હિંમતલાલ ચૂનીલાલ શુક્લ

આકાશી યાંત્રિકી

આકાશી યાંત્રિકી (celestial mechanics) : આકાશી પદાર્થોની ગતિના ગણિતીય સિદ્ધાંત સાથે સંબંધ ધરાવતી ખગોળશાસ્ત્રની શાખા. સર આઇઝેક ન્યૂટને તેના વિખ્યાત ગ્રંથ ‘પ્રિન્સિપિયા’નું 1687માં પ્રકાશન કર્યું અને આ શાખાનો પાયો નાખ્યો. આ પહેલાં યોહાનેસ કૅપ્લરે ગ્રહોની ગતિના અવલોકન ઉપરથી નીચેના ત્રણ નિયમો તારવ્યા હતા : (1) ગ્રહોનો ગતિમાર્ગ ઉપવલયાકાર (ellipse) હોય…

વધુ વાંચો >

ઈસાકી, લિયો

ઈસાકી, લિયો (જ. 12 માર્ચ 1925, ઓસાકા, જાપાન) : સુપ્રસિદ્ધ ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્રી (solid state physicist) અને નોબેલ પારિતોષિક વિજેતા. મૂળ નામ ઈસાકી રેયોના. ટોકિયો યુનિવર્સિટીના સ્નાતક (1947) અને પીએચ.ડી. (1959) થયા પછી તરત જ કોબેકોગ્યો કંપનીમાં જોડાયા. ત્યારબાદ 1956માં સોની (Sony) કૉર્પોરેશનના મુખ્ય ભૌતિકશાસ્ત્રી; જ્યાં યંત્રશાસ્ત્રના ક્ષેત્રે અને વિશેષત:…

વધુ વાંચો >

ઉચ્ચાલન (lever)

ઉચ્ચાલન (lever) : આધારબિંદુ અથવા ફલકની આજુબાજુ છૂટથી ફરી શકે તેવી લાકડી કે સળિયો (જડેલો, સજ્જડ કરેલો કે ટાંગેલો). ફલકથી વજન અને બળના કાર્યની રેખાઓ વચ્ચેનાં લંબઅંતરોને ઉચ્ચાલનના ભુજ (arm) કહે છે. જ્યાં વજન લાગે તે ભુજને વજનભુજ અને જ્યાં બળ લાગે તેને બળભુજ કહે છે. ઉચ્ચાલન પરિબળના નિયમ (law…

વધુ વાંચો >

ઉષ્માસંવહન

ઉષ્માસંવહન (convection) : અસમાન તાપમાનના વિતરણના કારણે ઉદભવતી વાયુ કે પ્રવાહીની ગતિ. ઉષ્માવહનમાં અતિસૂક્ષ્મ દરે ઊર્જાનું સ્થાનાન્તર થાય છે, તો ઉષ્માસંવહન દ્રવ્યના મોટા જથ્થાની ગતિથી ઉદભવે છે. તરલ(fluid)ને આપેલી ઉષ્મા, ઉષ્માના ઉત્પત્તિસ્થાનની નજીકના પ્રદેશના દ્રવનો પ્રસાર કરે છે. આ પ્રદેશના દ્રવની ઘનતા આજુબાજુના પ્રદેશના દ્રવ કરતાં ઓછી હોય છે અને…

વધુ વાંચો >

ઉષ્મા-સ્થાનાન્તરણ

ઉષ્મા-સ્થાનાન્તરણ (heat transfer) : પદાર્થના તાપમાનના તફાવતને કારણે ઉદભવતા ઉષ્મા-ઊર્જાના પ્રવાહ સાથે સંબંધિત ભૌતિકવિજ્ઞાનની એક અગત્યની શાખા. અણુગતિના કે વીજચુંબકીય વિકિરણના રૂપમાં, ઉષ્મા એક પદાર્થથી બીજા પદાર્થ તરફ વહે ત્યારે તે ઉષ્મા-સ્થાનાન્તરણના અમુક નૈસર્ગિક નિયમોને અનુસરે છે. ઉષ્માગતિવાદ(thermodynamics)નું વિજ્ઞાન ઉષ્માના વહેવાના દરને, તાપમાનના તફાવત અને પદાર્થના ગુણધર્મો સાથે સાંકળે છે.…

વધુ વાંચો >

ઊર્જા-સંરક્ષણ

ઊર્જા-સંરક્ષણ (energy, conservation of) : ભૌતિકશાસ્ત્રનો પ્રચલિત નિયમ. તે અનુસાર સંવૃત સમૂહપ્રણાલી(closed system)માં પરસ્પર ક્રિયા કરતા પદાર્થો કે કણોની ઊર્જા અચળ રહે છે. આમ ઊર્જાને ન તો ઉત્પન્ન કરી શકાય, કે ન તો તેનો વિનાશ કરી શકાય. પરંતુ ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું રૂપાંતર કરી શકાય છે. ઊર્જાનું પ્રથમ…

વધુ વાંચો >

એકધારી વર્તુળગતિ

એકધારી વર્તુળગતિ (uniform circular motion) : અચળ ઝડપથી વર્તુળમાં ગતિ કરતા કણની ગતિ. ડાબી તરફની આકૃતિમાં, વર્તુળમાં ગતિ કરતા કણનો વેગ સદિશ માનમાં અચળ રહે છે. પરંતુ કણ Bથી C તરફ ગતિ કરે ત્યારે, તેની દિશામાં Δ જેટલો ફેરફાર થાય છે અને વર્તુળની ત્રિજ્યા R, ΔQ જેટલો કોણ આંતરે છે.…

વધુ વાંચો >

ઍડિસન, ટૉમસ આલ્વા

ઍડિસન, ટૉમસ આલ્વા (જ. 11 ફેબ્રુઆરી 1847, ઓહાયો; અ. 18 ઑક્ટોબર 1931, વેસ્ટ ઑરેન્જ ન્યૂ જર્સી) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અગ્રણી અમેરિકન સંશોધક. સૅમ્યુઅલ ઑગ્ડન અને નાન્સી ઇલિયટ એડિસનનાં ચાર બાળકોમાં સૌથી નાના. સાત વર્ષની ઉંમરે તેમનું શાળાશિક્ષણ શરૂ થયું, પણ ત્રણ માસ પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી…

વધુ વાંચો >

ઍન્ડરસન કાર્લ ડેવિડ

ઍન્ડરસન, કાર્લ ડેવિડ (જ. 3 સપ્ટેમ્બર 1905, ન્યૂયૉર્ક; અ. 11 જાન્યુઆરી 1991, સાન મેરિનો, કૅલિફૉર્નિયા) : સુપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી. પ્રતિદ્રવ્ય(anti-matter)ના પ્રથમ શોધિત કણ પૉઝિટ્રૉન કે ઍન્ટિઇલેક્ટ્રૉનની શોધ માટે 1936માં ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક તેમને હેસ વિક્ટર ફ્રાંઝ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું. 1930માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી, પાસાડેનામાંથી પીએચ.ડી.ની…

વધુ વાંચો >

ઍન્ડરસન ફિલિપ વૉરન

ઍન્ડરસન ફિલિપ વૉરન (જ. 13 ડિસેમ્બર 1923, ઇન્ડિયાના-પોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 29 માર્ચ 2020 ન્યૂજર્સી, યુ. એસ.) : ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી-(advanced electronic circuitry)માં કરેલા પ્રદાન માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકશાસ્ત્રી.   હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ત્યાં તેમણે 1949માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં ઍન્ડરસન બેલ ટેલિફોન લેબૉરેટરીઝમાં જોડાયા.…

વધુ વાંચો >