સ્નેહલ શાહ

સુલતાન હસનની મસ્જિદ અને કબર કેરો (ઇજિપ્ત)

સુલતાન હસનની મસ્જિદ અને કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તની જાણીતી મસ્જિદ. ક્લૌન વંશનો છેલ્લો શાસક સુલતાન હસન 1347માં ગાદીએ આવ્યો. 1351માં તેના ભાઈના તરફેણમાં તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. 1354માં ફરીથી તે તખ્તનશીન થયો અને 1361માં તેનું ખૂન થયું ત્યાં સુધી ગાદીએ રહ્યો. તેની વિશાળ કબર અને મદરેસાનું સંકુલ ઇજિપ્શિયન ઇસ્લામી…

વધુ વાંચો >

સુલિવાન લુઈ હેન્રી

સુલિવાન, લુઈ હેન્રી (જ. 3 સપ્ટેમ્બર 1856, બૉસ્ટન; અ. 14 એપ્રિલ 1924, શિકાગો) : જાણીતો સ્થપતિ. આઇરિશ, સ્વિસ અને જર્મન મિશ્રિત વંશનું સંતાન. મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સ્થાપત્યનો થોડો અભ્યાસ કર્યો તે પછી 1873માં શિકાગો ગયો. ત્યાં તેણે જેન્નીની નીચે અને એક વર્ષ બાદ પૅરિસમાં વૉડ્રમર્સની નીચે કામ કર્યું. બાદ…

વધુ વાંચો >

સુલેમાન મસ્જિદ ઇસ્તંબુલ

સુલેમાન મસ્જિદ, ઇસ્તંબુલ : ઇસ્તંબુલની પ્રસિદ્ધ મસ્જિદ. 1550માં તેનું બાંધકામ શરૂ થયું. તેનો સ્થપતિ સિનાન હતો. તેણે આ મસ્જિદને પોતાનું પ્રથમ સુંદર બાંધકામ ગણાવ્યું છે. સુલેમાને તેના રહેઠાણનું સ્થળ એસ્કી-સરાઈ અને તેનો બગીચો આ મસ્જિદના બાંધકામની જગ્યા માટે ખાલી કર્યાં. બાંધકામ પૂરું થતાં સાત વર્ષ લાગ્યાં. મસ્જિદનો પ્રાર્થનાખંડ દક્ષિણની કબર…

વધુ વાંચો >

સ્તોઆ

સ્તોઆ : પ્રવેશચોકી અથવા છત સાથેની સ્તંભાવલિ. ઉત્તમ સ્તોઆનું ઉદાહરણ એથેન્સ મુકામે એટ્ટાલોસ(ઈ. પૂ. બીજી સદી)નું છે. મ્યુઝિયમ તરીકે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગ્રીક સ્થાપત્યમાં અલાયદી સ્તંભાવલિને પણ સ્તોઆ કહે છે. બાયઝેન્ટિયમ સ્થાપત્યમાં ગૂઢમંડપ(covered hall)ને સ્તોઆ કહે છે. તેની છત સ્તંભોની એક અથવા બે હાર વડે ટેકવેલી હોય છે.…

વધુ વાંચો >

હરમ મસ્જિદ (અલ હરમ મસ્જિદ) મક્કા

હરમ મસ્જિદ (અલ હરમ મસ્જિદ), મક્કા : મુસ્લિમોનું વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થાપત્ય. મક્કામાં મુહમ્મદ પયગંબરસાહેબ(સ. અ. વ.)ના જન્મસ્થળે આ મસ્જિદ બાંધવામાં આવી છે. આ જ સ્થળે મુહમ્મદસાહેબે જીવનનાં અનેક વર્ષો ગાળ્યાં હતાં. ‘હરમ મસ્જિદ’નો અર્થ ‘ભવ્ય મસ્જિદ’ થાય છે. પવિત્ર કાબાને ફરતી આ મસ્જિદ બાંધવામાં આવી છે. સમગ્ર વિશ્વના મુસ્લિમોનું તે…

વધુ વાંચો >

હાસેકી હરેમ હમામ, ઇસ્તંબૂલ

હાસેકી હરેમ હમામ, ઇસ્તંબૂલ : ઇસ્તંબૂલમાં આવેલ પ્રસિદ્ધ તૂર્કી સ્નાન-ખંડ. ‘હમામ’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ વરાળ-સ્નાન થાય છે. સ્નાન કરવાની આ પદ્ધતિ સામાન્ય રીતે ઇસ્લામી દેશોમાં પ્રચલિત છે. આ પ્રકારનું સ્થાપત્ય વરાળનો ઓરડો, સ્ત્રી-પુરુષ માટે કપડાં બદલવાના ઓરડા અને શૌચાલયોવાળું બનતું. સ્ત્રી-પુરુષો તેનો ઉપયોગ આંતરે દિવસે કરતાં. આવાં…

વધુ વાંચો >

હૉફમેન જૉસેફ

હૉફમેન, જૉસેફ (જ. 15 ડિસેમ્બર 1870, પીર્નિત્ઝ, ઑસ્ટ્રિયા; અ. 1956) : ઑસ્ટ્રિયન આર્કિટેક્ટ. તેઓ વિયેનાના સ્થપતિ ઓટ્ટો વેગ્નરના વિદ્યાર્થી હતા. અંગ્રેજ સ્થપતિ વિલિયમ મૉરિસ જેઓ સ્થાપત્ય અને હુન્નરના ઐક્યના આગ્રહી હતા. તેમના આ વિચારો પર આધારિત વિયેનર વેર્કસ્ટેટ્ટ, વિયેનિઝ વર્કશૉપ(1903)ના સ્થાપકોમાંના એક હૉફમેન હતા. તેમની શૈલી આર્ટ નોવેઉ(Art Nouveau)માંથી વિકસી…

વધુ વાંચો >

હોર્ટા બેરોન વિક્ટર

હોર્ટા, બેરોન વિક્ટર (જ. 1861; અ. 1947) : બેલ્જિયમનો જાણીતો સ્થપતિ. 1878–80 દરમિયાન પૅરિસમાં શિક્ષણ લીધું. તે પછી બેલેટની (Balat) નીચે બ્રુસ્સેલ્સ અકાદમીમાં શિક્ષણ લીધું. 1892માં હોટલ ટાસ્સેલ(Tassel)ની ડિઝાઇન કરી. ત્યારથી તેણે યુરોપિયન સ્થાપત્યમાં  પ્રવેશ કર્યો. તે પછી મેક્સિકન એમ્બેસીની ડિઝાઇન કરી. હોટલ ટાસ્સેલ બહારથી આશ્ચર્યચકિત કરે તેવી નથી; પરંતુ…

વધુ વાંચો >