ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મસૂરિકા
મસૂરિકા : આયુર્વેદમાં નિર્દેશેલો એ નામનો એક રોગ. લગભગ બાળકોમાં એ થાય છે. એ રોગમાં મસૂરની દાળ જેવા દાણા શરીર ઉપર નીકળે છે તેથી તેને ‘મસૂરિકા’ કહે છે. સામાન્ય લોકભાષામાં તેને અછબડા–બળિયાના નામથી ઓળખવામાં આવે છે. ઓળીને ‘રોમાંતિકા’ નામથી આયુર્વેદ ગ્રંથોમાં વર્ણવેલ છે. ઓળી–અછબડા, બળિયા – એ બાળકોમાં દેખા દેતા…
વધુ વાંચો >મસૂરી
મસૂરી (Mussoorie) : ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´ ઉ.અ. અને 78° 08´ પૂ.રે. પર સ્થિત છે. તે સમુદ્રસપાટીથી આશરે 2005 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંનું સર્વોચ્ચ શિખર Lal Tibba છે જે 2,275 મીટર ઊંચાઈ ધરાવે છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમી.ના અંતરે મસૂરી…
વધુ વાંચો >મસો, ગુહાંતર્ગત
મસો, ગુહાંતર્ગત (Polyp) : કોઈ અવયવના પોલાણમાં પ્રવર્ધમાન થઈને મોટો થયેલો રોગવિસ્તાર. તેને ગુહામસો પણ કહી શકાય. આંતરડાં કે અન્ય પોલા અવયવોની દીવાલમાં જ્યારે કોઈ રોગ કે વિકારને કારણે પેશીવૃદ્ધિ થાય ત્યારે તે ઘણી વખત પોલાણમાં મોટી થાય છે અને વધે છે. આવા ઊપસેલા ભાગને ગુહામસો અથવા ગુહાંતર્ગત મસો કહે…
વધુ વાંચો >મસ્ક, ઇલોન
મસ્ક, ઇલોન (જ. 28 જૂન, 1971, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ. ટેસ્લા, સ્પેસX, X (અગાઉ ટ્વિટર) અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી(DOGE)માં નેતૃત્વ માટે પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક ઇલોન રીવે મસ્ક. વર્ષ 2021થી દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ અને મે, 2025માં ફૉર્બ્સના અંદાજ મુજબ નેટવર્થ 424.7 અબજ ડૉલરની છે. 2024માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની…
વધુ વાંચો >મસ્કત
મસ્કત : ઓમાનનું પાટનગર. તે ઓમાનના ઈશાન કાંઠે ઓમાનના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 23° 35´ ઉ. અ. અને 58° 25´ પૂ. રે. 1970 સુધી મસ્કત અને ઓમાન એકબીજાના પર્યાય ગણાતા હતા. તે જ્વાળામુખી પર્વતોથી કમાન-આકારમાં ઘેરાયેલું છે, માત્ર તેના દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફ અખાત સાથે સડક…
વધુ વાંચો >મસ્કાવા તોશીહિડે
મસ્કાવા તોશીહિડે (જ. 7 ફેબ્રુઆરી 1940, જાપાન) : જાપાની સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ભૌતિકવિજ્ઞાનનો આ પુરસ્કાર તેમને મકોટો કોબાયાશી અને યોઇચિરો નાન્બુની ભાગીદારીમાં મળ્યો છે. તેઓ આઇચી પ્રિફેક્ચર(Aichi Prefecture)ના વતની છે. 1962માં તેઓ નગોયા (Nagoya) યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1967માં તે જ સંસ્થામાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે…
વધુ વાંચો >મસ્કોવાઇટ
મસ્કોવાઇટ (muscovite) : અબરખ સમૂહનું ખનિજ. ફાયલોસિલિકેટ. આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી અબરખપ્રકાર. તે શ્વેત-અબરખ અથવા પોટાશ-અબરખ તરીકે પણ ઓળખાય છે. રાસા. બં. : KAl2 (AlSi3)O10(OH, F)2. Si4O10 રચનાત્મક માળખામાં Al સિલિકોનથી વિસ્થાપિત થાય છે. Kની જગાએ Na, Ba અને Rbનું ગૌણ પ્રમાણ આવી શકે છે; Alની જગાએ એ જ રીતે Mg,…
વધુ વાંચો >મસ્તફકીર
મસ્તફકીર (જ. 1896, રાજકોટ; અ. 10 નવેમ્બર 1955) : ગુજરાતી હાસ્યલેખક. મૂળ નામ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ. તેમણે ‘બંડખોર’, ‘લખોટો’ અને ‘લહિયો’ તખલ્લુસથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તેમનું વતન ચાવંડ હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં લીધું હતું. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. 1914થી 1917 દરમિયાન…
વધુ વાંચો >મસ્તબા
મસ્તબા : પ્રાચીન ઇજિપ્તમાં ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન બંધાયેલી અમીરો વગેરે પ્રખ્યાત પુરુષોની વિશિષ્ટ કબરો. ભવન-સ્વરૂપની આ સમચોરસ કબરોની દીવાલો ઢળતી હોય છે. એમાં ભૂગર્ભ દફનખંડ, તેના ભોંયતળિયાને જઈ મળતું છેક ઉપરથી કરેલું સમચોરસ બાકોરું અને ઉપરની સમચોરસ અધિરચના – એમ ત્રણ અંગો જોવામાં આવે છે. દફનવિધિ વખતે શબપેટી…
વધુ વાંચો >મસ્તરામજી
મસ્તરામજી (જ. ?; અ. 1901, બોટાદ) : સૌરાષ્ટ્રના રામસનેહી પંથના અવધૂત. પૂર્વાશ્રમ અજ્ઞાત. તેમને પૂછતાં તેઓ બ્રહ્મને પોતાના પિતા, માયાને માતા અને વિશ્વને જન્મભૂમિ બતાવતા. સંભવત: બાળવય અયોધ્યામાં, યુવાની મારવાડમાં અને પ્રૌઢ તથા વૃદ્ધ અવસ્થા સૌરાષ્ટ્રમાં વીત્યાં. મારવાડની રામસનેહી પંથ-પરંપરાને સૌરાષ્ટ્રમાં ફેલાવનારા તેઓ અવધૂતી સંત હતા. ‘સાધુ તો ચલતા ભલા’…
વધુ વાંચો >