હિંમતલાલ ચૂનીલાલ શુક્લ

ગતિશીલતા

ગતિશીલતા (mobility) : ઘન સ્થિતિ ભૌતિકી(solid state physics)માં અમુક પ્રકારનો વીજભારિત કણ ઘન દ્રવ્યમાં વીજક્ષેત્રની અસર નીચે જે સરળતાથી ગતિ કરે તેનું માપ. આવા કણો વીજક્ષેત્ર દ્વારા તેની દિશામાં ખેંચાય છે અને ઘન પદાર્થના અણુઓ સાથે નિશ્ચિત સમયાન્તરે સંઘાત અનુભવે છે. વીજક્ષેત્ર તેમજ સંઘાતની સંયુક્ત અસર નીચે કણો જે સરેરાશ…

વધુ વાંચો >

ગતિ-સમીકરણ

ગતિ-સમીકરણ (equation of motion) : આપેલા નિર્દેશતંત્રને સાપેક્ષ કોઈ પદાર્થનું સ્થાન, વેગ કે પ્રવેગનું નિરૂપણ કરતું ગણિતીય સૂત્ર. ન્યૂટનના બીજા નિયમના કથન અનુસાર કોઈ પદાર્થ ઉપર લાગતું બળ F પદાર્થના દ્રવ્યમાન m અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ aના ગુણાકાર બરાબર હોય છે, માટે F = ma. પ્રાચીન યંત્રશાસ્ત્રમાં આ પાયાનું…

વધુ વાંચો >

ગોલક (sphere)

ગોલક (sphere) : એક સ્થિર બિંદુથી સમાન અંતરે રહેલાં અવકાશનાં તમામ બિંદુઓનો ગણ. સ્થિર બિંદુને ગોલકનું કેન્દ્ર (centre) અને અચલ અંતરને ગોલકની ત્રિજ્યા (radius) કહે છે. કેન્દ્રથી ગોલકના પૃષ્ઠ સુધી દોરેલા કોઈ પણ રેખાખંડને પણ ગોલકની ત્રિજ્યા કહે છે. કેન્દ્ર c અને r ત્રિજ્યાવાળા ગોલકને (c, r) વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >

જાયરોસ્કોપ

જાયરોસ્કોપ : અવકાશમાં સ્થાયી દિશા પ્રાપ્ત કરવા માટે ભ્રમણનો ઉપયોગ કરતું સાધન. સાદા જાયરોસ્કોપમાં ચાકગતિ કરતું ચક્ર કે ગોળો હોય છે, જેને રોટર કહે છે. ઉપરાંત તેમાં આધારતંત્ર પણ હોય છે. એક વાર રોટરને ગતિમાન કરવામાં આવે પછી જાયરોસ્કોપ તેના ભ્રમણની દિશા બદલવાના પ્રયત્નનો વિરોધ કરે છે. આ ગુણધર્મના કારણે,…

વધુ વાંચો >