૧૨.૧૨

પ્રસન્નરાઘવથી પ્રાકૃતપ્રકાશ

પ્રસન્નરાઘવ (તેરમી સદીનો પૂર્વાર્ધ)

પ્રસન્નરાઘવ (તેરમી સદીનો પૂર્વાર્ધ) : જયદેવે રચેલું રામકથા પરનું સંસ્કૃત નાટક. સાત અંકનું બનેલું આ નાટક વાલ્મીકિના રામાયણ પર આધારિત હોવા છતાં મૂળ કથાનકમાં જયદેવે ઘણાં પરિવર્તનો કરીને અદભુત નાટકીય અસરો ઉપજાવી છે. નાટ્યકાર જયદેવે પ્રસ્તાવનામાં આપેલા પોતાના પરિચય મુજબ તેઓ કૌણ્ડિન્ય ગોત્રના હતા. સુમિત્રા અને મહાદેવના તેઓ પુત્ર હતા.…

વધુ વાંચો >

પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ)

પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ) : તંજાવર રાજ્યના રાજકવિ દર્ભગિરિ-રચિત યક્ષગાન. એ તેલુગુનો ર્દશ્યશ્રાવ્ય કાવ્યપ્રકાર છે. એ મંદિરોમાં અને રાજદરબારોમાં ભજવાય  છે. તેમાં વર્ણનાત્મક તથા સંવાદપ્રધાન ગીતોની રચના હોય છે. એના અનેક પ્રકારો પૈકી એક પ્રકાર ઇષ્ટદેવની સ્તુતિ તથા એનાં મહિમાગીતોનો હોય છે. વ્યંકટેશ્વર તિરુપતિ એ દક્ષિણના આરાધ્ય દેવ છે, જેમનો…

વધુ વાંચો >

પ્રસન્ના, એરાપલ્લી

પ્રસન્ના એરાપલ્લી (જ. 22 મે 1940, બૅંગ્લોર) : ક્રિકેટની રમતમાં ભારતના ઉત્કૃષ્ટ ઑફ-સ્પિનર. 1961–62માં મૈસૂર તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ 1961–62માં મદ્રાસ ખાતે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે પાંચમી ટેસ્ટમાં તેમણે ‘ટેસ્ટ-પ્રવેશ’ મેળવ્યો હતો : 1961–62થી 1978–79 સુધીમાં પ્રસન્નાએ 49 ટેસ્ટમૅચોમાં રમીને 30.39ની સરેરાશથી કુલ 189 વિકેટો ઝડપી હતી. પ્રસન્નાએ…

વધુ વાંચો >

પ્રસન્ના, કુમાર

પ્રસન્ના કુમાર : કન્નડ રંગભૂમિના જાણીતા દિગ્દર્શક. 1975માં દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં નાટ્યતાલીમ લઈ મુખ્યત્વે કર્ણાટકમાં પલાંઠી વાળીને નાટકો કરતા રહેલા પ્રસન્નાએ અનેક નાટ્યપ્રકારોમાં પ્રયોગો કરી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પ્રારંભનાં પાંચેક વર્ષ તેમણે શેરીનાટકો કર્યાં, અને એ દરમિયાન જ પારસી થિયેટરની શૈલીએ નવાં કન્નડ નાટકો તૈયાર કર્યાં. એમનું…

વધુ વાંચો >

પ્રસરણ (1)

પ્રસરણ (1) : કોઈ પણ વાયુ, પ્રવાહી કે ઘન દ્રાવ્ય પદાર્થની ઊંચી સાંદ્રતાવાળા વિસ્તાર તરફથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ થતી ચોખ્ખી ગતિ. તે અણુઓ, આયનો કે પરમાણુઓની યાર્દચ્છિક (random), સ્થાનાંતરીય (translational) ક્રિયાત્મક ગતિ(kinetic motion)નું પરિણામ છે અને બંધ તંત્રમાં તેમની સાંદ્રતા બંને વિસ્તારોમાં સરખી ન બને ત્યાં સુધી ચાલુ રહે…

વધુ વાંચો >

પ્રસરણ (2)

પ્રસરણ (2) : જુઓ પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર

વધુ વાંચો >

પ્રસાદ

પ્રસાદ : હિંદુ ધર્મની માન્યતા મુજબ દેવતાને ધરવામાં આવેલી અથવા દેવતા, ગુરુ વગેરેએ પ્રસન્ન થઈને આપેલી વાનગી – ફળ, ફૂલ, વસ્ત્ર વગેરેમાંની કોઈક વસ્તુ. પૂજા, પુરાણકથા, ભજન વગેરે હિંદુ ધાર્મિક વિધિને અંતે દેવતા વગેરેને ધરાવેલી નૈવેદ્યની વસ્તુ પ્રસાદ તરીકે હાજર રહેલી વ્યક્તિઓને વહેંચવાની પ્રથા ભારત દેશમાં પ્રચલિત છે. દેવતા વગેરેની…

વધુ વાંચો >

પ્રસાદ, એલ. વી.

પ્રસાદ એલ. વી. (જ. 17 જાન્યુઆરી 1908, ગામ દલુરુ, તા. સામવારાપાડુ, જિ. પશ્ચિમ ગોદાવરી; અ. 22 જૂન 1994) : હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચલચિત્રોના અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, સ્ટુડિયો અને પ્રયોગશાળાના માલિક. ભારતમાં સવાક્ ચલચિત્રોનો યુગ શરૂ થયો એ અરસાથી ચલચિત્રો સાથે તેઓ જોડાયા હતા. પૂરું નામ અક્કિનેની લક્ષ્મીવર પ્રસાદ…

વધુ વાંચો >

પ્રસાદ, જયશંકર

પ્રસાદ જયશંકર (જ. 1889, વારાણસી; અ. 1937) : હિંદી સાહિત્યકાર. અત્યંત સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબના. પિતા દેવીપ્રસાદ સાહુ. પરિવાર શિવ-ઉપાસક હોવાના કારણે પ્રસાદજીનું ‘જયશંકર’ નામ પાડવામાં આવ્યું. પ્રારંભમાં સંસ્કૃત, હિંદી, ફારસી અને ઉર્દૂનું શિક્ષણ ઘેર રહીને લીધું. કિશોરવયમાં પિતા અને પછી માતાનું છત્ર ગુમાવ્યું. એ પછી મોટા ભાઈના અવસાનને કારણે…

વધુ વાંચો >

પ્રસારણી

પ્રસારણી : જેના ઉપયોગથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય તે આયુર્વેદિક ઔષધ. પ્રસારણીને ‘अपेहिवाता’ અર્થાત્ વાતદોષદૂરકર્તા પણ કહે છે. ઔષધિનાં અન્ય નામો : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી – બધી ભાષામાં તે ‘પ્રસારણી’ નામે અને મરાઠીમાં પ્રસારણ નામે, લૅટિનમાં Paederia faetida તથા બંગાળીમાં ‘ગંધમાદુલિયા’ નામે ઓળખાય છે. તે મંજિષ્ઠાદિ વર્ગ –…

વધુ વાંચો >

પ્રહલાદચરિતમુ

Feb 12, 1999

પ્રહલાદચરિતમુ : તેલુગુ સંત કવિ ત્યાગરાજની રચના. તેલુગુ તથા તમિળ બંને ભાષાઓમાં જેમણે એમની રચનાઓ દ્વારા અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેમનામાં સંત, સંગીતકાર તથા કવિનો સુમેળ સધાયો હતો તે ત્યાગરાજે (1767–1847) અનેક સંગીતરૂપકો રચેલાં અને ગાયેલાં. તેમાં ‘પ્રહલાદચરિતમુ’ મુખ્ય છે અને આજે પણ આંધ્રપ્રદેશમાં, લોકોમાં તે ગવાતું રહે…

વધુ વાંચો >

પ્રહલાદનદેવ

Feb 12, 1999

પ્રહલાદનદેવ (ઈ. સ. 1163થી 1219) : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુ પ્રદેશના પરમાર વંશના રાજા યશોધવલનો પુત્ર તથા રાજા ધારાવર્ષનો અનુજ. તેની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. તેના વડીલ બંધુ ધારાવર્ષ પિતાના અવસાન બાદ રાજા બન્યા, ત્યારે પ્રહલાદન અનુજ હોવાથી યુવરાજ બન્યો. ધારાવર્ષની હયાતીમાં તેનું નિધન થવાથી તે કદી…

વધુ વાંચો >

પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ

Feb 12, 1999

પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ  : અંગ્રેજી ચલચિત્ર – સાહસચિત્ર. નિર્માણ-વર્ષ : 1957. નિર્માતા-દિગ્દર્શક : સ્ટૅનલી ક્રેમર; પટકથા : એડના ઍડહૉલ્ટ, ઍડવર્ડ એન. હૉલ્ટ; છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર; સંગીત : જ્યૉર્જિસ એન્થેઇલ; મુખ્ય ભૂમિકા : કૅરી ગ્રાન્ટ, સોફિયા લૉરેન, ફ્રૅન્ક સિનાત્રા, થિયોડૉર બાઇકલ, જૉન વેન્ગ્રાફ, જે. નૉવેલો, ફિલિપ વાનઝેન્ડર. છબિકલાની…

વધુ વાંચો >

પ્રાઇમોજેનિચરનો નિયમ

Feb 12, 1999

પ્રાઇમોજેનિચરનો નિયમ : કાયદો, પ્રથા અથવા પરંપરાગત વ્યવહાર દ્વારા જ્યેષ્ઠ સંતાનને પ્રાપ્ત થતો વારસાનો અન્યવર્જિત અધિકાર. લૅટિનમાં ‘પ્રાઇમોજેનિસ’ એટલે પ્રથમ જન્મેલું એવો અર્થ છે. તે ઉપરથી તેનો ભાવાર્થ થાય જ્યેષ્ઠ સંતાન અગર જ્યેષ્ઠ પુત્ર. એક જ માતાપિતાનાં અનેક સંતાનો પૈકી સૌથી પ્રથમ જન્મેલા સંતાનના પૈતૃક અધિકાર તેના દ્વારા નિર્ધારિત થતા…

વધુ વાંચો >

પ્રાઇમ્યુલેસી

Feb 12, 1999

પ્રાઇમ્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 28 પ્રજાતિ અને 800 જાતિઓ ધરાવે છે. તેનું બધા જ ખંડોમાં બહોળું વિતરણ થયું હોવા છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. કેટલીક જાતિઓ ઉત્તર ધ્રુવ અને ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં થાય છે; પરંતુ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ ગોળાર્ધમાં ભાગ્યે જ…

વધુ વાંચો >

પ્રાઉટનો સિદ્ધાંત

Feb 12, 1999

પ્રાઉટનો સિદ્ધાંત : વિવિધ તત્વોના પરમાણુઓ સંઘનિત (condensed) બનેલા છે તેવી વિલિયમ પ્રાઉટ દ્વારા 1815માં રજૂ કરાયેલી પરિકલ્પના. તે મુજબ (1) બધાં તત્વોના સાપેક્ષ પરમાણુભાર હાઇડ્રોજનના પરમાણુભારના પૂર્ણાંક ગુણાંક (integral multiple) છે, અને (2) મૂળ-દ્રવ્ય(primary matter)માં હાઇડ્રોજન પ્રાથમિક પદાર્થ છે. આ અનુસાર તત્વોના પરમાણુભાર પૂર્ણાંક સંખ્યા ધરાવે છે. આ પરિકલ્પના…

વધુ વાંચો >

પ્રાકારમ્

Feb 12, 1999

પ્રાકારમ્ : મકાનની અંદરના ભાગમાંનો ચોક અથવા દ્રવિડ સ્થાપત્યના સંદર્ભમાં, મંદિરોના નગરમાં મંદિરનો ફરતો બાંધવામાં આવતો કોટ. પ્રાકારમ્ની સંખ્યા ઘણી વાર ત્રણ-ચારથી પણ વધારે રહેતી. તેમાં મંદિરોના સમૂહને આવરી લેતી ખુલ્લી જગ્યાને પણ પ્રાકારમ્ તરીકે ઓળખવામાં આવતી. આ કોટ મંદિરના સંકુલના ઉત્તરોત્તર વિકાસને અનુલક્ષીને મંદિરોની હદ બાંધવા બંધાતા અને પ્રાકારમની…

વધુ વાંચો >

પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી)

Feb 12, 1999

પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી) : પ્રાકૃત કથાઓનો સંગ્રહ. પદ્મચંદ્રસૂરિના અજ્ઞાત શિષ્યે ‘વિક્કમસેણચરિય’ નામના પ્રાકૃત કથાગ્રંથની રચના કરી હતી. આની 14 કથાઓમાંથી 12 કથાઓ ‘પ્રાકૃતકથાસંગ્રહ’માં આપવામાં આવી છે. ગ્રંથકર્તાની અને સમયની બાબતમાં આનાથી વધારે કોઈ બીજી માહિતી  મળતી નથી. ‘પ્રાકૃતકથાસંગ્રહ’ની એક પ્રત સંવત 1398(ઈ. સ. 1342)માં લખાઈ હતી, જેનાથી અનુમાન થઈ શકે…

વધુ વાંચો >

પ્રાકૃત કલ્પતરુ (17મી સદી)

Feb 12, 1999

પ્રાકૃત કલ્પતરુ (17મી સદી) : પ્રાકૃત ભાષા-વિભાષાઓનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃત કલ્પતરુ’ની રચના રામશર્મા તર્કવાગીશ ભટ્ટાચાર્યે કરી હતી. તેમનો સમય સત્તરમી શતાબ્દી મનાય છે. ‘પ્રાકૃત કલ્પતરુ’ની સ્વોપજ્ઞવૃત્તિ મળે છે. ‘પ્રાકૃત કલ્પતરુ’ ત્રણ શાખામાં વિભાજિત છે : પ્રથમ શાખામાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો નવ સ્તબકમાં આપવામાં આવ્યાં છે, જેમાં અજ્, હલ્, દ્વિત્વ, સન્ધિ, સુબન્ત,…

વધુ વાંચો >

પ્રાકૃતકામધેનુ

Feb 12, 1999

પ્રાકૃતકામધેનુ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતકામધેનુ’ના કર્તા લંકેશ્વર રાવણ છે. તેમના સમય વિષે અથવા કૃતિ વિષે વિશેષ માહિતી મળતી નથી. હાલ મળતા ‘પ્રાકૃતકામધેનુ’માં ચોત્રીસ સૂત્ર મળે છે. પ્રારંભમાં મંગલાચરણ કરીને કર્તા જણાવે છે કે ‘મેં પહેલાં વિસ્તૃત રીતે કહ્યું છે. હવે બાલબોધ માટે સંક્ષેપમાં કહું છું.’ ઉપલબ્ધ ચોત્રીસ સૂત્રોમાંથી કેટલાંક…

વધુ વાંચો >