ખંડ ૧૨
પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા
પ્યાર જી પ્યાસ (1972)
પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…
વધુ વાંચો >પ્યારેસાહેબ
પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…
વધુ વાંચો >પ્યાસા (1957)
પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…
વધુ વાંચો >પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)
પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…
વધુ વાંચો >પ્યુનીકા
પ્યુનીકા : જુઓ દાડમ
વધુ વાંચો >પ્યુમીસ (pumice)
પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…
વધુ વાંચો >પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)
પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…
વધુ વાંચો >પ્યોંગયાંગ (Pyongyang)
પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…
વધુ વાંચો >પ્રકટીકરણ (development)
પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…
વધુ વાંચો >પ્રકલ્પ-આયોજન (project planning)
પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…
વધુ વાંચો >ફ્રેન્ચ સાહિત્ય
ફ્રેન્ચ સાહિત્ય ફ્રેન્ચ સાહિત્યનો નવમી સદીથી આજ લગીનો બારસો વરસનો ઇતિહાસ. એમાં 5 યુગો છે : મધ્યકાલીન યુગ, પુનરુત્થાન યુગ, પ્રશિષ્ટતાનો યુગ, રંગદર્શિતાનો યુગ અને અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગ : સાહિત્ય તરીકે ફ્રેન્ચ સાહિત્યનો આરંભ બારમી સદીમાં થયો હતો. ફ્રાંસ ત્યારે યુરોપનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. પણ ફ્રેન્ચ પ્રજા…
વધુ વાંચો >ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ – ધ ક્વેકર્સ
ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ – ધ ક્વેકર્સ : 1947નું નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સંસ્થા. તેનું પૂરું નામ ધ રિલિજિયસ સોસાયટી ઑવ્ ફ્રેન્ડ્ઝ છે. આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપતી એ સંસ્થા લંડનની ફ્રેન્ડ્ઝ સર્વિસ કાઉન્સિલ (FSC) અને ફિલાડેલ્ફિયાની અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી (AFSC) – એમ બંને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘પ્રેમ શું…
વધુ વાંચો >ફ્રેરી જૉન
ફ્રેરી જૉન (જ. 10 ઑગસ્ટ 1740, રૉયડન હૉલ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 12 જુલાઈ 1807, ઈસ્ટ ડરહામ) : બ્રિટિશ પુરાતત્વવિદ. તેમને પ્રાચીન કલા-અવશેષોનો સંગ્રહ કરવાનો ઘણો શોખ હતો. તેમણે પ્રાગ્-ઐતિહાસિક પુરાતનશાસ્ત્રનો પાયો નાંખ્યો. 1771થી તેઓ ‘રૉયલ સોસાયટી ઑવ્ ઍન્ટિક્વરિઝ’ના સક્રિય સભ્ય હતા. 1790માં તેમણે ઇંગ્લૅન્ડમાં ડિસ નજીક હૉક્સન ખાતે લુપ્ત…
વધુ વાંચો >ફ્રેસ્કો
ફ્રેસ્કો : ઇમારતોની દીવાલ પર રંગસામગ્રીનો ઉપયોગ કરીને ચિત્રકામ કરવાની પાશ્ચાત્ય દેશોની એક શૈલી. આ શૈલી વિશ્વની સર્વ સંસ્કૃતિઓમાં પ્રચલિત છે અને આદિકાળથી મકાનોની શોભા વધારવા આ પદ્ધતિઓનો ઉપયોગ થતો આવ્યો છે. આ ચિત્રો દ્વારા લોકજીવનનાં અનેક પાસાંના વિવરણની પ્રથા અત્યંત જૂની છે. ભારતીય સંદર્ભમાં ધાર્મિક ઇમારતો તેમજ ખાનગી આવાસોમાં…
વધુ વાંચો >ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ)
ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ) : ભિત્તિચિત્રો માટેની ભૂમિકા તૈયાર કરવાની પદ્ધતિ. ‘વિષ્ણુધર્મોત્તર’માં એને ‘વજ્રલેપ’ કહીને તેની પૂરી રીત આપેલી છે, પરંતુ વિદ્યમાન ચિત્રો પરથી લાગે છે કે આ રીત ક્યાંય પ્રયોજાઈ નહોતી. ભૂકો કરેલાં પથ્થર, માટી અને છાણ, જેમાં ઘણી વાર ફોતરાં, વનસ્પતિના રેસા મેળવી ગોળની લાહી જેવો પદાર્થ બનાવતા, જેને ખડકની…
વધુ વાંચો >ફ્રૅંક, ઇલિયા મિખાઇલોવિચ
ફ્રૅંક, ઇલિયા મિખાઇલોવિચ [જ. 23 ઑક્ટોબર 1908, લેનિનગ્રાડ (હવે પીટર્સબર્ગ); અ. 1990] : વિજ્ઞાનીઓ ચેરેનકૉફ તથા ઇગોર વાય. ટેમ્મની સાથે 1958નો ભૌતિકશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર સંયુક્ત સ્વરૂપે મેળવનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ મિખાઇલ લ્યુદવિગોવિચ અને માતાનું નામ ફોલિઝાવેતા મિખાઇલોવ્ના. મૉસ્કો યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. ભૌતિકશાસ્ત્ર-ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1930થી…
વધુ વાંચો >ફ્રૅંક, જેમ્સ
ફ્રૅંક, જેમ્સ (જ. 26 ઑગસ્ટ 1882, હૅમ્બર્ગ, જર્મની; અ. 21 મે 1964, ગોટિંગન, જર્મની) : વિજ્ઞાની ગુસ્તાવ હર્ટ્ઝ સાથે 1925ની સાલના ભૌતિકશાસ્ત્રનો સંયુક્ત નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ જેકબ અને માતાનું નામ રેબેકા. 1901–02 સુધી હાઇડલબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1906માં બર્લિન યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવી.…
વધુ વાંચો >ફ્રેંચ કલા
ફ્રેંચ કલા ફ્રાંસમાં પાંગરેલી ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની કલા. યુરોપની કલાના કેટલાક પ્રવાહો અને શૈલીઓની જન્મભૂમિ ફ્રાંસ રહ્યું છે, તો સાથે સાથે યુરોપના અન્ય દેશોમાં પાંગરેલાં કલાપ્રવાહો અને શૈલીઓએ પણ ફ્રાંસમાં મૂળિયાં જમાવ્યાં હોય એવું પણ બન્યું છે. યુરોપની કલાના સમગ્ર વિકાસમાં ફ્રાંસનો ફાળો નાનોસૂનો ન કહેવાય. કલાના 30,000 વરસ…
વધુ વાંચો >ફ્રેંચ ગિયાના અંતરીક્ષમથક
ફ્રેંચ ગિયાના અંતરીક્ષમથક : ફ્રેંચ ગિયાના(દક્ષિણ અમેરિકા)માં કુરુ ખાતે આવેલું યુરોપીય અંતરીક્ષ સંસ્થા(ESA)નું અંતરીક્ષયાન-પ્રમોચન-મથક. વિષુવવૃત્તથી ફક્ત 2° ઉ. અ. પર આવેલું આ પ્રમોચન-મથક ઉપગ્રહને ભૂ-સમક્રમિક સ્થાનાંતરણ કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે ખૂબ અનુકૂળ છે. વળી, પૂર્વ કે ઉત્તર દિશામાં પ્રમોચન દરમિયાન પ્રમોચન-વાહનનો ઉડ્ડયન-પથ 3,000 કિમી. સુધી સમુદ્ર પર જ હોય છે.…
વધુ વાંચો >ફ્રૉઇડ, ડૉ. આન્ના
ફ્રૉઇડ, ડૉ. આન્ના (જ. 3 ડિસેમ્બર 1895, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 9 નવેમ્બર 1982, લંડન) : વિખ્યાત મનોવિશ્લેષક મહિલા. ડૉ. સિગ્મન્ડ ફ્રૉઇડ અને માર્થા ફ્રૉઇડનાં છ સંતાનોમાં આન્ના સૌથી નાનાં અને એકમાત્ર મનોવિશ્લેષક થયેલાં સંતાન હતાં. એમનો સઘળો અભ્યાસ વિયેનાની કન્યાશાળા અને ‘કૉલેજ લા દ સીશુમ’માં પૂરો થયેલો. તેમણે આ જ…
વધુ વાંચો >