ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર

બારદોલાઈ, ગોપીનાથ બુદ્ધેશ્વર (જ. 6 જૂન 1890, રાહા, ગુવાહાટી, આસામ; અ. 5 ઑગસ્ટ 1950) : ભારતરત્ન ખિતાબથી નવાજાયેલા આધુનિક આસામના શિલ્પી. માનું નામ પ્રાણેશ્વરીદેવી. પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં લીધું. 1907માં વિશેષ ગુણવત્તા સાથે મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કૉલેજ-શિક્ષણ કલકત્તામાં લઈ 1912માં સ્નાતક થયા. ત્યારબાદ અનુસ્નાતક પદવી હાંસલ…

વધુ વાંચો >

બારદોલાઈ, નવીનચંદ્ર

બારદોલાઈ, નવીનચંદ્ર (જ. 3 નવેમ્બર 1875, ઉત્તર ગુવાહાટી, જિ. કામરૂપ; અ. 15 ફેબ્રુઆરી 1936) : આસામના જાહેર જીવનના અગ્રણી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રસિદ્ધ લેખક. તેમના પિતા માધવચંદ્ર આસામમાં સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ હતા, તેથી વિવિધ સ્થળે શિક્ષણ મેળવ્યું. તેમણે કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતકની અને રિપન કૉલેજમાંથી કાયદાની પદવી મેળવી. સરકારી નોકરીની તક મળવા…

વધુ વાંચો >

બારદોલાઈ, રજનીકાન્ત

બારદોલાઈ, રજનીકાન્ત (જ. 1867; અ. 1939) : અસમિયા ભાષાના નવલકથાના પ્રારંભિક લેખક. એમણે આસામી નવલકથાનું સ્વરૂપ-ઘડતર કર્યું. 1889માં બી.એ.ની પરીક્ષા પાસ કરીને તેઓ સરકારી નોકરીમાં જોડાયા. શરૂઆત નાયબ કલેક્ટરથી કરી. ધીમે ધીમે તેઓ નાયબ કમિશનરને પદે પહોંચ્યા. 1918માં તેઓ નિવૃત્ત થયા. જ્યારે ભારતીય સંસ્કાર અને પશ્ચિમના સંસ્કારો વચ્ચે ઘર્ષણ થતું…

વધુ વાંચો >

બારપેટા

બારપેટા : આસામ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 19´ ઉ. અ. અને 91° 00´ પૂ. રે. ની આજુબાજુનો કુલ 3,245 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાન, પૂર્વમાં નલબારી જિલ્લો, દક્ષિણ સરહદે બ્રહ્મપુત્ર નદી તથા કામરૂપ અને…

વધુ વાંચો >

બારબોસા, ડ્યુઆર્તે

બારબોસા, ડ્યુઆર્તે : 16મી સદીમાં દક્ષિણ ભારતમાં વહીવટ કરનાર ફિરંગી અમલદાર અને પ્રવાસી. તેણે દક્ષિણ ભારતમાં કોચીન જેવાં કેટલાંક સ્થળોએ ઈ.સ. 1500થી 1517 દરમિયાન વહીવટ કર્યો હતો. તેણે પૉર્ટુગલમાં પાછા ફરીને હિંદી મહાસાગરના કિનારા પર આવેલા દેશો અને લોકો વિશે માહિતી આપતો પ્રવાસગ્રંથ લખ્યો હતો. તેનો ગ્રંથ ‘ધ બુક ઑવ્…

વધુ વાંચો >

બારભૈયા, બિહારીલાલ છોટાલાલ

બારભૈયા, બિહારીલાલ છોટાલાલ (જ. 6 એપ્રિલ 1927) : ગુજરાતના ચિત્રકાર. તેમણે શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં ડિપ્લોમા મેળવ્યો હતો. આ પછી 1964–65માં અમેરિકા જઈ આયોવા સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્પેશિયલ સર્ટિફિકેટ ઇન એપ્લાઇડ આટર્સ મેળવ્યું. અમેરિકામાં આ અભ્યાસ દરમિયાન તેમને ‘ફૉર્ડ ફાઉન્ડેશન’ ફેલોશિપ પણ મળેલી. ભારતમાં વૈયક્તિક પ્રદર્શનો : બારભૈયાએ તાજ આર્ટ…

વધુ વાંચો >

બારમાસી (કાવ્ય)

બારમાસી (કાવ્ય) : ગુજરાતી મધ્યકાલીન ઊર્મિકવિતાનો એક પ્રકાર. આ કાવ્યપ્રકારમાં સામાન્ય રીતે 12 મહિનાનું પ્રકૃતિવર્ણન આવે છે. તેમાં બાર માસના વર્ણન નિમિત્તે કેટલેક અંશે પ્રકૃતિકવિતા પણ સાંપડે છે. ઉદ્દીપનવિભાવ તરીકે પ્રકૃતિવર્ણનની પાર્શ્વભૂ પર માનવભાવનું આલેખન થયું હોય છે. આ માનવભાવ લોકોત્તર-પૂજનીય પાત્રો દ્વારા વ્યક્ત થતો હોવાથી આવી કવિતા આપોઆપ ભક્તિ…

વધુ વાંચો >

બારમાસી (વનસ્પતિ)

બારમાસી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lochnerarosea (Linn.) Reichb. Syn. Catheranthus roseus G. Don. Syn. Vinco rosea Linn. (हिं. सदाबहार, बारहमासी, सदासुहागन; બં. નયનતારા; મ. સદાફૂલ; પં. રતનજોત; મલ. કપાબિલા; અં. રેડ પેરીવિકલ) છે. તે માડાગાસ્કર(આફ્રિકા)ની મૂલનિવાસી છે. હવે તેનું બંને ગોળાર્ધોના ઉષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

બારસિંગા

બારસિંગા (swamp deer) : શ્રેણી સમખુરી (artiodactyla), અધ:શ્રેણી પેકોરાના સેર્વિડે કુળનું તૃણાહારી સસ્તન પ્રાણી. બે શિંગડાં ધરાવતા અને સામાન્યપણે ‘હરણ’ નામે ઓળખાતા આ પ્રાણીનું પ્રત્યેક શિંગડું છ શાખાવાળું હોવાને કારણે તેને બારસિંગા કહેવામાં આવે છે. શાસ્ત્રીય નામ Cervus unicolor. અંગ્રેજી નામ swamp deer (કળણ હરણ). ભારતમાં તેની બે જાતિ જોવા…

વધુ વાંચો >

બારહત, કરણીદાન

બારહત, કરણીદાન (જ. 1925, કેફોના, જિ. હનુમાનગઢ, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ તથા વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ ‘માટી રી મહક’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનકાર્યમાં જોડાયા અને સતત 34 વર્ષ (1947થી 1980) સુધી કાર્યરત રહ્યા. 1942થી લેખનકાર્યનો પ્રારંભ.…

વધુ વાંચો >

બક, પર્લ

Jan 1, 2000

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

Jan 1, 2000

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

Jan 1, 2000

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

Jan 1, 2000

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

Jan 1, 2000

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

Jan 1, 2000

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

Jan 1, 2000

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

Jan 1, 2000

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

Jan 1, 2000

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

Jan 1, 2000

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >