ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >પરાવૈદ્યુતાંક (dielectric constant)
પરાવૈદ્યુતાંક (dielectric constant) : વિદ્યુતભારના વહન સામે માધ્યમની અવરોધશક્તિની માત્રાનું માપ. વિદ્યુત-સ્થાનાંતર અને તે પેદા કરનાર વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર તરીકે તેને વ્યક્ત કરવામાં આવે છે. તેની સંજ્ઞા ∈ (એપ્સોલોન) છે અને તેનો એકમ ફૅરાડ/મીટર છે. તેનું મૂલ્ય હંમેશાં એકથી વધારે હોય છે. શૂન્યાવકાશ અથવા મુક્ત અવકાશના પરાવૈદ્યુતાંકને નિરપેક્ષ પરાવૈદ્યુતાંક (∈o)…
વધુ વાંચો >પરાશર
પરાશર : વેદકાળના પરાશર-ગોત્રપ્રવર્તક ઋષિ. આયુર્વેદના એ નામના આચાર્ય, જેમનો ચરકે ઉલ્લેખ કર્યો છે. અત્રિ નામના આચાર્યના શિષ્ય. વસિષ્ઠ મૈત્રાવરુણિના પૌત્ર. પિતાનું નામ શક્તિ, માતાનું નામ અષ્યંતિ. રાક્ષસો પોતાના પિતા શક્તિને ખાઈ ગયાની ખબર બાળક પરાશરને પડતાં રાક્ષસસત્ર કરીને તેમણે પોતાના તપોબળથી અનેક રાક્ષસોને બાળી મૂક્યાનો ઉલ્લેખ છે. પુલસ્ત્ય ઋષિની…
વધુ વાંચો >પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ
પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ (જ. 26 ફેબ્રુઆરી 1876, મુર્ડી, જિ. રત્નાગિરિ; અ. 6 મે 1966, પુણે) : જાણીતા કેળવણીકાર, ઉદારમતવાદી રાજકારણી તથા સમાજસુધારક. પિતા ધાર્મિક વૃત્તિના અને કોંકણ વિસ્તારના જમીનદાર હતા. માતા ગોપિકાબાઈ લોકમાન્ય ટિળકના પરિવારમાં જન્મેલાં. રઘુનાથનું પ્રાથમિક શિક્ષણ કોંકણના અંજર્લા, મુર્ડી તથા દાપોલી ખાતે. ત્યારપછીના શિક્ષણાર્થે તેઓે મુંબઈ ગયા…
વધુ વાંચો >પરાંજપે, શિવરામ મહાદેવ
પરાંજપે, શિવરામ મહાદેવ (જ. 27 જૂન 1864, મહાડ; અ. 20 સપ્ટેમ્બર, 1929, પુણે) : સ્વાતંત્ર્ય-સૈનિક, રાષ્ટ્રવાદી પત્રકાર. રાષ્ટ્રવાદી સાહિત્યના સર્જક અને વિદ્વાન. પિતા મહાડના જાણીતા વકીલ. માતાનું નામ પાર્વતીબાઈ, પ્રાથમિક શિક્ષણ મહાડ ખાતે, માધ્યમિક શિક્ષણ રત્નાગિરિ તથા પુણે ખાતે અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન તથા ડેક્કન કૉલેજમાં. મૅટ્રિકની પરીક્ષામાં શંકર…
વધુ વાંચો >પરાંજપે, સઇ
પરાંજપે, સઇ (જ. 19 માર્ચ 1938, લખનૌ) : હિન્દી ચલચિત્ર-નિર્માત્રી અને દિગ્દર્શિકા. કળા અને વ્યવસાયનો સમન્વય સાધીને મનોરંજનથી ભરપૂર વિચારપ્રેરક ચલચિત્રો બનાવવામાં તે ગજબની હથોટી ધરાવે છે. પિતા ઑસ્ટ્રેલિયા ખાતે હાઈકમિશનર હોવાથી સઇનું બાળપણ ઑસ્ટ્રેલિયામાં વીત્યું હતું. અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો હતો. કળાનો વારસો તેમને તેમનાં માતા શકુન્તલા…
વધુ વાંચો >પરિચક્ર
પરિચક્ર : ગુલદસ્તાના આકારમાં કોતરાયેલી એક ભાત. તેના ઉપર બૌદ્ધ સ્થાપત્યમાં કઠેડાની (railing) ઊભી થાંભલીઓને આકર્ષક રીતે કોતરવામાં આવતી. આવા કઠેડાઓ ખાસ કરીને બૌદ્ધ સ્તૂપોને ફરતી પગથીઓ ઉપર રચવામાં આવતા, જેથી લોકો સ્તૂપની આજુબાજુ પ્રદક્ષિણા કરી રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ
પરિચય–પુસ્તિકા પ્રવૃત્તિ : વિવિધ વિષયો પરત્વે સરળ અને શિષ્ટ ભાષામાં સામાન્ય જ્ઞાન પીરસતી પુસ્તિકાઓનું પ્રકાશન કરતી પ્રવૃત્તિ. પરિચય ટ્રસ્ટના બે મોભીઓમાંના એક વાડીલાલ ડગલી અમેરિકા શિકાગો અભ્યાસાર્થે ગયા ત્યારે શિકાગો યુનિવર્સિટીની જ્ઞાનવિજ્ઞાનના પ્રચારની વિદ્યાપ્રવૃત્તિની વાત એમને ગમી ગઈ. તેમણે આ વાત તેમના પિતાતુલ્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીને લખી. તે વાંચી…
વધુ વાંચો >પરિચ્છેદ-ચિત્રણ (tomography)
પરિચ્છેદ–ચિત્રણ (tomography) શરીરનો જાણે આડો છેદ પાડીને લેવાયેલા એક્સ-રે ચિત્રાંકન જેવું ચિત્રાંકન (image) મેળવવાની પદ્ધતિ. તેને અનુપ્રસ્થ ચિત્રાંકન અથવા આડછેડી ચિત્રાંકન પણ કહે છે. તેને બે પ્રકારમાં વહેંચી શકાય: રૂઢિગત (conventional) અને કમ્પ્યૂટરયુક્ત (computed). રૂઢિગત પરિચ્છેદ-ચિત્રણનો વ્યાવહારિક પ્રથમ ઉપયોગ બોકેજે કર્યો હતો. તેમાં ઝીડીસ્કડી-પ્લમ્પ્સે સુધારા કર્યા. ટિવનિંગે તેનું સરળ સાધન…
વધુ વાંચો >પરિછિદ્રક (reamer)
પરિછિદ્રક (reamer) : દાગીનામાં પાડેલા છિદ્રને સાફ કરી (વધુ સારું પૃષ્ઠ-સમાપન મેળવી), તેનાં પરિમાણો વધુ ચોક્કસ મેળવવા માટેનું સાધન. પ્રથમ ડ્રિલિંગ કર્યા પછી પરિછિદ્રક અથવા રીમર વપરાય છે. પરિછિદ્રકમાં શારડી(ડ્રિલ)નાં પાનાં કરતાં કર્તનધારો વધારે સંખ્યામાં હોય છે; પરંતુ ડ્રિલિંગમાં ધાતુ જેટલા પ્રમાણમાં છોલાય તેના કરતાં રીમિંગમાં ઓછી છોલાય છે; કારણ…
વધુ વાંચો >પરિણય
પરિણય : હિન્દી ચલચિત્ર. સાચો પ્રેમ કદી કોઈ બંધનો સ્વીકારતો નથી તે ખૂબ હૃદયસ્પર્શી રીતે તેમાં રજૂ થયેલું છે. નિર્માણવર્ષ : 1974. નિર્માણસંસ્થા : સમાંતર ચિત્ર. પટકથા : કાંતિલાલ રાઠોડ અને વિનય શુક્લ. દિગ્દર્શન: કાંતિલાલ રાઠોડ. સંવાદ : વિનય શુક્લ અને અનુરાગ. ગીતકાર : નકશ લાયલપુરી અને રામાનંદ શર્મા. છબીકલા…
વધુ વાંચો >