સુધા શ્રીવાસ્તવ

ચતુર્વેદી, માખનલાલ

ચતુર્વેદી, માખનલાલ (જ. 4 એપ્રિલ 1888, બાબઈ, જિ. હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 30 જાન્યુઆરી 1968, ખંડવા) : હિંદીના પ્રસિદ્ધ કવિ, અગ્રણી પત્રકાર તથા સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતા પંડિત નંદલાલ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેમણે બુંદેલખંડમાં પારંપરિક સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પોતાના પ્રયત્નથી અંગ્રેજી તથા અન્ય ભારતીય ભાષાઓ…

વધુ વાંચો >

ચંદ બરદાઈ

ચંદ બરદાઈ (જ. 1146 (?), લાહોર; અ. 1191, ગઝની) : ડિંગલ ભાષામાં લખેલા ‘પૃથુરાજરાસો’ મહાકાવ્યના રચયિતા. હિંદીભાષી લોકો તેમને હિંદીના પ્રથમ મહાકવિ માને છે. વીરરસથી ભરપૂર આ પ્રસિદ્ધ ગ્રંથની 60 કરતાં વધુ હસ્તપ્રતો મળી આવી હતી; તે સોળમી સદીની હોય તેમ માનવામાં આવે છે. તેમાં કઈ નકલ પ્રમાણભૂત ગણવી તે…

વધુ વાંચો >

ચંદ્રકાન્તા

ચંદ્રકાન્તા (1888) : હિંદી નવલકથાકાર દેવકીનંદન ખત્રીની પ્રથમ લોકપ્રિય નવલકથા. લોકરંજન એ આ નવલકથાનો મુખ્ય ઉદ્દેશ છે. જે જમાનામાં વાચકો વાસ્તવિક જીવનની કટુતા ભૂલવા હળવી વાચનસામગ્રી માગતા હતા તે જમાનામાં આ નવલકથા લખાયેલી. તેથી તેને અપાર લોકપ્રિયતા મળેલી. હિંદી ન જાણનાર વાચકો અને તેમાં પણ ખાસ કરીને ઉર્દૂભાષી લોકો માત્ર…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત

ચંદ્રગુપ્ત : હિંદી સાહિત્યકાર જયશંકર પ્રસાદ (1889 (?)–1937) દ્વારા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ. પૂ. 321–297)ના જીવનમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનો આધાર લઈને લખાયેલું જાણીતું નાટક. 4 અંકોના આ નાટકનું વિષયવસ્તુ ત્રણ મુખ્ય ઘટનાઓ પર આધારિત છે : (1) અલક્ષેન્દ્ર (ઍલિગઝાંડર – સિકંદર) દ્વારા ભારત પર આક્રમણ, (2) નંદકુળનું ઉન્મૂલન અને (3) અલક્ષેન્દ્રના…

વધુ વાંચો >

ચાંદકા મુંહ ટેઢા હૈ

ચાંદકા મુંહ ટેઢા હૈ : શ્રીકાન્ત વર્મા સંપાદિત હિંદી કાવ્યસંગ્રહ. તેમાં કવિ મુક્તિબોધની 28 રચનાઓ છે. આ કૃતિઓનો રચનાકાળ 1954થી 1964 સુધીનો સ્વીકારાયેલ છે; પરંતુ મોતીરામ વર્મા કવિની હસ્તપ્રતને આધારે તે સમય 1950થી 1963 સુધીનો માને છે. આ સમય દરમિયાન સામાજિક જીવનમૂલ્યોનાં પરિવર્તન ઉપરાંત કવિની અસંદિગ્ધ જીવનર્દષ્ટિનો સંકેત મળે છે.…

વધુ વાંચો >

ચિત્રલેખા (1934)

ચિત્રલેખા (1934) : હિંદીના પ્રસિદ્ધ નવલકથાકાર ભગવતીચરણ વર્માની વિચારપ્રધાન તથા સમસ્યામૂલક નવલકથા. લેખક તેને ચરિત્રપ્રધાન રચના કહે છે. આ નવલકથા મુખ્યત્વે ત્રણ ભાગોમાં વિભાજિત છે : (1) ઉપક્રમ, (2) મધ્યભાગ અને (3) ઉપસંહાર. પ્રથમ ભાગમાં વિષયવસ્તુની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે અને તે દ્વારા નવલકથામાં ગૂંથેલા પ્રશ્નનું નિરૂપણ છે. મધ્યભાગમાં…

વધુ વાંચો >

યશપાલ

યશપાલ (જ. 3 ડિસેમ્બર 1903, ફીરોઝપુર; અ. 27 ડિસેમ્બર 1976 ?) : હિંદીના જાણીતા સાહિત્યકાર અને પ્રખર સમાજવાદી ચિંતક. મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની. પિતા હીરાલાલ વતનમાં એક નાનકડી દુકાન ચલાવતા. માતા પ્રેમદેવી ફીરોઝપુર છાવણીમાં અધ્યાપિકા હતાં. તેઓ આર્યસમાજના અનુયાયી હોવાથી યશપાલનું પ્રાથમિક શિક્ષણ ગુરુકુલ, કાંગડી ખાતે અને માધ્યમિક…

વધુ વાંચો >

યાદવ, રાજેન્દ્ર

યાદવ, રાજેન્દ્ર (જ. 28 ઑગસ્ટ 1926, આગ્રા) : હિંદીના જાણીતા  સાહિત્યકાર. બાલ્યાવસ્થાથી જ પરિવારમાં સાહિત્ય અંગેનું વાતાવરણ પ્રાપ્ત થયું. પિતા મિસ્રીલાલ ઝાંસીમાં સરકારી ડૉક્ટર હતા, પરંતુ સાહિત્યમાં રુચિ ધરાવતા હતા. માતાનું નામ તારાબાઈ. સંયુક્ત પરિવારમાં ઉછેર. પ્રાથમિક શિક્ષણ ઉર્દૂ ભાષામાં લીધા બાદ હિંદી ભાષા અને સાહિત્યનું અધ્યયન કર્યું. ઝાંસીની માધ્યમિક…

વધુ વાંચો >

રસખાન

રસખાન (જ. 1540, દિલ્હી; અ. 1630) : હિંદી ભક્તકવિ. તેમના જીવન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો જન્મ શાહી પરિવારમાં થયાનું કહેવાય છે. ‘દો સૌ વૈષ્ણવોં કી વાર્તા’ અનુસાર તે ગોસ્વામી વિઠ્ઠલનાથના શિષ્ય હતા અને તેમણે ગોસ્વામી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના બોધ પર આધારિત ભગવાન કૃષ્ણનાં ભક્તિગીતો રચ્યાં હતાં; પરંતુ ચંદ્રબલી પાંડેના…

વધુ વાંચો >