સુરેશ ર. શાહ
અક્ષ
અક્ષ (axis) : જેની આસપાસ બિંદુ કે પદાર્થ પરિભ્રમણ કરે અથવા સમમિત (symmetry) રીતે ગોઠવાય તેવી કાલ્પનિક કે વાસ્તવિક સુરેખા. સમતલમાં આવેલા બિંદુનું સ્થાન તેના યામો(co-ordinates)થી દર્શાવાય છે. યામની ગણતરી કરવા માટે માનક સુરેખા ઉપયોગમાં લેવાય છે, જે અક્ષ તરીકે ઓળખાય છે. બિંદુ કે રૂઢ પદાર્થ કોઈ કલ્પિત સ્થિર સુરેખાની…
વધુ વાંચો >અટિરા
અટિરા (સ્થા. ડિસેમ્બર 1947) : બ્રિટનના નમૂના પરથી અમદાવાદમાં સ્થપાયેલી અટિરાના સંક્ષિપ્ત નામે જાણીતી અમદાવાદ કાપડ-ઉદ્યોગની સંશોધન સંસ્થા (Ahmedabad Textile Industries Research Association). ભારતમાં કાપડ-સંશોધનનું પહેલું કેન્દ્ર. કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકાર અને ઉદ્યોગોના મંડળના સહયોગથી અમદાવાદની આ સૌથી જૂની વૈજ્ઞાનિક સંશોધનસંસ્થા ચાલે છે. અમદાવાદના મિલમાલિક મંડળે કાપડ-ઉદ્યોગ માટે સંશોધન-પ્રયોગશાળાની એક રૂપરેખા 1944માં…
વધુ વાંચો >અધિરોહણ
અધિરોહણ (epitaxy) : કોઈ પદાર્થના એકાકી (single) સ્ફટિક ઉપર બીજા પદાર્થનું અત્યંત પાતળું સ્તર નિક્ષિપ્ત (deposit) કરવું તે. સ્ફટિકના પદાર્થ અને સ્તરના પદાર્થ વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અધિરોહણ કરેલા સ્તરનું સ્ફટિકીય બંધારણ, જે સ્ફટિક ઉપર તેને નિક્ષિપ્ત કરેલ હોય તેના બંધારણથી નિયંત્રિત થાય છે. આ પદ્ધતિમાં સિલિકોન અને…
વધુ વાંચો >અધિસ્વર
અધિસ્વર (over-tone) : પ્રાકૃતિક આવૃત્તિ(natural frequency)ની ગુણક અધિક આવૃત્તિનો આંશિક સ્વર. પદાર્થની સપાટી ઉપર કોઈ જગ્યાએ ટકોરો મારી તેને કંપન કરાવતાં તેમજ તાર કે હવાના સ્તંભને કંપન કરાવતાં તે પોતાની પ્રાકૃતિક કે મૂળભૂત (natural) આવૃત્તિના સૂર કાઢે છે અને સાથે સાથે પ્રાકૃતિક આવૃત્તિની ગુણક અધિક આવૃત્તિનો તીણો સૂર પણ સંભળાય છે.…
વધુ વાંચો >અપકેન્દ્રી બળ
અપકેન્દ્રી બળ (centrifugal force) : કેન્દ્રની આસપાસ કોઈ પદાર્થ-કણને ફરતો રાખનાર અભિકેન્દ્રી (centripetal) બળના જેટલું, પણ વિરુદ્ધ દિશામાં પ્રવર્તતું કાલ્પનિક (fictitious) બળ. વર્તુળમય પથ ઉપર ગતિ કરતા પદાર્થકણને તેના ગતિપથ ઉપર જકડી રાખતા કેન્દ્ર તરફ પ્રવર્તતા બળને અભિકેન્દ્રી બળ કહે છે. ધારો કે m દ્રવ્યમાનનો એક પદાર્થકણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગતિપથ…
વધુ વાંચો >અપરૂપણ ગુણાંક
અપરૂપણ ગુણાંક (shearing modulus) : ઘન પદાર્થ ઉપર અનુપ્રસ્થ (transverse) આંતરિક બળ લાગતાં તેના સ્થિતિસ્થાપક ગુણ ઉપર થતી અસર દર્શાવતો અચલાંક. ઘન પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ A હોય અને સપાટીની સમાંતર દિશામાં લગાડેલ બળ F હોય તો અપરૂપણ પ્રતિબળ (stress) F/A થાય છે. આને પરિણામે થતી અપરૂપણ વિકૃતિ (strain) θ હોય…
વધુ વાંચો >અવમંદન
અવમંદન (damping) : દોલાયમાન (oscillating) વસ્તુ કે પ્રણાલીની કંપનગતિનું લુપ્ત કે શાંત થઈ જવું તે. કંપનો કે દોલનો અટકી જવાનું કારણ પ્રણાલીની ઊર્જાનો અપવ્યયકારી બળો મારફત થતો હ્રાસ છે; દાખલા તરીકે, ગતિમાં મૂકેલ લોલક છેવટે અટકી જાય છે; વસ્તુનાં કંપનો અટકી જતાં અવાજ શમી જાય છે અને પગની ઠેસથી ઊર્જા…
વધુ વાંચો >આયનીકરણ
આયનીકરણ (ionization) : આયનીકરણ એટલે વિદ્યુતભારયુક્ત પરમાણુ કે અણુનું નિર્માણ. પરમાણુના કેન્દ્રમાંના પ્રોટૉન ઉપરનો ધન વિદ્યુતભાર અને કેન્દ્રકબાહ્ય (extranuclear) ઇલેક્ટ્રૉન ઉપરનો ઋણ વિદ્યુતભાર સરખા હોઈ પરમાણુ સમગ્ર રીતે તટસ્થ હોય છે. આથી ઇલેક્ટ્રૉન ગુમાવતાં તે ધનભારિત અને ઇલેક્ટ્રૉન ઉમેરાતાં તે ઋણભારિત બને છે. ઇલેક્ટ્રૉન દૂર કરવા માટેની જરૂરી ઊર્જાનો આયનીકરણ-વિભવ…
વધુ વાંચો >આવૃત્તિ
આવૃત્તિ (frequency) : કોઈ આવર્તક ઘટના એકમ સમયમાં કેટલાં પૂરાં આવર્તન કરે છે તે દર્શાવતો આંક. ભૌતિકશાસ્ત્રમાં માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ આગળથી એક સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે તે દર્શાવતો આંક. આવૃત્તિ એ તરંગનું એક મુખ્ય અભિલક્ષણ છે. એ બધા જ પ્રકારના તરંગો(ધ્વનિ, પ્રકાશ, યાંત્રિક વગેરે)ને સ્પર્શે છે. તે…
વધુ વાંચો >ઍટમિક એનર્જી કમિશન
ઍટમિક એનર્જી કમિશન (AEC) : ભારતનો પરમાણુ ઊર્જા આયોગ. 15 એપ્રિલ 1948ના રોજ ભારતની લોકસભામાં પરમાણુ ઊર્જા ધારો પસાર કરવામાં આવ્યો તેના અનુસંધાનમાં 10 ઑગસ્ટ 1948ના રોજ અસ્તિત્વમાં આવેલ. આઝાદી મળ્યાના એક વર્ષમાં જ આ આયોગની સ્થાપના પરમાણુ-ઊર્જાની અગત્ય સંબંધી રાષ્ટ્રની જાગૃતિની સાબિતી છે. તેના પ્રથમ અધ્યક્ષ તરીકે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક…
વધુ વાંચો >