ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મની ઍટ કૉલ
મની ઍટ કૉલ : માંગવામાં આવે ત્યારે તરત જ પાછું મેળવી શકાય તેવું ધિરાણ. જ્યારે કોઈ એક બૅંકને તેનું રોકડ અનામત પ્રમાણ (cash reserve ratio) જાળવવા માટે અથવા બીજા કોઈ કારણસર તરત નાણાંની જરૂર પડે ત્યારે તે બૅંક બીજી બૅંક પાસેથી તુરત જ ભરપાઈ કરી આપવાની શરતે ઉછીનાં નાણાં લે…
વધુ વાંચો >મનીલા
મનીલા : ફિલિપાઇન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14° 35´ ઉ. અ. અને 121° 0´ પૂ. રે. તે દેશનું મુખ્ય આર્થિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક મથક હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બંદરી પ્રવેશદ્વાર પણ છે. ફિલિપાઇન્સની રાષ્ટ્રીય ભાષા ફિલિપીનોના મે (may) અર્થાત્ ‘છે’ તથા નિલાડ (nilad) અર્થાત્ ‘મનીલા ઉપસાગરને…
વધુ વાંચો >મનીલા ઉપસાગર
મનીલા ઉપસાગર : ફિલિપાઇન્સમાં લ્યુઝોન ટાપુના દક્ષિણ નૈર્ઋત્ય ભાગમાં, મનીલાથી પશ્ચિમ તરફ આવેલો ઉપસાગર. તે દક્ષિણ ચીની સમુદ્ર તરફ પથરાયેલો છે. તેની લંબાઈ 65 કિમી. અને પહોળાઈ 55 કિમી. જેટલી છે. તેનાં જળ મોટાં જહાજો આવી શકે એટલાં ઊંડાં છે. મનીલા અને કેવિટ તેના કિનારા પર આવેલાં ઉત્તમ કક્ષાનાં બારાં…
વધુ વાંચો >મનીષા
મનીષા : ગુજરાતી સામયિક. છઠ્ઠા દાયકાના પ્રારંભે પાશ્ચાત્ય સાહિત્યના સંસર્ગે આધુનિક સાહિત્યની વિભાવનાને વ્યક્ત કરવા સુરેશ જોષીએ વિવિધ સામયિકોનો પ્રારંભ કરીને આધુનિક સાહિત્યિક પત્રકારત્વની કેડી કંડારી હતી. ‘મનીષા’ તે પૈકીનું પ્રારંભનું એક માસિક. તે માત્ર સાહિત્ય પૂરતું સીમિત નહોતું. જૂન 1954માં એ શરૂ થયું. રસિક શાહ, સુરેશ જોષીના સાથી તંત્રી…
વધુ વાંચો >મનુ
મનુ : ભારતીય પરંપરા મુજબ માનવ-યોનિનો આદ્યપુરુષ. ભારતીય કાલગણનામાં મનુ મહત્વનું સીમાચિહ્ન ગણાય છે. આવા મનુ એક નહિ, પણ 14 છે. એકેક મનુ 71 ચતુર્યુગથી કંઈક અધિક કાલ ધરાવે છે. એક મનુ અને એની પછીના મનુની વચ્ચેના કાલને ‘મન્વન્તર’ કહે છે. પહેલા મનુ સ્વયંભૂ(બ્રહ્મા)ના પુત્ર હોઈ ‘સ્વાયંભુવ મનુ’ તરીકે ઓળખાય…
વધુ વાંચો >મનુસ્મૃતિ
મનુસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રની સહુથી પ્રાચીન અને સર્વમાન્ય સ્મૃતિ. એના પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે કે મનુએ ધર્મનાં સર્વ લક્ષણ પોતાના શિષ્ય ભૃગુને સમજાવ્યાં ને ભૃગુએ એમની હાજરીમાં એ સર્વ ઋષિઓને વિદિત કર્યાં. આમ ‘મનુસ્મૃતિ’ ખરી રીતે ‘મનુસ્મૃતિ’ની ‘ભૃગુસંહિતા’ છે. એમાં 12 અધ્યાય છે, જે કુલ 2,694 શ્લોકોમાં રચાયા છે. ‘મનુસ્મૃતિ’માં…
વધુ વાંચો >મનોનાટ્ય
મનોનાટ્ય (psychodrama) : દર્દીને તેનો વર્તનવિકાર સમજાવીને તે જાતે તેમાં સુધારો લાવી શકે તે માટે નાટક ભજવવારૂપ માનસિક સારવારની પદ્ધતિ. મનશ્ચિકિત્સાવિદ્યામાં ઘણા પ્રકારની સારવારપદ્ધતિઓ ઉપલબ્ધ છે. મનોનાટ્ય પણ તેમાંની એક છે. વર્તનવિકારના કોઈ પણ દર્દીની સારવાર કરતા પહેલાં તેના મનોવિકાર વિશે પૂરેપૂરો ખ્યાલ મેળવવામાં આવે છે. દર્દીમાં મનોવિકાર ક્યારે અને…
વધુ વાંચો >મનોન્મણિયમ્
મનોન્મણિયમ્ (1891) : તમિળ પદ્યનાટક. રાવબહાદુર પી. સુંદરમ્ પિલ્લઈરચિત આ નાટક 1891માં ચેન્નાઈમાં સૌપ્રથમ પ્રગટ થયું. આ કૃતિથી તમિળ નાટ્યસાહિત્યમાં રેનેસાંનો આરંભ થયો ગણાય છે. આ કૃતિ લૉર્ડ લિટનના ‘લૉસ્ટ ટેલ્સ ઑવ્ મિલિયસ : ધ સીક્રેટ વે’નું પદ્યમાં નાટ્યરૂપાંતર છે, જ્યારે નાટકમાંનું નાટક ‘શિવકામી ચરિતમ્’ ઑલિવર ગોલ્ડસ્મિથના ‘ધ હર્મિટ’ પર…
વધુ વાંચો >મનોભૌતિક પદ્ધતિઓ
મનોભૌતિક પદ્ધતિઓ (psychophysical methods) : આપણે ચોતરફ પર્યાવરણના અનેક ઊર્જાયુક્ત ઉદ્દીપકોથી ઘેરાયેલા હોઈએ છીએ. બાહ્ય ઉદ્દીપકો કે ઉદ્દીપક પરિસ્થિતિઓ આપણી જ્ઞાનેન્દ્રિયો સાથે સંપર્કમાં આવતાં આ સંવેદનગ્રાહક અવયવો ઉત્તેજિત થાય છે. આ ઉત્તેજના સાંવેદનિક અનુભવોમાં પરિણમે છે. સંવેદન થતાં પ્રાણી ઉદ્દીપક પરત્વે પ્રતિક્રિયા કરે તેને ‘વર્તન’ કહેવાય. ઉદ્દીપકનું સ્વરૂપ ભૌતિક હોય…
વધુ વાંચો >મનોભ્રંશ
મનોભ્રંશ (dementia) : વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓને અસર કરે તેવી રીતે તેની વૈધિક ક્રિયાઓમાં થયેલા સતત અને કાયમી ઘટાડાની સ્થિતિ. (1) ભાષા, (2) સ્મૃતિ, (3) અંતર જાણવાનું ર્દષ્ટિકૌશલ્ય (visuospatial skill), (4) લાગણીઓ અને વ્યક્તિત્વ તથા (5) સંક્ષિપ્તીકરણ (abstraction) કરવું, ગણતરી કે અંદાજો બાંધવાની ક્ષમતા જેથી બોધાત્મકતા (cognition) વગેરે 5…
વધુ વાંચો >