સ્નેહલ શાહ
આર્ટ નૂવો
આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી…
વધુ વાંચો >આલ્ટો, અલ્વર
આલ્ટો, અલ્વર (જ. 3 ફેબ્રુઆરી 1898 કુઓર્ટેન, ફિનલૅન્ડ; અ. 11 મે 1976 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનિશ સ્થપતિ. આખું નામ હ્યુગો અલ્વર હેન્રિક આલ્ટો. વીસમી સદીનો અગ્રણી સ્થપતિ ગણાય છે. તેણે કેવળ પોતાના દેશ ફિનલૅન્ડમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં આધુનિક સ્થાપત્ય વિશે નવીન વિચારધારા સર્જી અને તેનો વિનિયોગ તેણે સ્થાપત્ય, નગર-યોજના…
વધુ વાંચો >મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન
મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન (જ. 16 એપ્રિલ 1646, પૅરિસ; અ. 2 મે 1708, માર્લી) : જાણીતા ફ્રેંચ સ્થપતિ. તેઓ ફ્રાંસ્વા મન્સાર્ટના શિષ્ય હતા અને તેમના ભત્રીજાના ભત્રીજા થતા હતા અને 1666માં તેમની અટક જૂલે અપનાવી હતી. તેમના ઉપર મોટું ઋણ તેમને તાલીમ આપવાનાર લે વૂનું હતું. તેમણે અને લેબ્મે મળીને લે વૂની…
વધુ વાંચો >મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની
મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની (જ. 7 જૂન 1868, ગ્લાસગો, પ. સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 10 ડિસેમ્બર 1928, લંડન, યુ.કે.) : જાણીતા સ્થપતિ, ડિઝાઇનકાર અને ચિત્રકાર. પ્રારંભમાં તેઓ ગ્લાસગો સ્કૂલ ઑવ્ આર્ટ ખાતે સાંજના વર્ગોમાં જોડાયા હતા. 1889માં હનીમૅન ઍન્ડ કૅપલ નામની વિખ્યાત પેઢીમાં જોડાયા. 1900માં તેમણે માર્ગારેટ મૅકિનટૉશ સાથે લગ્ન કર્યાં અને…
વધુ વાંચો >મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર
મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર : ઇજિપ્તની સ્થાપત્યકલાનું એક નમૂનેદાર મંદિર. તેના નિર્માણનો પ્રારંભ રાણી હેટ સેપ્સરે ઈ. સ. પૂ. 1470ના અરસામાં કરેલો. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે થીબ્ઝ ખાતે આવેલાં કરનાક અને લેક્સરનાં મંદિરોની હરોળનું આ મંદિર અસલ નગરની ઉત્તરે નદીને પશ્ચિમ કાંઠે મહત્વના દેવાલય-ગભારા (sanctuary) રૂપે આવેલું છે.…
વધુ વાંચો >મૅનરિઝમ (Mannerism)
મૅનરિઝમ (Mannerism) : સ્થાપત્ય, આધુનિક સ્થાપત્યમાં પ્રયોજાતો આ શબ્દનો પ્રયોગ સ્થાપત્યમાં સૌપ્રથમ 1920માં થયો હતો. સ્થાપત્યક્ષેત્રે પ્રવર્તેલી ‘હાઇ રેનેસાં’ તથા ‘બરૉક’ શૈલી વચ્ચેના સમય(એટલે કે આશરે 1530થી આશરે 1590)ગાળાના રેનેસાં દરમિયાન પ્રવર્તેલ ઇટાલીના સ્થાપત્યની ઓળખ માટે તે વપરાય છે. આ ગાળા દરમિયાન પ્રશિષ્ટ ડિઝાઇનના સિદ્ધાંતોમાં ઘણી છૂટછાટ લેવાઈ અને ક્યાંક…
વધુ વાંચો >મૉડ્યૂલ (module)
મૉડ્યૂલ (module) : મકાન કે તેના ભાગોના પ્રમાણના નિયમન માટેનું માપ-એકમ. આ શબ્દ મૂળમાં લૅટિન ‘મૉડસ’ એટલે કે માપ ઉપરથી ‘મૉડ્યુલસ’ને આધારે ઊતરી આવ્યો છે. પ્રશિષ્ટ સ્થાપત્યમાં આ શબ્દ વિદ્રુવિયસે તેમના ‘દ આર્કિટેક્ચુરા’માં સ્થાપત્યના નિયમો પ્રયોજવા માટે વાપર્યો હતો; તેમણે પ્રયોજેલું માપ-એકમ આ પ્રમાણે હતું : સ્તંભના મુખ્ય ભાગના તળિયાનો…
વધુ વાંચો >મૉરિસ, વિલિયમ
મૉરિસ, વિલિયમ (જ. 24 માર્ચ 1834, લંડન નજીક વૉલ્ધૅમ્સ્ટો; અ. 3 ઑક્ટોબર 1896, લંડન નજીક હૅમરસ્મિથ) : વિક્ટોરિયન રુચિમાં ક્રાંતિ આણનાર તથા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટના પ્રણેતા, બ્રિટિશ ડિઝાઇનર, કસબી (craftsman) અને કવિ. તેઓ સમાજવાદી વિચારસરણીના તરફદાર હતા. ઇંગ્લૅન્ડના એપિન્ગ (Epping) જંગલની દક્ષિણી ધારે વસેલા એક સંપન્ન કુટુંબમાં તેઓ જન્મેલા.…
વધુ વાંચો >રાઇટ, ફ્રૅન્ક લૉઇડ
રાઇટ, ફ્રૅન્ક લૉઇડ (જ. 1867, રિચલૅન્ડ સેન્ટર, મિશિગન; અ. 1959) : મહાન આધુનિક અમેરિકન સ્થપતિ. વિસ્કૉન્સિનમાં સિવિલ ઇજનેરીમાં અભ્યાસ. તેમની કલાસાધના 60થી વધુ વર્ષ સુધી પ્રસરેલી છે. અને તે કોઈ રીતે ચીલાચાલુ, પરંપરાજડ કે રૂઢિબદ્ધ રહી નથી. શરૂઆતમાં તેઓ તેમના સતત પ્રશંસાપાત્ર સ્થપતિ લૂઇસ સલિવાન સાથે સંકળાયા હતા. નવી બાંધેલી…
વધુ વાંચો >