રજનીકાન્ત જોશી

બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ

બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ (જ. 1907, પ્રયાગ) : પ્રસિદ્ધ હિંદી કવિ. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રયાગમાં તથા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં. કેમ્બ્રિજમાં તેમના સંશોધનનો વિષય હતો અંગ્રેજી કવિ યેટ્સ. એના પરનો એમનો ગ્રંથ ખૂબ વખણાયો. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા; ત્યારપછી થોડોક સમય આકાશવાણી સાથે રહ્યા. તે પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના…

વધુ વાંચો >

ભટ્ટ, ઉદયશંકર

ભટ્ટ, ઉદયશંકર (જ. 1898, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1969) : હિન્દી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પૂર્વજો સિંહપુર(ગુજરાત)ના હતા અને ઇન્દોરનરેશના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામી બુલંદ શહેરના કર્ણદાસ ગામમાં વસ્યા હતા. પિતા ફતેહશંકર પાસે અંગ્રેજી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વાતચીત પણ અનુષ્ટુપ, કવિત અને સવૈયા છંદમાં સંસ્કૃત તથા ક્યારેક વ્રજભાષામાં થતી…

વધુ વાંચો >

ભારતેન્દુ હરિશ્ચંદ્ર

ભારતેન્દુ હરિશ્ચંદ્ર (જ. 9 સપ્ટેમ્બર 1850; અ. 6 જાન્યુઆરી 1885) : અગ્રણી અર્વાચીન હિન્દી કવિ. અર્વાચીન હિન્દી સાહિત્ય અન્વયે સૌપ્રથમ ભારતેન્દુ હરિશ્ચંદ્રનું નામ લેવું પડે. અર્વાચીન હિન્દી સાહિત્યના જન્મદાતા તથા ભારતીય નવોત્થાનના પ્રતીક સમા ભારતેન્દુ હરિશ્ચંદ્રનું શૈશવ દુ:ખદ રહ્યું. 5 વર્ષની વયે માતા પાર્વતીદેવીનું અને 10 વર્ષની વયે પિતાનું અવસાન…

વધુ વાંચો >

ભૂષણ

ભૂષણ (જ. ત્રિવિક્રમપુર, કાનપુર; હયાત 1613–1715ના અરસામાં) : હિન્દી રીતિકાલના પ્રમુખ કવિ. મૂળ નામ બીરબલ. પિતાનું નામ રત્નાકર ત્રિપાઠી. બીરબલને પાછળથી ચિત્રકૂટપતિ હૃદયરામના પુત્ર રુદ્ર સોલંકીએ ‘ભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા; જોકે વિદ્વાનો ભૂષણને પતિરામ યા મનિરામ તરીકે પણ નિર્દેશે છે. કવિ ભૂષણના મુખ્ય આશ્રયદાતા મહારાજા શિવાજી તથા છત્રસાલ બુંદેલા…

વધુ વાંચો >

મલ્લિક, ગુરુદયાલ

મલ્લિક, ગુરુદયાલ [જ. 7 જુલાઈ 1897, ડેરા ઇસ્માઈલખાન (હાલ પ. બંગાળ); અ. 14 એપ્રિલ 1970] : સૂફી સંત. ‘ચાચાજી’ના નામે જાણીતા. એમના પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી. પરિણામે ભાઈ-બહેનો માતા પાસે જ રહેતાં. માતાએ જ ગુરુદયાલને પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ હોવાનું શીખવેલું. શાળાનું શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં અને કૉલેજનું શિક્ષણ…

વધુ વાંચો >

માચવે, પ્રભાકર બળવંત

માચવે, પ્રભાકર બળવંત (જ. 26 ડિસેમ્બર 1917, ગ્વાલિયર, પાટોર; અ. 17 જૂન 1991) : ભારતીય અને હિન્દી સાહિત્યના સર્જક. તેઓ મર્મજ્ઞ અને બહુભાષાવિદ લેખક હોવા ઉપરાંત તેમણે બાલ-સાહિત્યકાર, પ્રવાસલેખક, વ્યંગ્યકાર, રેખાચિત્રલેખક, સંપાદક, સમીક્ષક, અનુવાદક તરીકે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોનું વિપુલ ખેડાણ કર્યું છે. મરાઠીભાષી હિન્દી લેખક પ્રભાકર માચવેની 1934માં પહેલી હિન્દી…

વધુ વાંચો >

મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ

મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ (જ. 29 માર્ચ 1913, નરસિંહપુરા, હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 20 ફેબ્રુઆરી 1985) : હિંદી ભાષાના કવિ. નરસિંહપુરા ગામમાં પ્રારંભિક કેળવણી મેળવી. એ પછી સોહાગપુર અને જબલપુરમાં પણ તેમણે શિક્ષણ મેળવ્યું. 1934–35માં ત્યાં જ બી. એ. થયા. પછી એક શાળા ખોલી, જેમાં તેમના પિતાશ્રીનો મહત્વનો ફાળો હતો. તેમાં ગાંધી-વિચારને…

વધુ વાંચો >

મુક્તિબોધ, ગજાનન માધવ

મુક્તિબોધ, ગજાનન માધવ (જ. 13 નવેમ્બર 1917, શ્યોનપુર, જિ. મુરેના, ગ્વાલિયર; અ. 11 નવેમ્બર 1964, નાગપુર) : હિંદી કવિ. નવ્ય કવિતાના તે અતિ ચર્ચિત કવિ લેખાય છે. તેઓ મૂળે મરાઠીભાષી હતા. તેમના પરદાદા વાસુદેવ જલગાંવ(ખાનદેશ)થી નોકરી માટે ગ્વાલિયર રાજ્યમાં આવી વસ્યા. પિતા માધવ એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે આર્થિક…

વધુ વાંચો >

મુનશી, પ્રેમચંદ

મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક…

વધુ વાંચો >

મૈલા આંચલ (1954)

મૈલા આંચલ (1954) : હિંદીના લેખક ફણીશ્વરનાથ રેણુની નવલકથા. ‘મૈલા આંચલ’ના પ્રકાશનની સાથે જ હિન્દી નવલકથાક્ષેત્રે ‘આંચલિક’ શબ્દનો પ્રાદુર્ભાવ થયો. આમ નવલકથાના રચનાકૌશલ્યમાં નવીનતા લાવીને ‘રેણુ’એ આંચલિક નવલકથાને ઉચ્ચાસને સ્થાપી બતાવી. ‘મૈલા આંચલ’ કોઈ એક વ્યક્તિની કથા નથી, પણ બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા મેરીગંજ નામના પ્રદેશવિશેષની કથા છે. તેથી જ…

વધુ વાંચો >