ખંડ ૧૨

પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા

પ્રદૂષણ અને સૂક્ષ્મજીવો

પ્રદૂષણ અને સૂક્ષ્મજીવો : પ્રદૂષણ માટે કારણભૂત તથા પ્રદૂષણની માવજત કે જાળવણી સાથે સંકળાયેલા સૂક્ષ્મજીવો અને તેમની કાર્યસરણી. પૃથ્વી પર વસતાં સજીવોની ચયાપચયી પ્રક્રિયાઓની અસરથી ઉદભવતો કચરો તથા જીવોના વિવિધ ભાગો સહિતનો મૃતદેહ જૈવવિઘટનાત્મક (biodegradable) હોય છે. જમીન ઉપર અથવા પાણીમાં એકઠા થતા આ કચરાને નિર્જીવ ઘટકોમાં ફેરવવાની પ્રક્રિયામાં સૂક્ષ્મજીવો,…

વધુ વાંચો >

પ્રદ્યોત

પ્રદ્યોત : ઈ.પૂ. છઠ્ઠી સદી દરમિયાન થઈ ગયેલો અવંતીનો રાજવી. પુરાણો, બૌદ્ધ, પાલિ સાહિત્ય, જૈન ગ્રંથો, મેરુતુંગની ‘થેરાવલી’ તથા ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ નાટકમાં તેના ઉલ્લેખો છે. બૃહદ્રથવંશના છેલ્લા સોમવંશી રિપુંજય રાજાને તેના પ્રધાન પુનિક કે પુલિકે મારી નાખીને તેના પુત્ર પ્રદ્યોતને અવન્તીની ગાદી ઉપર બેસાડ્યો. આમ, પ્રદ્યોત આ વંશનો પહેલો રાજા…

વધુ વાંચો >

પ્રધાન, મત્સ્યેન્દ્ર

પ્રધાન, મત્સ્યેન્દ્ર (જ. 1939, હૅપી વૅલી ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ) : નેપાળી વિવેચક અને નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘નીલકંઠ’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તત્વજ્ઞાનમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. કિશોરાવસ્થાથી જ અનેક નેપાળી સામયિકોમાં તેમનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થવા માંડેલાં. પાછળથી…

વધુ વાંચો >

પ્રધાનમંડળ

પ્રધાનમંડળ : સંસદીય લોકશાહીમાં સરકારનો સૌથી અગત્યનો અને સર્વોચ્ચ વહીવટી એકમ. લોકશાહી પદ્ધતિમાં કારોબારીનાં કાર્યો સવિશેષ મહત્વનાં હોય છે. કાર્યો કરવાની તેની પદ્ધતિના આધારે લોકશાહીના બે પેટાપ્રકાર પડે છે : સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. સંસદીય લોકશાહીને ઓળખવાનો એક માપદંડ તેની પ્રધાનમંડળપ્રથા છે. તે સરકારનો ધરીરૂપ એકમ છે. ઘણી વાર…

વધુ વાંચો >

પ્રધાનમંત્રી સંગ્રહાલય

પ્રધાનમંત્રી સંગ્રહાલય: નવી દિલ્હીમાં તીન મૂર્તિ ભવન ખાતે બનેલું ભારતના બધા જ વડાપ્રધાનોને સમર્પિત સંગ્રહાલય. એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું. હાઉસ ઑફ ડેમોક્રેસીના નામે પણ ઓળખાતા આ સંગ્રહાલયમાં ભારતના બધા જ 14 વડાપ્રધાનો અને એક કાર્યકારી વડાપ્રધાન એમ કુલ 15 વડાપ્રધાનોના કાર્યકાળની માહિતી, તેમના કાર્યકાળ દરમિયાન…

વધુ વાંચો >

પ્રપંચન

પ્રપંચન (જ. 1945, પુદુચેરી, તમિળનાડુ) : તમિળ સાહિત્યના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર. તેમની શ્રેષ્ઠ નવલકથા ‘વાનમ વસપ્પડુમ’ માટે તેમને 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ તમિળ સાહિત્યમાં પુલાવરની પદવી ધરાવે છે. માત્ર 17 વર્ષની વયે તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. આજ સુધીમાં તેમણે ટૂંકી વાર્તાના 18 સંગ્રહો, 14…

વધુ વાંચો >

પ્રપાત-અસર (avalanche effect)

પ્રપાત-અસર (avalanche effect) : પર્વત પરથી ધસમસતા પથ્થરો કે હિમશિલાઓ. પહાડો પરથી વેગમાં ધસી આવતી શિલા અન્ય શિલાઓ સાથે અથડાઈને તેને વેગમાન બનાવે છે. એ અથડામણ એટલી પ્રબળ હોય છે કે પ્રવેગિત થયેલી શિલાઓ ખુદ ફરીથી બીજા પથ્થરોને અથડાઈને બહુગુણિત (multiple) અસર ઊભી કરે છે. આવી ઘટનાને પારંપરિત કે અનુવર્ધન(cascade)ની…

વધુ વાંચો >

પ્રબન્ધ (સાહિત્ય)

પ્રબન્ધ (સાહિત્ય) : ઐતિહાસિક, ચરિત્રાત્મક વસ્તુવાળું આખ્યાન-પદ્ધતિનું કથાત્મક ને વર્ણનાત્મક પદ્યસ્વરૂપ. ઐતિહાસિક વીરકાવ્ય તરીકેય તે ઓળખાય છે. ‘ચતુર્વિંશતિપ્રબન્ધ’ જેવા મધ્યકાળના સંસ્કૃત પ્રબન્ધોનું વસ્તુ પણ ઐતિહાસિક છે. સામાન્ય રીતે ઐતિહાસિક કે ધાર્મિક વીર પુરુષના ચરિત્રની આસપાસ પાત્રો, પ્રસંગો યોજી પ્રબન્ધમાં તેના ચરિત્રને ઉપસાવવામાં આવે છે. બહુધા માત્રામેળ છંદોના વાહન દ્વારા, ક્યારેક…

વધુ વાંચો >

પ્રબન્ધ (સંગીત)

પ્રબન્ધ (સંગીત) : નિશ્ચિત વિષય પરત્વે વિચારોની અભિવ્યક્તિ માટે ગોઠવેલી શબ્દરચના, જે ઘણુંખરું પદ્યમાં અને રાગ કે છંદમાં બાંધેલી હોય છે. શાસ્ત્રકાર આચાર્ય શાઙર્ગદેવના સમયમાં (તેરમી સદી) ખયાલ તથા ધ્રુપદની શૈલી પ્રચારમાં નહોતી. તે સમયમાં પ્રબન્ધ, વસ્તુ, રૂપક વગેરે ગાવાનો રિવાજ હતો. પ્રબન્ધના ભિન્ન ભિન્ન ભાગો હતા, જેને માટે ‘ધાતુ’…

વધુ વાંચો >

પ્રબન્ધકોશ (1349)

પ્રબન્ધકોશ (1349) : ગુજરાતના પ્રસિદ્ધ પુરુષોનાં ચરિત અંગે સંસ્કૃતમાં લખાયેલા 24 પ્રબન્ધોનો સંગ્રહ. કર્તા રાજશેખરસૂરિ. જૈન પ્રબન્ધગ્રંથોમાં જિનભદ્ર-કૃત ‘પ્રબન્ધાવલી’ (ઈ. સ. 1234), મેરુતુંગાચાર્યરચિત ‘પ્રબન્ધચિન્તામણિ’ (ઈ. સ. 1305) અને રાજશેખરસૂરિ-કૃત ‘પ્રબન્ધકોશ’ કે ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ (ઈ. સ. 1349) સુપ્રસિદ્ધ છે. રાજશેખરસૂરિ હર્ષપુરીય મલધારી ગચ્છના શ્રી તિલકસૂરિના શિષ્ય હતા. એમણે ‘ષડ્દર્શનસમુચ્ચય’ વગેરે દાર્શનિક ગ્રંથો…

વધુ વાંચો >

પ્યાર જી પ્યાસ (1972)

Feb 1, 1999

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

પ્યારેસાહેબ

Feb 1, 1999

પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…

વધુ વાંચો >

પ્યાસા (1957)

Feb 1, 1999

પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…

વધુ વાંચો >

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

Feb 1, 1999

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્યુનીકા

Feb 1, 1999

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

Feb 1, 1999

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)

Feb 1, 1999

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

Feb 1, 1999

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

Feb 1, 1999

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રકલ્પ-આયોજન (project planning)

Feb 1, 1999

પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો  છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…

વધુ વાંચો >