોગનાં કારણો : શરીરમાં ખૂબ ઘટી…
વધુ વાંચો >મૂર્તિ, ચિદાનંદ
મૂર્તિ, ચિદાનંદ (જ. 10 મે 1931, હીરેકોગલુર, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમના વિવેચનગ્રંથ ‘હોસતુ હોસતુ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા પીએચ. ડી. ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના વિષયમાં ઉચ્ચ સંશોધન કર્યું. વિભિન્ન વિષયોને લગતાં તેમનાં 19 પુસ્તકોમાં ઊંડી…
વધુ વાંચો >મૂર્તિપૂજા
મૂર્તિપૂજા : અરૂપ, અવ્યક્ત, અગોચર અને નિરાકાર એવા પરમ તત્વની સરૂપ, વ્યક્ત, ગોચર અને સાકાર રૂપે પ્રતીતિ જે મૂર્ત આલંબનો કે પ્રતીકો દ્વારા થાય તેમનું પૂજન-અર્ચન કરવાની પરંપરાગત ભક્તિમૂલક હિંદુ વિધિ, જેનું વિશેષભાવે અનુસંધાન જૈન, બૌદ્ધ, શીખ આદિ ધર્મ-સંપ્રદાયોમાં પણ જોઈ શકાય છે. ભારત ધર્મપ્રાણ દેશ છે. મૂર્તિ પૂજાનું અહીં…
વધુ વાંચો >મૂર્તિરાવ, અક્કિહેબ્બાલુ નરસિંહ
મૂર્તિરાવ, અક્કિહેબ્બાલુ નરસિંહ (જ. 16 જૂન 1900, અક્કિહેબાલુ, મંડ્યા જિલ્લો, કર્ણાટક; અ. 23 ઑગસ્ટ 2003) : કન્નડમાં નિબંધ-સ્વરૂપના પ્રણેતા. તેમને તેમની કૃતિ ‘ચિત્રગલુ-પત્રગલુ’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે વૅસ્લેયન મિશન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે દરમિયાન બીજી ભાષા તરીકે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો અને…
વધુ વાંચો >માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >