Japanese literature

ઇઝુમી ક્યોકા

ઇઝુમી ક્યોકા (જ. નવેમ્બર 1873, કાનાઝાળા; અ. સપ્ટેમ્બર 1939) : જાપાની વાર્તાકાર. મૂળ નામ ઇઝુમી ક્યોતારો. ‘ઇઝુમી ક્યોકા’ તખલ્લુસ છે. તેમનું કુટુંબ કલાકારો અને કારીગરોનું હતું. એ સમયના અગ્રણી સાહિત્યકાર ઓઝાકી કોયોના શિષ્ય બનવાની અપેક્ષા સાથે તે ટોકિયો ગયેલા અને 1894 સુધી અન્ય શિષ્યોની સાથે કોયોની પાસે રહેલા. વિપુલ સાહિત્યના…

વધુ વાંચો >

ઇબારા (ઇહારા) સાઇકાકુ

ઇબારા (ઇહારા) સાઇકાકુ (જ. 1642, ઓસાકા; અ. 9 સપ્ટેમ્બર 1693, ઓસાકા) : સત્તરમી સદીમાં જાપાની સાહિત્યનું પુનરુત્થાન કરનાર અગ્રગણ્ય કવિ અને નવલકથાકાર. મૂળ નામ ઘણું કરીને ટોગો હિરાયામા હતું. સમૃદ્ધ વેપારી કુટુંબમાં જન્મ. સાઇકાકુને શરૂમાં હાઈકુથી નામના મળી પણ તેનું ઉત્તમ કામ તેની નવલકથાઓમાં થયું; છતાં કારકિર્દીનો મોટા ભાગનો સમય…

વધુ વાંચો >

ઇસીકાવા, તાકુબોકુ

ઇસીકાવા, તાકુબોકુ (જ. 28 ઑક્ટોબર 1886, હિનોટો, જાપાન; અ. 13 એપ્રિલ 1912, ટોકિયો) : ટૂંકા કાવ્યપ્રકારના અગ્રણી જાપાની કવિ. ‘ઇસીકાવા તાકુબોકુ’ ઇસીકાવા હજિમેનું તખલ્લુસ છે. તાકુબોકુનું શિક્ષણ અપૂર્ણ હતું, છતાં તેમણે વાચન દ્વારા જાપાની અને પશ્ચિમના સાહિત્યનું સારું એવું અધ્યયન કર્યું હતું. 1905માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકોગરે’ પ્રગટ થયો. 1908માં…

વધુ વાંચો >

ઓઈ, કેન્ઝબુરો

ઓઈ, કેન્ઝબુરો (જ. 13 જાન્યુઆરી 1935, એહીમે, શિકોકૂ, જાપાન) : જાપાનના નવલકથાકાર, ટૂંકી વાર્તાના સર્જક અને નિબંધકાર. 1994નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક, બીજા વિશ્વયુદ્ધ પછીની પેઢીઓમાં ર્દઢ થયેલા નિર્ભ્રાંત અને બળવાખોર મિજાજને શબ્દસ્થ કરવા માટે તેમને એનાયત કરવામાં આવ્યું છે. પિતા શ્રીમંત જમીનદાર. વિશ્વયુદ્ધ બાદ જમીનસુધારણાના કાયદા હેઠળ તેમને જમીનનો…

વધુ વાંચો >

કઝિન્સ જેમ્સ એચ. (ડૉ.)

કઝિન્સ, જેમ્સ એચ. (ડૉ.) [જ. 22 જુલાઈ 1873, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ; અ. 20 ફેબ્રુઆરી 1956, મદનપલ્લી (Madanapalle)] : ભારતીય કલા અને સંસ્કારના સાચા અને નિષ્ઠાવાન સેવક અને કવિ. તરુણ વયે તેઓ આયર્લૅન્ડના જ્યૉર્જ રસેલ (એ.ઈ.) અને કવિ યેટ્સ જેવા કવિઓથી પ્રભાવિત થયા હતા. 1894થી કવિ તરીકેની તેમની કારકિર્દી શરૂ થઈ…

વધુ વાંચો >

કાવાબાતા યાસુનારી

કાવાબાતા યાસુનારી (જ. 1899, ઓસીકા; અ. 1972, કામાકુરા) : નોબેલ પારિતોષિક-વિજેતા જપાની નવલકથાકાર અને સમીક્ષક. આ સમર્થ સર્જકે બાળવયે માતાપિતા ગુમાવ્યાં, પછી દાદાદાદી પાસે ઊછર્યા. વતનમાં પ્રાથમિક અને ટોકિયોમાં માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ પૂરું કરી 1925માં જપાની અને અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વાર્તાઓનું સર્જન આરંભ્યું અને પ્રસિદ્ધ…

વધુ વાંચો >

કો–જી–કી

કો–જી–કી : શિન્તો ધર્મનો શાસ્ત્રગ્રંથ. ‘કો-જી-કી’નો અર્થ થાય છે ‘જૂની બાબતોનો ઇતિહાસ’. આ ગ્રંથનું સંપાદન ઈ. સ. 712માં થયું હતું. ‘કો-જી-કી’ની પ્રસ્તાવનામાં ગ્રંથકર્તા લખે છે કે, ‘હું રાજ્યનો પાંચમા વર્ગનો સરદાર છું અને રાજાએ મને જૂના કાળના (જાપાનના) રાજાઓની વંશાવળી અને વચનામૃતો એકઠાં કરી યોગ્ય રીતે ગોઠવવાનું કામ સોંપ્યું છે.’…

વધુ વાંચો >

ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ)

ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ) (જ. 1653 ક્યોટો, જાપાન; અ. 6 જાન્યુઆરી 1725, ઓસાકા, જાપાન) : જાપાનના ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાટકકાર. તેમની નાટકકાર તરીકેની કારકિર્દી લગભગ 1673ની આસપાસ શરૂ થઈ હતી. તેમણે 160 જેટલાં નાટકો બુનરાકુ (પપેટ થિયેટર) માટે લખ્યાં હોવાનું કહેવાય છે. તેમણે પૉપ્યુલર થિયેટર માટે ‘કાબુકી’ નાટકો…

વધુ વાંચો >

જાપાની ભાષા

જાપાની ભાષા : જાપાનમાં તથા દુનિયાના અન્ય ભાગોમાં લગભગ બાર કરોડ લોકો દ્વારા બોલાતી જાપાની ભાષા કોરિયાની ભાષા સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવે છે અને વિદ્વાનોના મત મુજબ તે મોંગોલિયન, મંચુ અને તુર્કી ભાષાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. દેખીતી રીતે ચીનની ભાષા જેવી દેખાતી જાપાની ભાષા ચીની ભાષા કરતાં…

વધુ વાંચો >

જાપાની સાહિત્ય

જાપાની સાહિત્ય : પૂર્વભૂમિકા : જાપાનના સાહિત્યના ખેડાણનો પ્રારંભ ઈસુની સાતમી સદીમાં થયેલો જણાય છે. તે પહેલાં જાપાની ભાષાનું પોતીકું સાહિત્ય લિખિત સ્વરૂપમાં મળતું નથી. વસ્તુત: પાડોશના મોટા દેશ ચીનના સાંસ્કૃતિક પ્રભાવને કારણે, જાપાનમાં પ્રાચીન યુગમાં મુખ્યત્વે શાહી દરબાર અને અમીર-ઉમરાવો તથા ભદ્ર વર્ગના થોડાક લોકો પૂરતું ચીની સાહિત્ય પ્રચલિત…

વધુ વાંચો >