ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >માન્સાર્ડ રૂફ
માન્સાર્ડ રૂફ : એક પ્રકારની છત-રચના. તેનું નામ તેના શોધક પરથી અપાયેલ છે. તેને ‘કર્બ’ રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્સાર્ડ રૂફનો પ્રાથમિક ઉપયોગ મકાનની ઊંચાઈ ઘટાડવા તથા ઓરડાની સંખ્યામાં વધારો કરવા થાય છે. તેના પ્રયોગથી એક રીતે ઓછા વિસ્તારમાં વધુ ઓરડાની જરૂરિયાત સંતોષાય છે. આવી છત સામાન્ય રીતે…
વધુ વાંચો >માપન (measurement)
માપન (measurement) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રયોજાતી રાશિઓ(quantities)નાં મૂલ્યો કોઈ ચોક્કસ એકમોમાં શોધવાનું કાર્ય અથવા તેની પ્રક્રિયા. માપનક્રિયાનું મહત્વ તેમાં રહેલ ચોકસાઈ પર આધારિત છે. ખગોળશાસ્ત્રમાં તારાઓનાં અંતર જેવી બાબતો પ્રત્યક્ષ નહિ, પણ પરોક્ષ માપન પર આધાર રાખે છે. ગણિતશાસ્ત્રમાં માપ-સિદ્ધાંત (measure theory) એ વાસ્તવિક રેખા (real line)…
વધુ વાંચો >માપનસૂત્રો (Mensuration Formulae)
માપનસૂત્રો (Mensuration Formulae) : વક્રોની લંબાઈ, સતમલ પરની વિવિધ આકૃતિઓનાં ક્ષેત્રફળ, વિવિધ ઘન પદાર્થોનાં ઘનફળ અને વક્ર સપાટીઓનાં પૃષ્ઠફળ વગેરે શોધવાનાં સૂત્રો. તેનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં અને ખાસ કરીને ઇજનેરી વિદ્યાશાખામાં કરવામાં આવે છે; જેમ કે, જમીનના સર્વેક્ષણ (survey) માટે, રેલવે એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક પ્રકલ્પ (project) વગેરેમાં. આ સૂત્રોનો અભ્યાસ…
વધુ વાંચો >માપબંધી
માપબંધી : માપબંધી એટલે અછત ધરાવતાં સાધનો અને વપરાશની ચીજોને ગ્રાહકો વચ્ચે આયોજિત રીતે ને મર્યાદિત પ્રમાણમાં ફાળવવાની સરકારની નીતિ. મુક્ત સ્પર્ધાયુક્ત બજાર પર આધારિત અર્થવ્યવસ્થામાં, સામાન્ય સંજોગોમાં, માપબંધીની જરૂર પડતી નથી. અછત ધરાવતી ચીજો ને સેવાઓને બજારતંત્ર જ ગ્રાહકો વચ્ચે ફાળવી આપે છે. દરેક ગ્રાહક સીમાવર્તી તુષ્ટિગુણ અને આપેલ…
વધુ વાંચો >માપુટો
માપુટો : પૂર્વ આફ્રિકાના મોઝામ્બિક દેશનું પાટનગર, બંદર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 56´ દ. અ. અને 32° 37´ પૂ. રે. દેશનું પાટનગર હોવા ઉપરાંત તે તેના પ્રાંતીય વિસ્તારનું પણ વડું વહીવટી મથક છે, વળી તે દેશનું મહત્વનું વાણિજ્ય અને ઔદ્યોગિક મથક પણ છે. તે હિન્દી મહાસાગરના…
વધુ વાંચો >માપુટો (નદી)
માપુટો (નદી) : મોઝામ્બિકના માપુટો શહેર નજીક આવેલી નદી. તે સ્વાઝીલૅન્ડમાંથી આવતી ગ્રેટ ઉસુતુ નદી અને દક્ષિણ આફ્રિકામાંથી આવતી પોન્ગોલા નદીનો સંગમ થવાથી બને છે. સંગમ પછીની તેની લંબાઈ 80 કિમી. જેટલી છે. ત્યાંથી તે ઈશાન તરફ વહીને શહેરથી દક્ષિણે ડેલાગોઆ ઉપસાગરને મળે છે. તેનું મુખ માપુટો શહેરથી દક્ષિણતરફી અગ્નિકોણમાં…
વધુ વાંચો >માફિયા
માફિયા : કોઈ પણ સ્થળ કે કાળમાં છૂપી રીતે ગેરકાયદેસર કામ કરનારું ગુનેગારોનું સંગઠન. સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન જુદા જુદા સ્વરૂપમાં વ્યક્તિગત કે સમૂહસ્વરૂપે ગુનાઓ થતા જ રહ્યા છે. ગુનાને કોઈ સરહદો હોતી નથી. બધી સંસ્કૃતિઓમાં તે જોવા મળે છે. બધી જાતિઓમાં તે બનતા હોય છે. આર્થિક પ્રવૃત્તિના ભાગરૂપે તેનું અસ્તિત્વ…
વધુ વાંચો >માફિલિન્ડો
માફિલિન્ડો (Ma, Phil, Indo) : અગ્નિ એશિયામાં પ્રાદેશિક સહકાર માટેનું સંગઠન. 16 સપ્ટેમ્બર 1963માં રચાયેલા આ સંગઠનમાં મુખ્ય ત્રણ દેશો જોડાયેલા હતા; જેમાં મલેશિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થયો હતો. આ ત્રણેય દેશોના પ્રથમ અક્ષર-સમૂહોથી આ સંગઠન ઉપર્યુક્ત નામથી ટૂંકા સ્વરૂપમાં ઓળખાયું. મલેશિયાની રચના અંગે પ્રવર્તતી તંગદિલી દૂર કરવાના પ્રયાસરૂપે…
વધુ વાંચો >મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)
મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…
વધુ વાંચો >મામલતદાર
મામલતદાર : તાલુકા કક્ષાએ વહીવટ કરનાર રાજ્ય નાગરિક સેવાના રાજ્યપત્રિત અધિકારી. સમાહર્તા (ક્લેક્ટર) અને પ્રાંત અધિકારીની જેમ તે પ્રાદેશિક અધિકારી હોય છે જેની સત્તા તાલુકાના વિસ્તાર સુધી મર્યાદિત હોય છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન તેના હસ્તકના વહીવટી એકમને નિયમબદ્ધ બનાવવામાં આવ્યો. હવે દરેક તાલુકામાં જાહેર વહીવટનાં જુદાં જુદાં પાસાંનો સમાવેશ…
વધુ વાંચો >