ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નિર્માણયંત્રો (construction machinery)
નિર્માણયંત્રો (construction machinery) : રસ્તા, મકાન, પુલ, બંધ, નહેર, નાળાં વગેરેના બાંધકામ માટે વપરાતાં યંત્રો. સમયની સાથે નિર્માણકાર્ય વધતું જાય છે. તે સમયસર પૂરું કરવા માટે કામની ઝડપ વધારવા તેમજ કામની ગુણવત્તા વધારવા જુદાં જુદાં નિર્માણયંત્રો અનિવાર્ય થઈ પડ્યાં છે. વપરાશને લીધે વિકાસ થતો જાય છે અને નિર્માણ માટેની વિશિષ્ટ…
વધુ વાંચો >નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation)
નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation) : બાંધકામ(નિર્માણ)નાં વિવિધ કાર્યો માટે જરૂરી વ્યવસ્થાતંત્ર. નિર્માણકાર્યોમાં વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરી જરૂરિયાત પ્રમાણેનાં બાંધકામ તૈયાર કરવાનાં થાય. આ પ્રકારનાં કાર્યોમાં ખર્ચ, ગુણવત્તા અને સમય-બદ્ધતા મહત્વની બાબતો છે. સાથોસાથ જે આ કાર્યનું સંચાલન કરી વ્યાવસાયિક જવાબદારી લે તેને માટે આર્થિક લાભ પણ મહત્વનો છે તેથી નિર્માણકાર્ય માટે…
વધુ વાંચો >નિર્માણસામગ્રી (construction materials)
નિર્માણસામગ્રી (construction materials) : મકાન, નદીનાળાં, પુલ, રસ્તા, બંધ વગેરે અનેક પ્રકારનાં નિર્માણકામો(બાંધકામો)માં વપરાતો માલ-સામાન. નિર્માણકામની ગુણવત્તાનો આધાર મહદ્અંશે તેમાં વપરાતા માલ-સામાન પર છે. નિર્માણસામગ્રીનો ચીવટભર્યો ઉપયોગ થાય તે નિર્માણકાર્યમાં જરૂરી છે. બાંધકામનું આયુષ્ય લાંબું રહે, મરામતની જરૂર ઓછી પડે, સારો દેખાવ મળે વગેરે બાબતો લક્ષમાં રાખીને નિર્માણસામાનની પસંદગી થાય…
વધુ વાંચો >નિર્માલ્ય ખનિજ
નિર્માલ્ય ખનિજ : ધાતુઓનાં અલગીકરણ કે સંકેન્દ્રીકરણની ક્રિયાઓમાંથી મળતાં ઉપયોગમાં ન આવી શકે તેવાં ખનિજદ્રવ્યો. ખનિજો એ ઘણી જ અગત્યની કુદરતી સંપત્તિ ગણાય છે. ધાતુઓ, અકાર્બનિક રસાયણો તેમજ ઘણીબધી અન્ય ઔદ્યોગિક પેદાશો ખનિજોમાંથી મેળવાય છે. જંગલોની અને ખેતીની પેદાશો જમીનના પ્રકાર અને ફળદ્રૂપતા પર આધાર રાખે છે, તે જમીનો પણ…
વધુ વાંચો >નિર્યામ ગણતરી (dead reckoning)
નિર્યામ ગણતરી (dead reckoning) : નૌકાની સફર દરમિયાન, નૌનયન નકશા પર, અફાટ સમુદ્ર પર નૌકાનું અંદાજિત સ્થાન નક્કી કરવાની રીત. આવું અંદાજિત સ્થાન, અગાઉ ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરાયેલ સ્થાનના સંદર્ભમાં હોય છે. નૌનયન દરમિયાન સમયાંતરે, સમુદ્ર પર નૌકાનું સ્થાન, અવકાશના ચોક્કસ ગ્રહો કે તારાઓના નિરીક્ષણ તથા આનુષંગિક ગણતરીઓ દ્વારા ચોકસાઈપૂર્વક નિશ્ચિત…
વધુ વાંચો >નિર્વાણ
નિર્વાણ : બૌદ્ધમતે મોક્ષ. બૌદ્ધો મોક્ષ માટે ‘નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે. બૌદ્ધમતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગંતુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં…
વધુ વાંચો >નિર્વાત પટ્ટા (doldrums)
નિર્વાત પટ્ટા (doldrums) : મંદ ગતિના સમુદ્રના પ્રવાહ અને હળવા પવનોનો વિષુવવૃત્તીય વિસ્તાર. આ વિસ્તારમાં ઉત્તર ગોળાર્ધના ઈશાની વ્યાપારી પવનો અને દક્ષિણ ગોળાર્ધના અગ્નિ દિશાના વ્યાપારી પવનો વાય છે. વિરુદ્ધ દિશાના આ બે પવનોના મિલનથી અત્યંત મંદ ગતિના પવન ઉત્પન્ન થાય છે. પહેલાંના સમયમાં, સઢવાળા વહાણના ખલાસીઓ આ વિસ્તારમાંથી પસાર…
વધુ વાંચો >નિર્વાત લેપન (vacuum coating)
નિર્વાત લેપન (vacuum coating) શૂન્યાવકાશની સ્થિતિમાં કોઈ પદાર્થના નિમ્ન આધારપૃષ્ઠ (substrate) ઉપર અન્ય પદાર્થનું પાતળું સ્તર, વરખ કે પાતળી કપોટી(thin film)નો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા. સુસ્પષ્ટ સ્ફટિકરચના ધરાવતી અને નિયંત્રિત દરે જુદા જુદા પદાર્થોની પાતળી ફિલ્મ બનાવવાના ક્ષેત્રે, છેલ્લા ચાર-પાંચ દાયકામાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આવી ફિલ્મના બહુમુખી ગુણધર્મો જેવા…
વધુ વાંચો >નિર્વાસિતો
નિર્વાસિતો : જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે રાજકીય માન્યતાઓને કારણે આચરવામાં આવતા ત્રાસ-જુલ્મથી બચવા માટે દેશવટો કરી ગયા હોય કે જેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તેવા લોકો. ફ્રેંચ શબ્દ ‘refugie’માંથી ઊતરી આવેલો અંગ્રેજી પર્યાય ‘refugee’ પરથી નિર્વાસિત શબ્દ પ્રચલિત બન્યો. 1658માં રોમન કૅથલિક ફ્રાન્સમાંથી નાસી છૂટેલ પ્રૉટેસ્ટન્ટ હ્યુગેનૉટ્સને દર્શાવવા માટે…
વધુ વાંચો >નિલંબ (suspensor)
નિલંબ (suspensor) : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણવિકાસ દરમિયાન ભ્રૂણને કાર્બનિક પોષકતત્વો ધરાવતી ભ્રૂણપોષ નામની પેશી તરફ ધકેલતી રચના. તે નાશવંત હોય છે અને પૂર્વભ્રૂણ(proembryo)ના ભાવિ ભ્રૂણમૂળ તરફના છેડે જોવા મળે છે. તેનો વિકાસ ભ્રૂણ કરતાં અત્યંત ઝડપી હોય છે. ભ્રૂણ ગોળાકાર કે હૃદયાકાર બને ત્યાં સુધીમાં તેનો મહત્તમ વિકાસ થઈ જાય…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >