ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મણિપુરી નૃત્ય
મણિપુરી નૃત્ય : ભારતના ઈશાન પ્રદેશનું વિશિષ્ટટ શૈલી ધરાવતું શાસ્ત્રીય નૃત્ય. ભારતના ઈશાન સીમાડા પરના મણિપુર રાજ્યના વીસ હજાર ચોકિમી.ના વિસ્તારમાં ડુંગરો અને પહાડો છે. આથી તેની 2⁄3 વસ્તી બાકીના સપાટ-ખીણ પ્રદેશમાં વસે છે. આ પ્રદેશ તેના કુદરતી સૌંદર્યને લીધે શોભે છે તેથી જ કદાચ તેનું નામ ‘મણિપુર’ પડ્યું હશે.…
વધુ વાંચો >મણિપુરી ભાષા અને સાહિત્ય
મણિપુરી ભાષા અને સાહિત્ય : સિનોટિબેટન ભાષાકુળની બે મહત્વની શાખાઓ, તેમાંની એક તે ટિબેટો-બર્મન જૂથ, તેની સાથે મણિપુરી સંકળાયેલી છે. બ્રાયન હૉટન હૉજ્સને આ ભાષાનો પ્રથમ અભ્યાસ કર્યો. તે પછી જ્યૉર્જ ગ્રિયર્સને મણિપુરીનાં મૂળ અને તેની વિલક્ષણતાઓ વિશે અભ્યાસ કર્યો. મણિપુરીને કાચીનમાં બોલાતી ભાષા સાથે સૌથી ગાઢ નાતો હોવાનું તેણે…
વધુ વાંચો >મણિપ્રવાલ
મણિપ્રવાલ : તમિળ ભાષાનું એક શૈલી-સ્વરૂપ. માળામાં જેમ પરવાળાં અને મોતીનું સંયોજન હોય છે તેમ મણિપ્રવાલમાં સંસ્કૃત તથા તમિળ ભાષાનું મિશ્રણ હોય છે. ઈ. સ.ની પાંચમી સદી પછીના પલ્લવ અને પાંડ્ય રાજવીઓના સમયના શિલાલેખો તેમજ તામ્રપત્રોમાં તેનું પગેરું શોધી શકાય છે. પલ્લવ રાજ્યકાળમાં મણિપ્રવાલ ભાષાનો સત્તાવાર સંદેશાવ્યવહાર માટે રાજ્યદરબારની ભાષા…
વધુ વાંચો >મણિમહેશ
મણિમહેશ (1969) : બંગાળી લેખક ઉમાપ્રસાદ મુખોપાધ્યાયની પ્રવાસવૃત્તાંતની કૃતિ. આ ગ્રંથને સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ઉમાપ્રસાદ મુખોપાધ્યાય (જ. 19૦2) બંગાળીના નામાંકિત લેખક છે. કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ઘણાં વર્ષો સુધી વકીલાતનો વ્યવસાય કર્યો. 1958માં વકીલાત છોડી, શાંતિની શોધમાં હિમાલયના પ્રવાસે નીકળી પડ્યા. તેના ફળસ્વરૂપે પ્રવાસવર્ણનની શ્રેણીનું…
વધુ વાંચો >મણિમેખલાઈ
મણિમેખલાઈ : તમિળ મહાકાવ્ય. આ મહાકાવ્ય ચેત્તાન કવિએ 6૦૦માં રચ્યું હતું. ઇલંગો અડિગલ કવિએ રચેલ ‘શિલપ્પદિકારમ્’ના વિષયવસ્તુને અનુસરતી આ કૃતિ જોડિયા-રચના તરીકે પ્રસિદ્ધ છે. બંને કૃતિઓ જોડે મળીને 4 જીવન-મૂલ્યોનું વિવરણ કરવા મથે છે. ‘એરમ’ (સદાચાર), ‘પોરુલ’ (સંપત્તિ), ‘ઇન્પુમ’ (પ્રેમ) અને ‘વિતુ’ (મુક્તિ). પ્રથમ 3 જીવનમૂલ્યોનું વિવરણ ‘શિલપ્પદિકારમ્’માં વિશેષ છે…
વધુ વાંચો >મણિયાર, પ્રિયકાન્ત
મણિયાર, પ્રિયકાન્ત (જ. 24 જાન્યુઆરી 1927, વિરમગામ; અ. 25 જૂન 1976, અમદાવાદ) : ઉત્તમ ઊર્મિકવિ. વતન અમરેલી. પિતાનું નામ પ્રેમચંદ અને માતાનું નામ પ્રેમકુંવર. શરૂઆતમાં વસવાટ માંડલ- (તા. વિરમગામ)માં કર્યા પછી અમદાવાદમાં સ્થિર થયા. તેમનાં કાવ્યસર્જનોમાં ‘પ્રતીક’ (1953), ‘અશબ્દ રાત્રિ’ (1959), ‘સ્પર્શ’ (1966), ‘સમીપ’ (1972), ‘પ્રબલ ગતિ’ (1974), ‘વ્યોમલિપિ’ (1979)…
વધુ વાંચો >મણિરામ
મણિરામ (જ. 1910, હિસાર, હરિયાણા) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાનાના ગાયક. તેમને પરિવારમાંથી જ શાસ્ત્રીય સંગીતનો વારસો મળેલો છે. તેમના પિતા પંડિત મોતીરામ પોતે સારા ગાયક હતા અને જમ્મુ તથા કાશ્મીર રિયાસતના દરબારમાં રાજગાયક હતા. તેમના કાકા પંડિત જ્યોતિરામ પણ સારા ગાયક હતા. મણિરામે નાની ઉંમરથી પિતા પાસેથી શાસ્ત્રીય…
વધુ વાંચો >મણિલાલ ‘પાગલ’
મણિલાલ ‘પાગલ’ (જ. 1889, ત્રાપજ, ભાવનગર; અ. 11 ફેબ્રુઆરી 1966) : વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર. આખું નામ મણિલાલ ત્રિભોવનદાસ ત્રિવેદી. ત્રાપજના વતની. તેમણે ગુજરાતી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ સમય દરમિયાન પિતાને વ્યવસાયમાં ખોટ આવતાં તેમને જીવનનિર્વાહ માટે મુંબઈમાં એક વીશીમાં પિરસણિયાનું કામ સ્વીકારવું પડ્યું. જાણીતા નટ-નાટ્યકાર મૂળજી આશારામે…
વધુ વાંચો >મતકરી, રત્નાકર
મતકરી, રત્નાકર (જ. 17 નવેમ્બર 1938, મુંબઈ) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર, નાટ્યદિગ્દર્શક તથા રંગમંચ-કલાકાર. પિતાનું નામ રામકૃષ્ણ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ 2૦ વર્ષ સુધી બૅંક ઑવ્ ઇન્ડિયામાં સેવા આપી. તે જ અરસામાં બાલનાટ્યના ક્ષેત્રે લેખનકાર્યની શરૂઆત કરી અને ત્યારબાદ નાટકો, વાર્તા,…
વધુ વાંચો >મતંગ
મતંગ : ભારતીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર અને કિન્નરી વીણાવાદ્યના સર્જક. તેમનો સમયગાળો વિવાદાસ્પદ છે. કિંવદંતી મુજબ તેમનો જીવનકાળ છઠ્ઠી શતાબ્દી ગણાય છે; પરંતુ પ્રો. રામકૃષ્ણ કવિ નામના વિદ્વાનના મતે તેમનો જીવનકાળ નવમી સદીનો મધ્યભાગ છે. તેમના ગ્રંથનું નામ ‘બૃહદ્દેશીય’ છે, જેના આઠ અધ્યાયોમાં શાસ્ત્રીય સંગીતનાં વિવિધ પાસાંઓની છણાવટ કરવામાં આવી…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >