ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

માઇનહૉફ, અલરિક

માઇનહૉફ, અલરિક (જ. 1934, ઑલ્ડનબર્ગ, જર્મની; અ. 1976) : જર્મનીનાં મહિલા આતંકવાદી. અભ્યાસકાળ દરમિયાન તેઓ જર્મનીનાં અણુશસ્ત્રોના નિ:શસ્ત્રીકરણની પ્રખર ઝુંબેશ ચલાવતાં હતાં. ડાબેરી પત્રકાર તરીકે તેમનું ખૂબ માન હતું. પરંતુ જેલવાસી આતંકવાદી આંદ્રે બૅડરની મુલાકાત લેતી વખતે તેઓ તેમના પ્રભાવ હેઠળ આવ્યા અને ઉદ્દામવાદી સામાજિક સુધારા લાવવા માટે હિંસાનો બળપ્રયોગ…

વધુ વાંચો >

માઇબૉરોડા, જ્યૉર્જી

માઇબૉરોડા, જ્યૉર્જી (જ. ? પોલ્ટાવા, યુક્રેન) : પ્રસિદ્ધ યુક્રેનિયન સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણથી જ યુક્રેનના લોકસંગીત અને લોકવાદ્યોનો ઊંડો શોખ. ક્રેમેચન્ગ ઇન્ડસ્ટ્રિયલ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી સોવિયેત પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે નિપ્રોગેસ (Dnieproges) પ્રૉજેક્ટમાં કામ કર્યું. આ દરમિયાન 1939માં કવિ શૅવ્યેન્કોના કાવ્ય ‘લિલેયા’ (‘Lileya’) પરથી તે જ નામના સિમ્ફનિક…

વધુ વાંચો >

માઇમોજેસી

માઇમોજેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને લેગ્યુમિનોસી (ફેબેસી) કુળનું ઉપકુળ ગણે છે. ફેબેસી કુળનાં પૅપિલિયોનૉઇડી, સીઝાલ્પિનીઑઇડી અને માઇમોજોઈડી ઉપકુળોને ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓ અનુક્રમે પૅપિલિયોનેસી, સીઝાલ્પિનિયેસી અને માઇમોજેસી નામનાં અલગ કુળની કક્ષામાં મૂકે છે. આ ત્રણેય કુળ પૈકી માઇમોજેસીને સૌથી આદ્ય ગણવામાં આવે છે. માઇમોજેસી કુળ…

વધુ વાંચો >

માઇરા (સેટી) Mira (Ceti)

માઇરા (સેટી) Mira (Ceti) : તેજસ્વિતાનું આવર્ત પરિવર્તન ધરાવતો સૌપ્રથમ જાણવામાં આવેલો તારો. તેજસ્વિતામાં દીર્ઘ-કાલીન પરિવર્તન ધરાવતા તારાઓમાં ‘માઇરા’ નમૂનારૂપ તારો છે. તે ઠંડો, લાલ રંગનો વિરાટ તારો છે. તેનો વ્યાસ સૂર્ય કરતાં 460ગણો મોટો છે. તેની તેજસ્વિતામાં સરેરાશ 3.4થી 9.3 પરિમાણનું આવર્ત-પરિવર્તન થાય છે અને તેનો આવર્તનકાળ 332 ± 9…

વધુ વાંચો >

માઇરૉન

માઇરૉન (જીવનકાળ : ઈસુ પૂર્વે પાંચમી સદી, બિયોટિયા, ગ્રીસ) : પ્રસિદ્ધ ગ્રીક શિલ્પી. તેમણે મુખ્યત્વે કાંસામાં શિલ્પ-કૃતિઓ સર્જી છે અને રમત-પ્રવૃત્ત ખેલાડીઓનાં અભ્યાસપૂર્ણ શિલ્પો માટે તેઓ પંકાયેલા છે. પ્રસિદ્ધ ગ્રીક શિલ્પીઓ ફિડિયાસ અને પૉલિક્લિટસના તેઓ સમકાલીન હતા. ઈ. પૂ. 450થી તેમનાં શિલ્પસર્જનોને ખ્યાતિ મળવી શરૂ થયેલી. ઈ. પૂ. 456થી 444…

વધુ વાંચો >

માઇલસ્ટોન, લૂઇસ

માઇલસ્ટોન, લૂઇસ (જ. 30 સપ્ટેમ્બર 1895, ઑડેસા, રશિયા; અ. 25 સપ્ટેમ્બર 1980) : ફિલ્મ-દિગ્દર્શક. અગાઉ ક્યારેય ન બન્યું હોય તેવું સૌથી પ્રભાવક અને પ્રખ્યાત યુદ્ધવિરોધી ઑસ્કર ઍવૉર્ડ વિજેતા ચલચિત્ર ‘ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’(1930)ના દિગ્દર્શક તરીકે તેઓ વિશ્વવિખ્યાત બન્યા છે. તેમણે અનેક ચિત્રો બનાવ્યાં છે, પણ તે બધાં આ…

વધુ વાંચો >

માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ

માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ (1939) : મૂળ આર્મેનિયન વંશના પ્રખ્યાત અમેરિકી લેખક વિલિયમ સારૉયાનનું પ્રલંબ એકાંકી. ‘માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ’ અમેરિકી નાટ્યસાહિત્યના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મનસ્વી કવિ અને એના યુવાન પુત્રની એમાં કાવ્યાત્મક કથા છે. સારૉયાનની નાટ્યકથાઓમાં સાહજિકતા અને સ્વયંભૂ વિકસતી પ્રસંગગૂંથણી નોંધપાત્ર હોય…

વધુ વાંચો >

માઉ

માઉ (1979) : સિંધી વાર્તાકાર અને નવલકથાકાર મોહન કલ્પના-લિખિત નવલકથા. વિભાજન-વિભીષિકા, કોમવાદની જ્વાળા, વિશૃંખલિત સિંધી સમાજની કષ્ટદાયક પરિસ્થિતિ તથા પુનર્વસવાટ માટેના વિડંબનાયુક્ત સંઘર્ષની આ નવલકથા ‘માઉ’(માતા)ની નાયિકા કલ્યાણી તથા તેનો પુત્ર હશમત – એ બંને યાદગાર પાત્રો બની રહ્યાં છે. સિંધમાં યુવાન હશમતને નિયાઝી નામક મુસ્લિમ યુવતી સાથે પ્રણયસંબંધો પાંગર્યા…

વધુ વાંચો >

માઉઝો, દામોદર

માઉઝો, દામોદર (જ. 1 ઑગસ્ટ 1944, મજોર્ધ, ગોવા) : કોંકણી ભાષાના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘કાર્મેલિન’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્યના વિષયમાં સ્નાતક થયા. પોતાના વતનમાં તેમણે ધંધો શરૂ કર્યો. તેમણે 2 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો અને બાલસાહિત્યનાં 3…

વધુ વાંચો >

માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી

માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી (જ. 1890, હૅલૅટ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા; અ. 1976) : માનવવંશવિજ્ઞાની અને લેખક. પોસ્ટ-ઑફિસ માટેના મિકૅનિક તરીકે તે ઑસ્ટ્રેલિયાના મૂળ આદિવાસીઓના પરિચયમાં આવ્યા અને તેમની જીવનશૈલીના નિષ્ણાત જાણકાર બની ગયા. તેમણે 1937માં ગુમ થયેલા સાહસખેડુ લુદવિગ લિચહાર્ટની શોધમાં સાહસ-અભિયાન હાથ ધર્યું; 1938થી 1960ના ગાળા દરમિયાન તેમણે મધ્ય ઑસ્ટ્રેલિયામાં 10…

વધુ વાંચો >

મઅર્રી, અબુલ આલા

Jan 1, 2002

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

Jan 1, 2002

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

Jan 1, 2002

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

Jan 1, 2002

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

Jan 1, 2002

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

Jan 1, 2002

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

Jan 1, 2002

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

Jan 1, 2002

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

Jan 1, 2002

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

Jan 1, 2002

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >