ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પંત સુમિત્રાનંદન

Jan 4, 1999

પંત, સુમિત્રાનંદન (જ. 20 મે 1900, કૌસાની; અ. 18 ડિસેમ્બર 1977, અલ્લાહાબાદ) : વિખ્યાત હિંદી કવિ. તેઓ હિંદી સાહિત્યની છાયાવાદ વિચારધારાના આધારસ્તંભ ગણાય છે. મૂળ નામ ગુસાઈદત્ત. પ્રથમ રચના ‘ગિરજે કા ઘંટા’ 1916માં પ્રકાશિત થઈ. 1918 સુધી પ્રકૃતિના સાન્નિધ્યમાં રહીને કાવ્યરચનાઓ કરતા રહ્યા. ‘મેઘદૂત’નો સસ્વર પાઠ કરતા મોટા ભાઈના પ્રભાવથી…

વધુ વાંચો >

પંતુલુ કાશીનાધુની નાગેશ્વર રાવ

Jan 4, 1999

પંતુલુ, કાશીનાધુની નાગેશ્વર રાવ (જ. 1 મે 1867, એલાકુરુ, ગુડિવાડા તાલુકો, કૃષ્ણા જિલ્લો; અ. 11 એપ્રિલ 1938, ચેન્નાઈ) : સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને પ્રતિષ્ઠિત તેલુગુ સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતન એલાકુરુમાં લીધા બાદ માધ્યમિક શિક્ષણ મછલીપટ્ટનમમાં મેળવ્યું. ક્રિશ્ચિયન કૉલેજ, ચેન્નાઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. વીસમી સદીના આરંભે ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થયું. તેમણે સપ્ટેમ્બર,…

વધુ વાંચો >

પંપ

Jan 4, 1999

પંપ (જ. ઈ. સ. 902, વેંગિમંડલ; અ. ઈ. સ. 975) : કન્નડના આદિમહાકવિ. પંપ જૈન ધર્માનુયાયી હોવા છતાં એ વૈદિક ધર્મના પણ અનુરાગી હતા. પંપે કન્નડમાં જૈનસાહિત્યની રચના કરી. ત્યારથી કન્નડ સાહિત્યમાં જૈનયુગ શરૂ થયો એમ કહેવાય છે. પંપયુગનો પર્યાય જૈન સાહિત્યયુગ બની ગયો છે. એમના મહાભારતના કથાનકને આધારે રચેલાં…

વધુ વાંચો >

પંપ

Jan 4, 1999

પંપ : વાયુ અથવા પ્રવાહી જેવા તરલોની હેરફેર અથવા તેમને સંકોચવા માટેની પ્રયુક્તિ (device). પિયત અને પાકસંરક્ષણ એ ખેતઉત્પાદનનાં અનિવાર્ય અંગો હોઈ પિયત માટે પાણી ખેંચવા કે પાકસંરક્ષણ અર્થેનાં રસાયણોનો છંટકાવ કરવા માટે પંપ એ પાયાની જરૂરિયાત છે. પાકસંરક્ષણ અર્થે મુખ્યત્વે માનવશક્તિ અને યંત્રશક્તિ પર આધારિત બે પ્રકારના પંપોનો ઉપયોગ…

વધુ વાંચો >

પંવાર ભંવરસિંહ

Jan 4, 1999

પંવાર, ભંવરસિંહ (જ. 1939, જરાઉ, રાજસ્થાન) : ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કર્યા પછી પંવાર અમદાવાદમાં કનૈયાલાલ યાદવ, રસિકલાલ પરીખ અને ત્યારપછી માનસિંહ છારાના સંપર્કમાં આવ્યા. આથી ચિત્રકલામાં તેમનો રસ વધુ ઊંડો થયો. માનસિંહ છારાને કારણે વડોદરાના શંખો ચૌધરી, નારાયણ શ્રીધર બેન્દ્રે અને જ્યોતિ ભટ્ટના પરિચયમાં આવ્યા તથા પછીથી મુંબઈના…

વધુ વાંચો >

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ)

Jan 4, 1999

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ) : પ્રાકૃત ભાષામાં લખાયેલી 12 કથાઓનો સંગ્રહ. પદ્મચન્દ્રસૂરિના કોઈ અજ્ઞાત નામના શિષ્યે ‘વિક્રમસેનચરિત્ર’ નામની પ્રાકૃત કૃતિની (ઈ. સ. 1342 પહેલાં) રચના કરી હતી. આ કથાપ્રબંધમાંની ચૌદ કથાઓમાંથી ‘પાઇઅકહાસંગહો’માં બાર કથાઓ સંગૃહીત કરવામાં આવી છે. આ કથાસંગ્રહના કર્તા કે સમય અંગે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. આ સંગ્રહમાં દાન,…

વધુ વાંચો >

પાઇનેસી

Jan 5, 1999

પાઇનેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના કૉનિફેરોપ્સીડા વર્ગનું એક કુળ. તે મધ્યજીવી (mesozoic) મહાકલ્પ(era)ના જુરૅસિક કલ્પથી જાણીતી છે. આ વનસ્પતિઓ ઊંચી પર્વતમાળા અને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે. તે મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષ રૂપે હોય છે અને બે પ્રકારની શાખાઓ ધરાવે છે  અપરિમિત વૃદ્ધિ દર્શાવતી લાંબી શાખાઓ અને પરિમિત વૃદ્ધિ દર્શાવતી ટૂંકી…

વધુ વાંચો >

પાઇપલાઇન

Jan 5, 1999

પાઇપલાઇન : બંધ પોલી લાંબી વાહિકા(conduit)ઓનું તંત્ર જે મોટાભાગે પ્રવાહી કે વાયુમય પદાર્થોનું ખૂબ મોટા જથ્થામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટે વાપરવામાં આવે છે. મોટાભાગે પાઇપલાઇન જમીનમાં 1થી 2 મીટર ઊંડે નાખવામાં આવે છે; આમ છતાં સંજોગો મુજબ તે રણમાં જમીનની ઉપર જમીનને અડીને; નદી, તળાવ કે દરિયાના…

વધુ વાંચો >

પાઇπબંધ

Jan 5, 1999

પાઇπબંધ : જુઓ, રાસાયણિક બંધ.

વધુ વાંચો >

પાઇયલચ્છીનામમાલા

Jan 5, 1999

પાઇયલચ્છીનામમાલા (‘પ્રાકૃતલક્ષ્મીનામમાલા’ – સંસ્કૃતમાં) (ઈ. સ. 973) : ભારતના મહાકવિ ધનપાલે દસમી સદીમાં રચેલો પ્રાકૃત ભાષાનો જાણીતો પ્રાચીન શબ્દકોશ. ગુજરાત રાજ્યના ભાવનગરમાંથી 1907માં અને પાટણમાંથી 1947માં આ કોશ પ્રસિદ્ધ થયેલો છે. આ કોશ 275 શ્લોકોનો છે. એ પછી ચાર પ્રશસ્તિ-શ્લોકો ધનપાલે રચ્યા છે. અમરકોશ જેવા સંસ્કૃત ભાષાના શબ્દકોશોની પદ્ધતિથી ધનપાલે…

વધુ વાંચો >