ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મનસૂરી, નબીબખ્શ મહંમદ
મનસૂરી, નબીબખ્શ મહંમદ (જ. 1966, સાબરકાંઠા; ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. અમદાવાદની સી. એન. ફાઇન આટ્ર્સ કૉલેજમાંથી તેમણે ચિત્રકળાનો ડિપ્લોમા (1990) અને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ગુલામ મહંમદ શેખ અને જ્યોતિ ભટ્ટની રાહબરી હેઠળ 1992માં ચિત્રકળાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. મનસૂરી ચિત્રોમાં ચિત્રવિચિત્ર કલ્પનાવાળું વિષય-વિશ્વ રજૂ કરે છે; વાસ્તવજગતના…
વધુ વાંચો >‘મનસ્વી’ પ્રાંતિજવાળા
‘મનસ્વી’ પ્રાંતિજવાળા (જ. 1904, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા; અ. 3 જુલાઈ 1969, એકાદર, એહમદનગર, મહારાષ્ટ્ર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતકાર અને નાટ્યકાર. મૂળ નામ : ચીમનલાલ ભીખાભાઈ જોશી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’થી શરૂઆત. 1923માં એમનું ‘મહારાષ્ટ્રનો મહારથી’ નાટક ભજવાયું. 1927માં ‘વલ્લભીપતિ’ નાટકનું ગીત ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ અનન્ય…
વધુ વાંચો >મનહર નટકલા મંડળ
મનહર નટકલા મંડળ (સ્થાપના : 15 સપ્ટેમ્બર 1959) : મનહરલાલ તુળજાશંકર જોશીની વ્યવસાયી નાટ્યમંડળી. શ્રી મનહર નટકલા મંડળ જેવા નાના મંડળે 1960માં દામનગર(જિ. અમરેલી)માં હરિભાઈ પટેલ-લિખિત ‘વીર માંગડાવાળો’ નાટકના કિટસન લૅમ્પના અજવાળે સળંગ 100 પ્રયોગો કરીને વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યશસ્વી પ્રકરણ ઉમેર્યું. માંગડાવાળાની મુખ્ય ભાવવાહી ભૂમિકા મનહરલાલ જોશીએ ભજવી હતી.…
વધુ વાંચો >મનહર રસકપૂર
મનહર રસકપૂર (જ. 8 મે 1922, સૂરત; અ. 14 ફેબ્રુઆરી 1980, હાલોલ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મનહર રસકપૂરનાં ઉછેર-શિક્ષણ મુંબઈમાં થયાં. ઉચ્ચ શિક્ષણ ઇસ્માઇલ યૂસુફ કૉલેજ તથા વિલ્સન કૉલેજ, મુંબઈમાંથી પ્રાપ્ત કર્યું. 1942ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે ભાગ લીધો હતો. ગુજરાતી ચલચિત્રસર્જક વિજય ભટ્ટની ફિલ્મોમાં પ્રકાશ પિક્ચર્સની ‘વિક્રમાદિત્ય’ અને ‘સમાજ કો બદલ ડાલો’માં…
વધુ વાંચો >મન:શસ્ત્રક્રિયા
મન:શસ્ત્રક્રિયા (Psychosurgery) : માનસિક રોગોના ઉપચારમાં કરાતી મગજની શસ્ત્રક્રિયા. ઈગાસ મોનિઝે 1936માં સૌપ્રથમ દર્શાવ્યું હતું કે મગજના આગળના ભાગ(અગ્રસ્થ ખંડ, frontal lobe)માં આલ્કોહૉલનું ઇન્જેક્શન આપવાથી તીવ્ર મનોવિકાર(psychosis)ના દર્દીઓમાં જોવા મળતી લાગણી અથવા ભાવની વિધ્યાનતા (emotional distraction) ઘટે છે. માનસિક રોગોમાં ક્યારેક મોટા મગજમાંના પોલાણ (ventricle)ની આગળ એક છેદ કરીને બંને…
વધુ વાંચો >મનાઈહુકમ
મનાઈહુકમ (injunction, stay) : અન્યાયી અથવા ગેરકાયદેસરનું કૃત્ય થતું અટકાવવા અથવા કાયદાની ર્દષ્ટિએ અયોગ્ય ગણાય તેવી ત્રુટિ કે ભૂલ યથાવત્ ચાલુ ન રહે તે માટે ન્યાયાલય દ્વારા આપેલ આજ્ઞા અથવા ચુકાદો. મનાઈહુકમ એ એક ન્યાયિક પ્રક્રિયા છે, જેના દ્વારા ન્યાયાલય કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા થતા ગેરકાયદેસરના કૃત્યને અટકાવી શકે…
વધુ વાંચો >મનાબે સુકુરો (Manabe Syukuro)
મનાબે, સુકુરો (Manabe, Syukuro) (જ. 21 સપ્ટેમ્બર 1931, શિંગુ, જાપાન) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે, હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ સ્યુકુરો મનાબે તથા સ હૅસલમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય…
વધુ વાંચો >મનામા
મનામા : ઈરાની અખાતના પશ્ચિમ ભાગમાં ટાપુરૂપે આવેલા બહેરિન રાજ્યનું તેમજ અમીરાતનું મોટામાં મોટું શહેર તથા પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 26° 05´ ઉ. અ. અને 50° 25´ પૂ. રે. પર બહેરિન ટાપુના ઈશાન છેડા પર આવેલું છે. સમગ્ર અમીરાતની આશરે 40 % જેટલી વસ્તી આ શહેરમાં વસે છે. તેનો…
વધુ વાંચો >મનાલી
મનાલી : હિમાચલપ્રદેશના કુલુ જિલ્લામાં આવેલું ગિરિનગર. ભૌગોલિક સ્થાન : 32° 15´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,134 મીટરની ઊંચાઈએ આવેલું છે. સિમલાથી તે 274 કિમી.ને અંતરે તથા કુલુથી કુલુ–લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 21 પર 40 કિમી.ને અંતરે આવેલું છે. આ ગિરિનગર તેનાં કુદરતી રમણીય…
વધુ વાંચો >મનિયર, કૉન્સ્ટન્ટીન
મનિયર, કૉન્સ્ટન્ટીન (જ. 1831, બેલ્જિયમ; અ. 1905) : બેલ્જિયન શિલ્પી. ઓગણીસમી સદીના બેલ્જિયમમાં પ્રવર્તી રહેલ સામાજિક-આર્થિક વિષમતા અને મજૂર વર્ગની બેહાલી અને પાયમાલીની સીધી અસર મનિયરની કલા પર જોવા મળે છે. મનિયરે કલાને સામાજિક ક્રાંતિના સાધન તરીકે સ્વીકારી હતી. ચિત્રકાર તરીકે પ્રારંભ કરી 1885 સુધીમાં મનિયરે ચિત્રકલાનો પૂર્ણતયા ત્યાગ કરી…
વધુ વાંચો >