રિખવભાઈ શાહ

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી : પ્રવર્તાવાયેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનના એક ભાગરૂપે રાષ્ટ્રીય કેળવણી નિમિત્તે શિક્ષણસંસ્થાઓનું લોકશાહી ઢબે સંચાલન કરતી સંસ્થા. ત્રીસીના દાયકામાં અમદાવાદના ભાસ્કરરાવ મેઢ, જીવણલાલ દીવાન ને બળવંતરાય પરમોદરાય ઠાકોર જેવા રાષ્ટ્રભક્ત સામાજિક કાર્યકરોએ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે લોકોના સહકારથી લોકો માટેની સંસ્થાઓ સ્થાપવા સંકલ્પ કર્યો. એની સિદ્ધિ કાજે તા. 15-5-1935ના રોજ અમદાવાદ…

વધુ વાંચો >

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (1920) : અલીગઢ આંદોલનના ફળસ્વરૂપે સ્થપાયેલી યુનિવર્સિટી. ભારતમાં બ્રિટિશ શાસકોએ દાખલ કરેલ પશ્ચિમી કેળવણીથી મુસ્લિમો લાંબો સમય અલિપ્ત રહ્યા. આથી તેઓ આર્થિક તેમજ રાજકીય બાબતોમાં ઘણા પછાત રહ્યા. તેમનું આ પછાતપણું દૂર કરવા માટે પશ્ચિમી કેળવણી જરૂરી છે એમ માનનાર મુસ્લિમ સુધારકોના વર્ગે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘અલીગઢ…

વધુ વાંચો >

અવિધિસરનું શિક્ષણ

અવિધિસરનું (nonformal) શિક્ષણ : વિધિસરનું નહિ એવું શિક્ષણ. અધ્યયન કે સ્વયંશિક્ષણની પરિસ્થિતિમાં સહાયરૂપ થવાની ક્રિયાને શિક્ષણ અથવા અધ્યાપન કહી શકાય. શિક્ષણને અનૌપચારિક (informal), ઔપચારિક કે વિધિસરનું (formal) તથા અવિધિસરનું (nonformal) એમ ત્રણ પ્રકારના પ્રભાવ રૂપે ઓળખવામાં આવે છે.  કુટુંબ, શેરીમિત્રો અને ચલચિત્રોનો પ્રભાવ અનૌપચારિક ગણાય. શાળા કે કૉલેજ જેવી સ્પષ્ટ…

વધુ વાંચો >

આંગણવાડી

આંગણવાડી : ગ્રામવિસ્તારો તેમજ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતી પ્રજાનાં બાળકોને માટે પૂર્વપ્રાથમિક શિક્ષણપ્રબંધ કરતી પ્રાયોગિક વ્યવસ્થા. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોના પૂર્વપ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ચાલતાં બાલમંદિરોમાં થતી હોય છે. મોટેભાગે આવી સંસ્થાઓ શહેર અને કસબાનાં ગામોમાં હોય છે. આ પ્રકારની સંસ્થાઓનો લાભ બહુધા મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગના…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (IIT) : ઉચ્ચ પ્રાવૈધિક (technological) શિક્ષણ અને સંશોધન માટેની ઉચ્ચ સ્તરની ભારતીય સંસ્થાઓ. પ્રાવૈધિક કેળવણી અંગે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયને સલાહ તથા માર્ગદર્શન આપવા માટે ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ ટૅકનિકલ એજ્યુકેશન(AICTE)ની 1946માં રચના કરવામાં આવી હતી. એન. આર. સરકાર તદર્થ (ad hoc) કમિટીના હેવાલની એ. આઇ.…

વધુ વાંચો >

એન.સી.ઈ.આર.ટી.

એન.સી.ઈ.આર.ટી. (National Council of Educational Research and Training – NCERT) : ભારતની શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સંશોધન અને તાલીમના કાર્યક્રમો હાથ ધરવા માટે સપ્ટેમ્બર, 1961માં ભારત સરકારે સ્થાપેલી તથા સોસાયટિઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, 1960 હેઠળ સ્વાયત્ત ઘટક તરીકે માન્યતા ધરાવતી સંસ્થા. ઉપર દર્શાવેલ હેતુ માટે આ સંસ્થામાં વિવિધ વિભાગો…

વધુ વાંચો >

ક્વિન્સી યોજના

ક્વિન્સી યોજના : અનૌપચારિક શિક્ષણપ્રથાના પ્રારંભિક સ્વરૂપ જેવી મૅસેચ્યૂસેટ્સ રાજ્યના ક્વિન્સી ગામમાં ઓગણીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં શરૂ કરાયેલી યોજના. તેમાંથી કેટલીક પ્રગતિશીલ યોજનાઓનો વિકાસ થતો ગયો. તે યોજનાના આદ્યપ્રેરક ફ્રાન્સિસ પાર્કર (યુ.એસ.) (1837-1902) ફ્રોબેલના વિચારોથી પ્રભાવિત થયેલા હતા. તેમણે શાળાઓને ચીલાચાલુ ઘરેડમાંથી બહાર કાઢીને અનૌપચારિક બનાવવા માટેની યોજના તૈયાર કરીને…

વધુ વાંચો >

ગામઠી શાળા

ગામઠી શાળા : ગામઠી રીત પ્રમાણે શિક્ષણ આપતી શાળા. ‘ગામઠી’ શબ્દનો અર્થ દેશી કારીગરીનું, ગામને લગતું કે ગામ સંબંધી થાય. ગામઠી શાળા એટલે ધૂળી શાળા કે ધૂડી શાળા. પાટલા ઉપર ધૂળ નાખીને ભણાવાતું હોય તેવી શાળા. જ્યારે પથ્થરપાટી કે પેન જેવાં સાધનો વપરાશમાં ન હતાં ત્યારે સમતલ સપાટી ઉપર ઝીણી…

વધુ વાંચો >

બાલવાડી

બાલવાડી : પ્રાથમિક શિક્ષણના ઔપચારિક આરંભ પૂર્વે બાળકને સ્વાભાવિક રીતે શિક્ષણાભિમુખ કરવાની વિશિષ્ટ પ્રવૃત્તિ તથા તે સંબંધી સંસ્થા. આવી સંસ્થાઓ વિવિધ નામે ઓળખાય છે. તેમાં બાલવાડી એક છે. જર્મનીના ફ્રીડરિખ ફ્રૉબેલ (1782–1852) અને ઇટાલીનાં મારિયા મૉન્ટેસૉરી(1870–1952)એ બાલવાડીની સંકલ્પના આપી. બાલવાડી નાનકડી શાળા કે શાળાનો વિશેષ વર્ગ છે. ત્રણથી પાંચ વર્ષની…

વધુ વાંચો >

બેકન, ફ્રાન્સિસ

બેકન, ફ્રાન્સિસ (જ. 22 જાન્યુઆરી 1561, લંડન; અ. 1 એપ્રિલ 1626, લંડન) : અંગ્રેજ વિચારક, રાજનીતિજ્ઞ અને સાહિત્યકાર. નાની વયથી વિચક્ષણ બુદ્ધિમત્તા તથા વૈચારિક પરિપક્વતા પ્રદર્શિત કરતાં માત્ર 12 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવી ત્યાં બે વર્ષ (1573–75) અભ્યાસ કર્યો. ત્યારબાદ (1575ના વર્ષ દરમિયાન) પૅરિસ ખાતેની બ્રિટનની…

વધુ વાંચો >