રમણલાલ જોશી

અનામી

અનામી (જ. 26 જૂન 1918, ડભોડા જિ. ગાંધીનગર; અ. 25 મે 2009) : ગુજરાતી ભાષાના શિષ્ટ કવિ અને વિવેચક. મૂળ નામ રણજિતભાઈ મોહનલાલ પટેલ. વતન દહેગામ નજીક ડભોડા. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ. શામળકૃત ‘સિંહાસનબત્રીસી’નું સંશોધન-સંપાદન એમણે પીએચ.ડી.ની પદવી નિમિત્તે કરેલું. વર્ષો સુધી નડિયાદની જે. ઍન્ડ જે. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા…

વધુ વાંચો >

કાવ્યમંગલા

કાવ્યમંગલા (1933) : ગુજરાતી કવિ સુન્દરમ્(1908-1991)નો પ્રથમ કાવ્યસંગ્રહ. 1938, 1953, 1958, 1961, 1962, 1964, 1974, 1977 અને 1980માં એની આવૃત્તિઓ થઈ. 2002માં તેનું પુનર્મુદ્રણ થયું છે. ગાંધીયુગની કવિતાના પ્રારંભિક ઘડતરમાં સુન્દરમ્-ઉમાશંકરનો ફાળો મુખ્ય છે. ગાંધીજીના પ્રભાવથી દીન-પીડિત જનસમુદાય પ્રત્યેની સહાનુભૂતિનો ભાવ ‘કાવ્યમંગલા’માં વ્યક્ત થયેલ છે. સુન્દરમ્ એ ભાવોને રસાત્મક રૂપ…

વધુ વાંચો >

કાશ્મલન (જ. 1896, નડિયાદ)

કાશ્મલન (જ. 1896, નડિયાદ) : ગુજરાતી કવિ. મૂળ નામ રંજિતલાલ હરિલાલ પંડ્યા. તેમણે 1926માં ‘રામની કથા’ આલેખી છે. આ પુસ્તકમાં તેમણે જુદા જુદા પ્રસંગોનાં વર્ણન દ્વારા રામના જીવનને કવિતામાં ગૂંથી લીધું છે. એમની શૈલી શિષ્ટ અને પ્રાસાદિક છે. કાશ્મલને 1934માં ‘કાશ્મલનનાં કાવ્યો’ નામે સંગ્રહ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહ વિશે…

વધુ વાંચો >

‘કુસુમાકર’

‘કુસુમાકર’ (જ. 8 જાન્યુઆરી 1893, જામનગર; અ. 23 ઑગસ્ટ 1962) : ગુજરાતી ભાષાના એક નોંધપાત્ર ઊર્મિકવિ. મૂળ નામ શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા. પિતા છેલશંકર અને માતા મહાકુંવરના તત્વજ્ઞાન-ભક્તિના સંસ્કારો તેમને બાળપણથી મળ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં લીધું હતું. ગોંડલમાં હિંમતલાલ ગણેશજી અંજારિયા અને કવિ ‘લલિત’ પાસે અભ્યાસ…

વધુ વાંચો >

કોડિયાં

કોડિયાં (1934) : ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી(1911-1960)નો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો, સૉનેટ અને કથામૂલક દીર્ઘ રચનાઓ છે. આ સંગ્રહ દ્વારા એક અત્યંત આશાસ્પદ ઊર્મિકવિ તરીકે શ્રીધરાણી બહાર આવ્યા. એમની કવિતાની સૌંદર્યાભિમુખતાએ વિવેચકો અને કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યું. એમની ગણના ગાંધીવિચારધારાના સુન્દરમ્, ઉમાશંકર જોશી અને ‘સ્નેહરશ્મિ’ વગેરે કવિઓની સાથે થવા લાગી. એ…

વધુ વાંચો >

ખંડેરિયા, મનોજ વ્રજલાલ

ખંડેરિયા, મનોજ વ્રજલાલ (જ. 6 જુલાઈ 1943, જૂનાગઢ; અ. 27 ઑક્ટોબર 2003) : સાંપ્રત ગુજરાતી કવિ. તેમણે 1961માં જૂનાગઢ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી.ની અને 1965માં બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એસસી.ની પરીક્ષા પસાર કરી હતી. જામનગરની એમ. પી. શાહ કૉમર્સ અને લૉ કૉલેજમાં 1965થી 1967 સુધી એલએલ.બી.નો અભ્યાસ કરેલો. 1968થી તેમણે જૂનાગઢમાં જ વકીલાતનો સ્વતંત્ર…

વધુ વાંચો >

ઘોષ, (શ્રી) અરવિંદ

ઘોષ, (શ્રી) અરવિંદ (જ. 15 ઑગસ્ટ 1872, કૉલકાતા; અ. 5 ડિસેમ્બર 1950, પુદુચેરી) : વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી ભારતીય વિભૂતિ. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક હતા, મહાન રાજકીય નેતા હતા, કવિ અને નાટ્યકાર હતા, સાહિત્યમર્મજ્ઞ અને કવિતાના મીમાંસક…

વધુ વાંચો >

ટૉલર, અર્ન્સ્ટ

ટૉલર, અર્ન્સ્ટ (જ. 1 ડિસેમ્બર 1893, સામોત્શિન, પૉલૅન્ડ; અ. 22 મે 1939, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ટોડ, સર ઍલેકઝાંડર રૉબટ્ર્સટૉનકિનનો અખાતજર્મન કવિ અને નાટ્યકાર. જન્મ યહૂદી માતાપિતાને ત્યાં. નવમા વર્ષે કવિતા લખવી શરૂ કરેલી. તેરમા વર્ષે તેમણે પિતા ગુમાવ્યા, અઢારમા વર્ષે અભ્યાસ માટે ફ્રાન્સ ગયેલા. 1914માં વિશ્વયુદ્ધ આવ્યું એટલે જર્મનીમાં પાછા…

વધુ વાંચો >

ત્રિપાઠી, ગોવર્ધનરામ

ત્રિપાઠી, ગોવર્ધનરામ (જ. 20 ઑક્ટોબર 1855, નડિયાદ; અ. 4 જાન્યુઆરી 1907, નડિયાદ) : ગુજરાતના યુગપ્રવર્તક સાહિત્યકાર. પ્રથમ મહાનવલ (epic novel) આપનાર સર્જક. પિતાનું નામ માધવરામ ને માતાનું નામ શિવકાશી હતું. બાળપણમાં મુનિ મહારાજના સમાગમથી વૈષ્ણવ ભક્તિના સંસ્કારો, દલપતરામની ચોપાઈથી જાગેલો કવિતાપ્રેમ, પાછળથી ‘કાવ્યદોહન’ આદિના વાચનથી સંવર્ધિત થતાં ર્દઢ થયેલા કાવ્ય-સંસ્કારો…

વધુ વાંચો >

ત્રિપાઠી, મન:સુખરામ

ત્રિપાઠી, મન:સુખરામ (જ. 23 મે 1840, નડિયાદ; અ. 30 મે 1907, નડિયાદ) : ગુજરાતના પ્રાચીનતાના પક્ષપાતી વિદ્વાન લેખક. પિતા  સૂર્યરામ, માતા ઉમેદકુંવર, જ્ઞાતિએ વડનગરા નાગર. આઠ વર્ષની વયે પિતાનું અવસાન. શિક્ષણ ખેડામાં. નડિયાદના સાક્ષરોમાં તેમનું સ્થાન મહત્વનું છે. મન:સુખરામ આમ તો ગોવર્ધનરામના કાકા થતા હતા પણ એમનો સંબંધ પિતા-પુત્ર જેવો…

વધુ વાંચો >