Japanese literature

ટેલ ઑવ્ જેન્જી, ધ

ટેલ ઑવ્ જેન્જી, ધ (1022) : જાપાની નવલકથા. જાપાની ભાષાનું શીર્ષક ‘જેન્જી જોનો ગાતરી’. તેનાં લેખિકા લેડી મુરાસાકી શિકાબૂ(974-1031)એ નવલકથાને પ્રાકૃતિક સૌંદર્ય અને માનવહૃદયની સંવેદનશીલતાના નિરૂપણથી અમર બનાવી દીધી છે. નવલકથાનું સર્જન અગિયારમી સદીમાં જાપાનમાં પ્રચલિત આલંકારિક શૈલીમાં થયેલું છે. આ નવલકથાને તે જમાનાના સમાજજીવનની ઝાંખી કરાવતી દસ્તાવેજી કૃતિ તરીકે…

વધુ વાંચો >

તાકાહામા, ક્યોશી

તાકાહામા, ક્યોશી (જ. 22 ફેબ્રુઆરી 1874, જાપાન; અ. 8 એપ્રિલ 1959, કામાકુરા, જાપાન) : જાપાની હાઇકુ કવિ અને નવલકથાકાર. માત્સુયામાં જન્મેલા આ કવિએ આ સદીના પૂર્વાર્ધમાં હાઇકુની દુનિયામાં મહત્વનો ફાળો આપ્યો છે. જાપાનના ‘હોતોતોનીશુ’ સામયિકના તંત્રી તરીકે તાકાહામા ક્યોશીએ અન્ય લેખકોની ખ્યાતનામ કૃતિઓ અને કાવ્યમય ગદ્યનો પરિચય આપીને પ્રશંસનીય કામ…

વધુ વાંચો >

તાનીઝાકી, જૂનીશિરો

તાનીઝાકી, જૂનીશિરો (જ. 24 જુલાઈ 1886, ટોકિયો; અ. 30 જુલાઈ 1965, યુગાવારા, કાનાગાવા, જાપાન) : જાપાનના નવલકથાકાર. 1908માં ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો પણ થોડા વખતમાં ડિગ્રી મેળવ્યા વિના અભ્યાસ છોડીને કલમને ખોળે માથું મૂકવાનો નિર્ધાર કર્યો. પાશ્ર્ચાત્ય સાહિત્યકારો ઑસ્કાર વાઇલ્ડ, એડગર એલન પો અને બૉદલેરનો પ્રભાવ તાનીઝાકીના…

વધુ વાંચો >

તાન્કા

તાન્કા : જાપાનનો શિષ્ટમાન્ય કાવ્યપ્રકાર. એની પ્રથમ પંક્તિમાં પાંચ, બીજી પંક્તિમાં સાત, ત્રીજી પંક્તિમાં પાંચ અને ચોથીપાંચમી પંક્તિમાં સાત–સાત (5/7/5/7/7) શ્રુતિઓ કે અક્ષરો હોવાથી આ રચના કુલ 31 અક્ષરોની હોય છે. આ કવિતાસ્વરૂપ ‘તાન્કા’ નામથી પ્રચલિત છે. જાપાન દેશનું જ કહેવાય એવી વિશિષ્ટ મુદ્રાવાળું વિશ્વખ્યાત કાવ્યસ્વરૂપ હાઇકુ ઉક્ત તાન્કાના સર્જન…

વધુ વાંચો >

દઝાઈ, ઓસમુ

દઝાઈ, ઓસમુ (જ. 19 જૂન 1909, જાપાન; અ. 13 જૂન 1948, ટોકિયો) : જાપાનના ટૂંકી વાર્તાના લેખક. પિતા ધનિક જમીનદાર. અગિયાર સંતાનોને જન્મ આપનારી તેમની માતા સતત બીમાર રહેતી હોવાથી તથા પિતા રાજકારણમાં ગળાબૂડ રહેતા હોવાથી બાળક ઓસમુ દઝાઈનો ઉછેર નોકરો દ્વારા જ થયો. એકલવાયું બાળપણ સમાપ્ત થતાં ઑમોરીમાં તથા…

વધુ વાંચો >

નાગાઈ કાફૂ

નાગાઈ કાફૂ (જ. 3 ડિસેમ્બર 1879 ટોકિયો, જાપાન; અ. 30 એપ્રિલ 1959 ઇચિકાવા, જાપાન) : આધુનિક જાપાની લેખક. તેઓ પોતાની પ્રથમ નવલકથા ‘ફ્લાવર્સ ઑવ્ હેલ’(1902)થી જાણીતા બન્યા. તેમાં નિસર્ગવાદ અને વાસ્તવવાદનાં દર્શન થાય છે. ફ્રાન્સ, અમેરિકા વગેરે દેશોમાં દસેક વર્ષ પરિભ્રમણ કર્યા બાદ 1908માં પરત ફરતાં પાશ્ચાત્ય પદ્ધતિના ટોકિયો શહેરને…

વધુ વાંચો >

મિશિમા, યુકિયો

મિશિમા, યુકિયો (જ. 14 જાન્યુઆરી 1925, ટોકિયો; અ. 25 નવેમ્બર 1970, ટોકિયો) : વિપુલ નવલકથાલેખન કરનાર પ્રભાવક સાહિત્યકાર  જાપાની નવલકથાકાર અને ચલચિત્રના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. મૂળ નામ હિરોકા કિમિતાકે. પશ્ચિમની અસર તળે જાપાનની પરંપરાગત સંસ્કૃતિનાં મૂલ્યો અને ગૌરવનો હ્રાસ તેમના સર્જન પછવાડેની અંતર્વેદના છે. સનદી અધિકારીના પુત્ર. ટોકિયોની આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

યૉસાનો, અકિકો

યૉસાનો, અકિકો (જ. 7 ડિસેમ્બર 1878, ઓસાકા, જાપાન; અ. 29 મે 1942, ટોકિયો) : ‘હો શો’ના નામથી પ્રખ્યાત જાપાની કવયિત્રી. તેમની નવી કાવ્યશૈલીએ જાપાનના સાહિત્યરસિકોમાં સનસનાટી પેદા કરી હતી. શાળામાં ભણતાં હતાં ત્યારથી કવિતા રચતાં. સમવયસ્કો સાથે પોતપોતાની લખેલી કાવ્યરચનાઓ પ્રસિદ્ધ કરવા સામયિક શરૂ કરેલું. યૉસાનો ટેક્કન દ્વારા પ્રસ્થાપિત ‘શિનશિશા’…

વધુ વાંચો >

શિગા નાઓયા

શિગા નાઓયા (જ. 20 ફેબ્રુઆરી 1883, ઇશિનોમાકી મિયાગી પિફેક્ચર, જાપાન; અ. 21 ઑક્ટોબર 1971, ટોકિયો) : આધુનિક જાપાની નવલકથાકાર. તેમની ‘શિગા શૈલી’ ખૂબ જાણીતી બની છે. સાહજિક કોમલતા અને મિતાક્ષરીપણું તેનાં નોંધપાત્ર લક્ષણો છે. સમૂરાઈ પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતૃપક્ષે દાદાદાદી પાસે ટોકિયોમાં તેમનો ઉછેર થયેલો. માંડ બે વર્ષની ઉંમર…

વધુ વાંચો >

સુબોકી શોયો

સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં. 1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો…

વધુ વાંચો >