ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
પદમસી, અલેક
પદમસી, અલેક (જ. 5 માર્ચ 1931; અ. 17 નવેમ્બર 2018) : ભારતમાં પ્રવૃત્ત અંગ્રેજી રંગભૂમિના તથા વિજ્ઞાપનક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના અગ્રણી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું. લિન્ટાસ, લંડન ખાતે ફિલ્મ ટૅક્નિકનું પ્રશિક્ષણ મેળવ્યું. 1955-57માં જે. વૉલ્ટર ટૉમ્પસન નામની વિજ્ઞાપન કંપનીના ફિલ્મ્સ-એક્ઝિક્યુટિવ તરીકે, 1969માં લિન્ટાસ લિમિટેડ નામની વિજ્ઞાપન કંપનીના ક્રિયેટિવ…
વધુ વાંચો >પદવિન્યાસ (વાસ્તુપુરુષમંડલ)
પદવિન્યાસ (વાસ્તુપુરુષમંડલ) : મંદિરનિર્માણ માટેની પ્રયોજિત ભૂમિને જુદાં જુદાં પદો(plots)માં વિભાજિત કરવાની પદ્ધતિ. માનસાર પ્રમાણે આવી ભૂમિને પદોમાં વિભાજિત કરવાની 32 પદ્ધતિઓ છે. પ્રયોજિત ભૂમિ પર આઠ આડી રેખાઓને છેદતી આઠ ઊભી સમાંતર રેખાઓ દોરવામાં આવે તો 8 × 8 = 64 પદવાળો પરમ શાયિક વાસ્તુ પદ વિન્યાસ બને છે.…
વધુ વાંચો >પદાર્થચિત્ર
પદાર્થચિત્ર : નાની નાની અને નજીવી જણાતી ચીજવસ્તુઓને એકલી કે સમૂહમાં આલેખવાનો એક ખાસ પશ્ચિમી ચિત્રપ્રકાર. પ્રાચીન વિશ્વમાં ગ્રીક અને રોમન કલાઓમાં પદાર્થચિત્રો મળી આવે છે અને તે ક્યારેક મોટાં મોઝેક સ્વરૂપે હોય છે. તે પછી મધ્યયુગની બાઇઝૅન્ટાઇન, રોમનેસ્ક, પ્રારંભિક ખ્રિસ્તી અને ગૉથિક શૈલીની કલાઓમાં પદાર્થચિત્ર લોપ પામ્યું. સોળમી સદીમાં…
વધુ વાંચો >પદુકોણ દીપિકા
પદુકોણ દીપિકા (જ. 5 જાન્યુઆરી 1986, કોપનહેગન, ડેન્માર્ક –) : જાણીતાં અભિનેત્રી. દીપિકા પદુકોણ એ જાણીતા બૅડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની મોટી પુત્રી છે. એમનાં માતાનું નામ ઉજ્જ્વલા પદુકોણ. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ. કોંકણી બોલી બોલે છે. દીપિકાનું બાળપણ અને યુવાની બૅંગાલુરુમાં પસાર થયાં. પિતાની જેમ તે પણ સ્કૂલ–કૉલેજના દિવસોમાં…
વધુ વાંચો >પદુકોણે, પ્રકાશ રમેશ
પદુકોણે, પ્રકાશ રમેશ (જ. 10 જૂન 1955, બૅંગાલુરુ) : વિશ્વના ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં ગણના પામેલો બૅડમિન્ટનની રમતનો ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી. બૅંગાલુરુના માલેશ્વરમની નજીક આવેલા કેનેરા યુનિયન ક્લબના અત્યંત સામાન્ય સિમેન્ટ કૉર્ટ પર રમવાની શરૂઆત કરી. છ વર્ષની વયે પ્રકાશ પદુકોણેએ ખેલવાનો પ્રારંભ કર્યો. 1962ની 22મી સપ્ટેમ્બરે મૈસૂર રાજ્યની સબજુનિયર ચૅમ્પિયનશિપમાં પ્રકાશ…
વધુ વાંચો >પદ્મન
પદ્મન : દક્ષિણ ભારતીય સ્થાપત્યમાં પ્રચલિત કમળાકાર ઘાટ. ખાસ કરીને દીવાલના નીચલા થરના ઘાટ કમળની પાંખડીઓના આકારમાં કંડારવામાં આવતા અને તેથી આ થરને પદ્મન કહેવામાં આવતો. કમળ અને તેના ફૂલના બીજકોશનું ભારતીય સ્થાપત્યમાં ઘણું મહત્ત્વ છે અને તેને સર્જન સાથે સાંકળવામાં આવે છે. આથી સ્તંભો, દીવાલના નીચલા થર અથવા પીઠના…
વધુ વાંચો >પદ્મનાભ
પદ્મનાભ (1456માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. ઇતિહાસનો આધાર લઈને ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઓછાં મળે છે. એમાં પણ જૈનેતર કવિઓએ લખેલાં તો થોડાં જ મળે છે. શ્રીધર વ્યાસના ‘રણમલ્લ છંદ’ પછી ગુજરાતી ભાષાના મધ્યકાલીન સ્વરૂપને સંપૂર્ણ રીતે સાચવી રાખતું તેમજ ઇતિહાસની કેટલીક વિગતોને બરોબર નોંધી રાખતું અને સાથોસાથ તત્કાલીન…
વધુ વાંચો >પદ્મનાભન્, ટી.
પદ્મનાભન્, ટી. (જ. 5 ફેબ્રુઆરી 1931, પલ્લીકુન્નુ, કુન્નુર, કેરળ) : મલયાળમના સાહિત્યકાર. ટૂંકી વાર્તા અને નિબંધનાં સ્વરૂપોમાં તેમનું પ્રદાન. શિક્ષણ મૅંગલોર આર્ટ્સ કૉલેજ તથા મદ્રાસ લૉ કૉલેજમાં. કુન્નુરમાં એક દશકો વકીલાતના વ્યવસાયમાં. ત્યારપછી ઉદ્યોગસંચાલનમાં જોડાયા. કેરળ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ (ત્રાવણકોર) લિમિટેડમાં ઉપ-મહાપ્રબંધકના પદેથી તેઓ પછી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. ‘મખ્ખન સિંહિન્ટે…
વધુ વાંચો >પદ્મનાભપુરમ્ મહેલ
પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો…
વધુ વાંચો >પદ્મપુરાણ
પદ્મપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. પુરાણોમાં પદ્મપુરાણ અને સ્કંદપુરાણ ભૌગોલિક દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પદ્મપુરાણનો ઘણોખરો ભાગ ઈ. સ. 500ની આસપાસ રચાયો છે. ઉત્તરખંડ નામ પ્રમાણે પરવર્તી અંશ છે, જે ઈ. સ. 1600 પછી રચાયેલો મનાય છે. આ પુરાણના 55,000 શ્લોકો મનાય છે, પરંતુ ઉપલબ્ધ પદ્મપુરાણમાં એટલી સંખ્યા…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >