વિભૂતી વિ. ભટ્ટ

ત્રિરશ્મિ પર્વત

ત્રિરશ્મિ પર્વત : બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર. નાસિક અને કાર્લાની ગુફાઓમાં ઈ. સ. 119-149 દરમિયાનના લગભગ પાંચ શિલાલેખોમાં આ પર્વતનો ઉલ્લેખ મળી આવ્યો છે. નાસિક પાસે ગોવર્ધનાહાર (પ્રદેશનું પ્રાચીન નામ)માં ત્રિરશ્મિ પર્વતના શિખર પર ગૌતમીએ બૌદ્ધિભિક્ષુઓ માટે સ્વખર્ચે આવાસ બંધાવીને તે તેમને અર્પણ કર્યા. ત્રિરશ્મિ પર્વત કૈલાસપર્વત જેવા ઊંચા શિખર…

વધુ વાંચો >

દત્તામિત્રી

દત્તામિત્રી : પ્રાચીન ભારતનું એક શહેર. તેનું બીજું નામ સૈવીર હતું. મહાભારતમાં દિમિત્રનો ‘દત્તમિત્ર’ તરીકે ઉલ્લેખ છે. અર્જુને સૌવીર રાજાને હરાવ્યો હતો, જે કદાચ સૌરાષ્ટ્ર-કચ્છનો રાજા હશે. બાક્ષિક(બેક્ટ્રિયા)ના યવન રાજા દિમિત્રે (દિમિત્રિયસે) ભારત પર ભારે આક્રમણ કરીને ગંગાપ્રદેશ, ગંધાર, મથુરા, પંચાલ, સાકેત, પુષ્પપુર, મધ્યમિકા વગેરે જીતી લીધેલાં. દિમિત્રના પિતા સેતુ…

વધુ વાંચો >

દધિવાહન

દધિવાહન (જ. ઈ. પૂ. 601–603; અ. ઈ. સ. પૂ. 556) : ચંપાપુરીના રાજા રણવીરનો પુત્ર. આ વંશની ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદી પહેલાં 5–6 પેઢીની તૂટક હકીકત મળે છે. જૈન ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર કુશસ્થળ ઉપર પ્રસેનજિતથી છઠ્ઠી પેઢીએ દધિવાહન અંગદેશની રાજ્યગાદી પર બેઠો. તેને (1) અભયાદેવી (2) પદ્માવતી અને…

વધુ વાંચો >

દશાર્ણ દેશ

દશાર્ણ દેશ : પ્રાચીન સોળ મોટાં જનપદો પૈકીનું એક જનપદ. કાલિદાસે મેઘદૂત(શ્લો. 24)માં આનું વર્ણન કર્યું છે. અગ્નિમિત્રના સમય સુધી વિદિશા દશાર્ણ દેશની રાજધાની હતી. મહાભારતમાં દશાર્ણ નામના બે પ્રદેશ કહ્યા છે – નકુલે વિજયયાત્રામાં જીત્યો તે પશ્ચિમ વિભાગ. તેમાં ભોપાલ રાજ્ય સહિત પૂર્વ માળવાનો સમાવેશ થાય છે. પૂર્વ દશાર્ણ…

વધુ વાંચો >

દંતપુર

દંતપુર : અંગદેશના રાજા દધિવાહનની નગરી ચંપાપુર અને કલિંગ દેશના રાજ્યની સરહદની વચ્ચે આવેલું ગામ. તે કલિંગથી ચંપાપુરી જતાં રસ્તામાં આવે છે. ત્યાં પદ્માવતી(શ્રેષ્ઠ સાધ્વી)એ તપોમય જીવન ગાળ્યું હતું. એક મતાનુસાર મેદિનીપુર જિલ્લામાં જળેશ્વરથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે દાંતન નામનું સ્થળ છે, તે જ બૌદ્ધોનું પ્રાચીન દંતપુર. તે પ્રાચીન…

વધુ વાંચો >

દેવગુપ્ત

દેવગુપ્ત (ઈ. સ.ની સાતમી સદી) : પૂર્વ માળવાનો રાજા. તેનું નામ ‘હર્ષચરિત’માં અને હર્ષવર્ધનના અભિલેખોમાં આવે છે. તેના આધારે તેને ગુપ્ત રાજા માનવામાં આવે છે. દેવગુપ્ત મહાસેનગુપ્તનો જ્યેષ્ઠ પુત્ર હતો. ‘હર્ષચરિત’માં જણાવ્યા મુજબ, મહાસેનગુપ્તે પૂર્વ માળવામાં ગુપ્તકુળની સ્થાપના કર્યા બાદ દેવગુપ્ત તે પ્રદેશનો શાસક બન્યો. ગૌડ(બંગાળ)ના રાજા શશાંકે માળવાના દેવગુપ્ત…

વધુ વાંચો >

ધર્મપાલ

ધર્મપાલ (ઈ. સ. 770 થી 810) : ઈ. સ 765 પહેલાં બંગાળમાં ચાલતી રાજકીય અંધાધૂંધીમાંથી બંગાળમાં વ્યવસ્થિત રાજ્ય સ્થાપનાર પાલવંશના રાજા ગોપાલ પુત્ર. ધર્મપાલે ભારતનું ચક્રવર્તી પદ મેળવવા માટે કર્ણાટક, અવંતિ, ગુર્જર વચ્ચે ચાલતી સ્પર્ધામાં ઝંપલાવ્યું. ગંગા-યમુનાનો પ્રદેશ જીતવા ગયેલા ધર્મપાલને ધ્રુવ-ધારાવર્ષે હરાવ્યો ખરો, પરંતુ દખ્ખણમાં પુન:શાંતિ સ્થાપવા ગયેલા રાજાની…

વધુ વાંચો >

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887)

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887) : ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના પ્રાચીન શોધખાતા તરફથી પ્રગટ થયેલો, મહત્વની ઐતિહાસિક સામગ્રીરૂપ શિલાલેખોની નકલો, માહિતી વગેરે આપતો સંદર્ભગ્રંથ. મહારાજા તખ્તસિંહજી ગોહિલે ગોહિલોનો પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરાવવા માટે પ્રાચીન શોધખાતાની સ્થાપના કરી હતી. આ ખાતા દ્વારા પૂર્વમાં ઘોઘાથી પશ્ચિમે દ્વારકા સુધી અને દક્ષિણમાં દીવથી લઈને ઉત્તરમાં છેક…

વધુ વાંચો >

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ : ગુજરાતની આદ્ય અને બહુલક્ષી વિદ્યાસંસ્થાનો પુરાવસ્તુસંગ્રહ. અલેકઝાંડર કિન્લૉક ફાર્બસે અમદાવાદમાં 26 ડિસેમ્બર, 1848ના રોજ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી. તેથી ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો અભ્યાસ અને તેને લગતી સામગ્રી એકઠી કરવાનું શરૂ થયું. તેમાં કવિ દલપતરામે પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત સાહિત્યને લગતી હસ્તપ્રતો એકઠી કરવા…

વધુ વાંચો >

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ : ‘આયના મહેલ’ તરીકે જાણીતું અને 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં ધરાશાયી થયેલું કચ્છનું અનુપમ મ્યુઝિયમ. કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીએ તેની સ્થાપના કરી હતી. પોતે અંગત રસ લઈ સંગ્રહ કરાવેલી બેનમૂન કચ્છી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ‘આયના મહેલ’માં સ્થાયી મ્યુઝિયમની રચના કરી તેમાં આધુનિક ઢબે બધી ચીજવસ્તુઓ પ્રદર્શિત…

વધુ વાંચો >