રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા

અદભુતદર્પણ

અદભુતદર્પણ : સત્તરમી સદીનું સંસ્કૃત નાટક. આ દશ-અંકી નાટકના રચયિતા મહાદેવ કવિ કાવેરી નદીને કાંઠે તાંજોરના પલમનેર ગામના હતા. તે કૌણ્ડિન્ય ગોત્રમાં કૃષ્ણસૂરિના પુત્ર અને બાલકૃષ્ણના શિષ્ય હતા. આ નાટકમાં અંગદની વિષ્ટિથી રામના રાજ્યારોહણ સુધીની ઘટનાઓ છે. રામલક્ષ્મણ મણિ દ્વારા લંકામાંની પરોક્ષ ઘટનાઓ નિહાળે છે. તેને કારણે નાટકનું ‘અદભુતદર્પણ’ શીર્ષક…

વધુ વાંચો >

ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન

ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન (જ. 19 નવેમ્બર 1899, વિન્ચેસ્ટર, કેન્ટકી; અ. 1979) : અમેરિકન કવિ અને વિવેચક. 1923માં વૅન્ડર્બિલ્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યાં કવિ અને વિવેચક જ્હૉન ક્રાઉ રૅન્સમ એમના શિક્ષક હતા. તેમની સાથે આજીવન મૈત્રીસંબંધ બંધાયો. યુનિવર્સિટીમાં ટેટનાં પ્રથમ પત્ની તે નવલકથાકાર કૅરોલાઇન ગૉર્ડન. ટૂંકા લગ્નજીવન બાદ 1924માં છૂટાછેડા…

વધુ વાંચો >

પંડ્યા, વસંતરાય ગૌરીશંકર

પંડ્યા, વસંતરાય ગૌરીશંકર (જ. 8 જુલાઈ, 1926, તળાજા, જિ. ભાવનગર) : સંસ્કૃતના એક સંનિષ્ઠ પ્રાધ્યાપક. શૈશવકાળથી જ તેમને પિતા પાસેથી સંસ્કૃત તરફ અભિમુખ થવાના સંસ્કારો મળ્યા. તેમનો વિદ્યાકાળ તેજસ્વી રહ્યો. 1948માં સંસ્કૃત સાથે શામળદાસ આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ઑનર્સની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને મેળવી. 1951માં એમ.એ.ની પદવી મેળવી. એમ.એ.ના અધ્યયન…

વધુ વાંચો >

ભટ્ટ, નારાયણ

ભટ્ટ, નારાયણ (ઈ. સાતમી સદી) : સંસ્કૃત નાટ્યકાર. એમના નામમાં રહેલું ભટ્ટ પણ એમનું બિરુદ છે. ભટ્ટ નારાયણની ઉપલબ્ધ રચના ‘વેણી-સંહાર’ નાટકની ‘પ્રસ્તાવના’માંથી એવી વિગત મળે છે કે એમને ‘મૃગરાજલક્ષ્મા’નું બિરુદ મળેલું છે. આનો અર્થ (1) બ્રાહ્મણશ્રેષ્ઠ, (2) જટાપાઠને ધારણ કરનાર બ્રાહ્મણ, (3) કવિશ્રેષ્ઠ છે. આ બંને બિરુદો તેઓ બ્રાહ્મણ…

વધુ વાંચો >

ભટ્ટ, ભાસ્કર

ભટ્ટ, ભાસ્કર (દસમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદ પરના ભાષ્યના રચયિતા. વૈદિક ભાષ્યકારોમાં આચાર્ય સાયણ પૂર્વેના ભાષ્યકારોમાં ભટ્ટ ભાસ્કરમિશ્રનું મહત્વ સૌથી વધુ છે. ભટ્ટ ભાસ્કર કૌશિક ગોત્રના તેલુગુ બ્રાહ્મણ હતા. ઉજ્જયિનીમાં એમનો નિવાસ હતો. એમનો સમય દસમી સદી નિશ્ચિત થઈ શકે તેમ છે. સાતમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા જયાદિત્ય અને…

વધુ વાંચો >

ભરતસ્વામી

ભરતસ્વામી (તેરમી સદી) : સામવેદ પરના ભાષ્યના લેખક. વૈદિક ભાષ્યોના ઇતિહાસમાં આચાર્ય સાયણ પૂર્વે સામવેદ-ભાષ્યોમાં બે ભાષ્યોની વિગત મળે છે : માધવના અને ભરતસ્વામીના ભાષ્યની. ભરતસ્વામીએ સામવેદના બ્રાહ્મણ ‘સામવિધાન-બ્રાહ્મણ’ ઉપર પણ ભાષ્ય રચ્યું હતું. સામવેદભાષ્ય પ્રકાશિત નથી. ભાષ્યકાર પોતાના ભાષ્યમાં સ્વપરક નિર્દેશો આપે છે. તે મુજબ (1) તેઓ કાશ્યપ ગોત્રના…

વધુ વાંચો >

ભવસ્વામી

ભવસ્વામી (સાતમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદના ભાષ્યલેખક. વૈદિક ભાષ્યકારોમાં ભવસ્વામી ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એમનો સમય સાતમી સદીના ઉત્તરાર્ધનો ગણી શકાય. ભવસ્વામીએ ‘તૈત્તિરીય સંહિતા’, ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ અને ‘બૌધાયન-શ્રૌતસૂત્ર’ ઉપર ભાષ્ય રચ્યાં હતાં. તેમાંથી જુદા જુદા હસ્તપ્રતભંડારોમાં માત્ર ‘બૌધાયનસૂત્ર-વિવરણ’ના છૂટા છૂટા અંશો મળે છે. ‘નારદસ્મૃતિ’ ઉપરના એક ભાષ્યકાર પણ…

વધુ વાંચો >

મત્સ્ય (અવતાર)

મત્સ્ય (અવતાર) : ભારતીય પુરાણો મુજબ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંનો પ્રથમ અવતાર. તેને લીલાવતાર પણ કહે છે. પુરાણો મુજબ, વિષ્ટણુના 24 અવતારો છે. શ્રીમદભાગવત આમાંથી દશને મુખ્ય ગણે છે. વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો, ત્યારે જે પુરાણનું કથન કર્યું હતું, તે ‘મત્સ્યપુરાણ’ કહેવાય છે. અઢાર મહાપુરાણોમાં ક્રમમાં તે સોળમું…

વધુ વાંચો >

મહાશિવરાત્રિ

મહાશિવરાત્રિ : ભારતીય શિવભક્તોનું પવિત્ર પર્વ. દરેક માસની ચૌદશને શિવરાત્રિ કહે છે અને મહા માસની ચૌદશને મહાશિવરાત્રિ કહે છે. ચૌદમી તિથિના સ્વામી શિવ છે, તેથી શિવરાત્રિ દરેક મહિને આવી શકે. પરંતુ શિવરાત્રિ પાંચ પ્રકારની છે. દરેક રાત્રિને નિત્યશિવરાત્રિ કહે છે. દરેક સુદ ચૌદશની રાત્રિને પક્ષશિવરાત્રિ કહે છે. દરેક વદ ચૌદશની…

વધુ વાંચો >

મહીધર

મહીધર (ઈ. સોળમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર લેખક. તેઓ વત્સગોત્રના, જ્ઞાતિએ નાગરબ્રાહ્મણ હતા અને કાશીમાં રહેતા હતા. તેમનું ‘ભૂદાસ’ એવું પણ નામ પ્રચલિત છે. વેદ અને તંત્રમાર્ગના જાણકાર અને ભગવાન રામના ભક્ત હતા. તેમનું વતન અહિચ્છત્ર નામનું ગામ હતું. તેમણે પોતાના ગુરુનું નામ રત્નેશ્વર મિશ્ર…

વધુ વાંચો >