૧૩.૧૨
બાબા બુધસિંહથી બાર્ટન મ્યુઝિયમ ભાવનગર
બાબા બુધસિંહ
બાબા બુધસિંહ (જ. 1878; અ. 1911, લાહોર) : પંજાબી લેખક. ત્રીજા શીખ ગુરુ અમરસિંહના વંશજ અને બાબા બેહમાસિંહના પુત્ર. પ્રાથમિક શિક્ષણ એમણે ફારસીમાં એક મસ્જિદમાં લીધું, અને માધ્યમિક શિક્ષણ મિશનરી શાળામાં લીધું હતું. ત્યાંથી જ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. મૅટ્રિકની પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થયા પછી તેઓ પી. સી. કૉલેજ,…
વધુ વાંચો >બાબા રામદેવ
બાબા રામદેવ (જ. 25 ડિસેમ્બર 1965, મહેન્દ્રગઢ, હરિયાણા) : યોગગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા. રાજકારણમાં પણ સક્રિય રસ લઈ રહ્યા છે. લોકોમાં દેશદાઝની ભાવના જગાડી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેમનું મૂળ નામ તો રામકિશન યાદવ. તેમનાં માતાનું નામ ગુલાબદેવી અને પિતાનું નામ રામનિવાસ યાદવ છે. કહેવાય છે…
વધુ વાંચો >બાબા લાખૂરામ
બાબા લાખૂરામ (જ. ઈ. સ. 1879 મોંટગોમરી–હાલ પાકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1930 મોંટગોમરી) : સ્વાતંત્રસેનાની. અસહકાર આંદોલન વખતે 1921માં પોતાનો વ્યવસાય છોડીને સ્વતંત્રતાસંગ્રામમાં જોડાઈ ગયા. રાજકીય કેદીઓ સાથેના અમાનુષી વહેવારના વિરોધમાં તેમણે અનશન આદર્યું. તત્કાલીન અધિકારીઓએ એમની ધરપકડ કરી પરંતુ જેલમાં રહીને ઉપવાસ ચાલુ રાખ્યા. એટલું જ નહિ અન્નની સાથે…
વધુ વાંચો >બાબિઝમ
બાબિઝમ : શીરાઝ(ઈરાન)ના મીરઝા અલી મહંમદે સ્થાપેલ ધાર્મિક જૂથ. 1844માં તેમણે જાહેરાત કરી કે તેમની બાબ તરીકે દૈવી પસંદગી થઈ છે. આ પદવીનો અર્થ ‘જ્ઞાનનું દ્વાર’ એવો થતો હતો. મોટાભાગના લોકોના મનમાં એવી છાપ ઊભી થઈ કે શીરાઝના વતની મહંમદને પયગંબર મહંમદને થયેલા જ્ઞાન કરતાંય ચડિયાતું જ્ઞાન પ્રાપ્ત થયું છે…
વધુ વાંચો >બાબી, જવાંમર્દખાન
બાબી, જવાંમર્દખાન (જ. –; અ. 1765) : બાબીવંશનો ગુજરાતનો સૂબો. બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાન છોડી હિંદ આવ્યો હતો. એણે એના પુત્ર શેરખાન બાબીને શાહજહાંના પુત્ર મુરાદબક્ષ સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાનનો પુત્ર ઝફરખાન ઘણો શક્તિશાળી હતો. ઝફરખાનના પુત્ર મહમૂદ શેરને ઈ. સ. 1716માં ‘ખાનજહાન જવાંમર્દખાન’નો ઇલકાબ આપીને…
વધુ વાંચો >બાબી વંશ
બાબી વંશ : એ નામનો ગુજરાતનો રાજવંશ. અફઘાનિસ્તાનનો વતની બાબી વંશનો આદિલખાન હુમાયૂંની સાથે ભારતમાં આવ્યો હતો. તેના પૌત્ર બહાદુરખાનને અકબરે શિરોહીની જાગીર આપી હતી. તેના પુત્ર જાફરખાનને 1694માં મુઘલ બાદશાહ ઔરંગઝેબે ‘સફદરખાન’નો ઇલકાબ તથા ઉત્તર ગુજરાતના ફોજદારનો હોદ્દો આપ્યો હતો. તેના પુત્ર શેરખાને કેટલોક સમય જૂનાગઢના નાયબ ફોજદારનો હોદ્દો…
વધુ વાંચો >બાબી, શેરખાન
બાબી, શેરખાન : ગુજરાતના સૂબેદાર મુરાદબક્ષનો મદદનીશ. ગુજરાતના બાબી વંશનો મૂળ પુરુષ બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાનથી હિંદ આવ્યો હતો. ઈ. સ. 1654માં મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાના પુત્ર મુરાદબક્ષને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો ત્યારે બહાદુરખાને પોતાના પુત્ર શેરખાન બાબીને તેની સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાન શૂરવીર, સાહસિક અને…
વધુ વાંચો >બાબુલ
બાબુલ : પારલૌકિક પ્રેમની કથા કહેતું લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1950, સમય : 142 મિનિટ, શ્વેત અને શ્યામ; નિર્માણસંસ્થા : સની આર્ટ પ્રોડક્શન; નિર્માતા-દિગ્દર્શક : એસ. યુ. સની; પટકથા : અઝ્મ બાઝિદપુરી; ગીત : શકીલ બદાયૂની; સંગીત : નૌશાદ; છબીકલા : ફલી મિસ્ત્રી; કલાકારો : નરગિસ, દિલીપકુમાર, મુનાવર સુલતાના,…
વધુ વાંચો >બામકો
બામકો : પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 39´ ઉ. અ. અને 8° 00´ પ. રે. પર તે નાઇજર નદીના કાંઠે આવેલું છે. 1880માં જ્યારે તે ફ્રેન્ચોને કબજે ગયું ત્યારે આ સ્થળ મર્યાદિત વસ્તી-સંખ્યા ધરાવતા ગામડા રૂપે…
વધુ વાંચો >બામુલાયજા હોશિયાર
બામુલાયજા હોશિયાર (1976) : પંજાબી ચર્ચાસ્પદ લેખક નરેન્દ્રપાલસિંહની નવલકથા. તેણે ઘણો ઊહાપોહ જગાવ્યો હતો. એક તરફ અશ્લીલતા તથા અમુક ધાર્મિક કોમની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા અને ભાવના પર પ્રહાર કરીને, કોમી રમખાણ જગાવે એવી ગણાવી પંજાબની સરકારે એની પર પ્રતિબંધ મૂક્યો હતો, તો બીજી તરફ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ એને 1976ની…
વધુ વાંચો >બારાઝાંજી
બારાઝાંજી : ઓરિસાનાં મંદિરોમાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પરની કોતરણી. ઓરિસાનાં મંદિરોમાં જુદા જુદા ભાગોની રચના એક વિશાળ પીઠ પર કરવામાં આવે છે અને દરેક ભાગના પ્રવેશદ્વારની રચનામાં આગવી કારીગરી દર્શાવાય છે. પ્રવેશદ્વારની રચનાનું પ્રમાણ પણ મંદિરના જે તે ભાગને – મુખ્યત્વે ગર્ભગૃહને અનુરૂપ હોય છે; આથી તેનું ઊર્ધ્વદર્શન અત્યંત ભવ્યતાપૂર્વક રીતે…
વધુ વાંચો >બારાડી, હસમુખ જમનાદાસ
બારાડી, હસમુખ જમનાદાસ (જ. 23 ડિસેમ્બર 1938, રાજકોટ; અ. 4 ફેબ્રુઆરી 2017, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, દિગ્દર્શક અને નાટ્યવિવેચક. વતન રાજકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1961માં ત્યાંની જ સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી નાટ્યદિગ્દર્શન વિષયનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં અંગ્રેજી–સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. 1972માં મૉસ્કોની યુનાચાર્સ્કી યુનિવર્સિટીમાંથી થિયેટર–ઇતિહાસના…
વધુ વાંચો >બારાદરી
બારાદરી : મુસાફરો માટે રહેણાક અંગે બાંધવામાં આવતી ઇમારત. ખાસ કરીને શહેરો-નગરોની બહાર, આવતા-જતા કે પસાર થતા મુસાફરો માટે રહેવાની–રાતવાસો કરવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવતી. બારાદરીની ઇમારતો ખાસ કરીને વિશાળ પ્રાંગણની આસપાસ હારબંધ ઓરડા તથા ઓસરીની રચના કરીને બાંધવામાં આવતી; જેથી સંખ્યાબંધ મુસાફરો તેમના કાફલા સાથે વાસ કરી શકે. આવી…
વધુ વાંચો >બારાનગર
બારાનગર : પશ્ચિમ બંગાળ રાજ્યના ચોવીસ પરગણા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 22° 38´ ઉ. અ. અને 88° 22´ પૂ. રે. તે બારાહાનગર તરીકે પણ ઓળખાય છે. આજે આ શહેર બૃહત્ કલકત્તાના એક પરા તરીકે ગણાય છે. તે કલકત્તાની ઉત્તરે હુગલી નદીના પૂર્વ કિનારે વસેલું છે. કલકત્તાથી તે 20…
વધુ વાંચો >બારાન્દી
બારાન્દી : જુઓ બાડા
વધુ વાંચો >બારાબંકી
બારાબંકી : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 19´ ઉ. અ. અને 80° 58´ થી 81° 55´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગોમતી નદીના દક્ષિણ તરફના થોડા નાના ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો…
વધુ વાંચો >બારા માસા (ઉર્દૂ)
બારા માસા (ઉર્દૂ) : એક કાવ્યપ્રકાર. તેમાં સ્ત્રીના વિરહના દર્દમય અનુભવો તથા તેની લાગણીઓ માસવાર બદલાતી ઋતુ અનુસાર વર્ણવવામાં આવે છે. આ પ્રકારનાં ગીતોમાં વર્ષના બારે માસનાં દુખ-દર્દોની રજૂઆત થાય છે, તેથી તેનું નામ બારા માસા પડ્યું છે. બારા માસા પ્રકારનું ગીત ઉર્દૂ ઉપરાંત પંજાબી, હરયાનવી, વ્રજભાષા, અવધી, મૈથિલી, માલવી,…
વધુ વાંચો >બારામુલ્લા
બારામુલ્લા : જમ્મુ-કાશ્મીર રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. સ્થાન-સીમા-વિસ્તાર : ભૌગોલિક સ્થાન : 32° 55´થી 33° 50´ ઉ. અ. અને 73° 45´થી 75° 20´ પૂ. રે. વચ્ચેનો 4,588 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુપવારા, પૂર્વમાં કારગિલ, અગ્નિ તરફ શ્રીનગર, દક્ષિણે બડગામ, નૈર્ઋત્યમાં પૂંચ…
વધુ વાંચો >બારાં
બારાં : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 06´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 6,955.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ કોટા જિલ્લો; ઉત્તર, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ મધ્યપ્રદેશની સીમા; તથા…
વધુ વાંચો >બારાં
બારાં : જુઓ નૌકાશ્રય
વધુ વાંચો >