રક્ષા મ. વ્યાસ

અકાલી દળ (સંપ્રદાય)

અકાલી દળ (સંપ્રદાય) : ગુરુદ્વારાઓનો વહીવટ શીખ સમાજને હસ્તક મેળવવા માટે 1920ના ડિસેમ્બરમાં સ્થપાયો હતો. ભારતનો સૌથી જૂનો પ્રાદેશિક પક્ષ. ઈશ્વરની આરાધના એટલે અકાલપુરુષને યાદ કરવા, તે ઉપરથી આ સંપ્રદાયનું નામ અકાલી પડ્યું છે. ગુરુ નાનકદેવના જણાવ્યા મુજબ શીખ લોકો અકાલપુરુષનો જપ કરે છે. ગુરુ નાનકના વિચારો પ્રમાણે આત્મા અમર છે,…

વધુ વાંચો >

અગ્રવર્ગ

અગ્રવર્ગ (Elite) લઘુમતીમાં હોવા છતાં બહુમતીના અંકુશથી પર હોય અને બહુમતી પાસે પોતાના નિર્ણયોનું પાલન કરાવે તે વર્ગ. આ અંગેના અભ્યાસની શરૂઆત લાસવેલના ‘Influentials’થી થઈ. 1950ના દસકામાં ઍટલાંટા, શિકાગો, ન્યૂયૉર્ક, ન્યૂહેવન વગેરે સ્થળોના અભ્યાસોમાં આ સિદ્ધાંત વિશેષ રૂપે ઊપસી આવ્યો. અગ્રવર્ગનો સિદ્ધાંત માનવજાતની કુદરતી અસમાનતાના પ્રશિષ્ટ સિદ્ધાંત પર આધાર રાખે…

વધુ વાંચો >

અનસૂયાબહેન સારાભાઈ

અનસૂયાબહેન સારાભાઈ (જ. 11 નવેમ્બર 1885, અમદાવાદ; અ. 11 સપ્ટેમ્બર 1972, અમદાવાદ) : મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબહેન. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના કુટુંબમાં જન્મ. તેમણે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો.…

વધુ વાંચો >

અનામત પ્રથા અને આંદોલનો

અનામત પ્રથા અને આંદોલનો  વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓ માટે શિક્ષણસંસ્થાઓ તથા સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં અમુક ટકા જગાઓ અનામત રાખવાની પ્રથા સામે ગુજરાતમાં અને અન્યત્ર ચાલેલાં આંદોલનો. 1981ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં તેની કુલ વસ્તીના 15.75 ટકા અને 7.76 ટકા અનુક્રમે વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓની વસ્તી છે. એટલે કે કુલ વસ્તીનો…

વધુ વાંચો >

અન્નાન કૉફી

અન્નાન, કૉફી (જ. 8 એપ્રિલ 1938, કુમાસી, ઘાના; અ. 18 ઑગસ્ટ 2018, બેર્ન, સ્વીટ્ઝર્લેન્ડ) : રાષ્ટ્રસંઘના મહામંત્રી અને બુટ્રોસ ઘાલીના ઉત્તરાધિકારી. 1997માં ઘાલીનો પ્રથમ કાર્યકાળ પૂરો થતાં બીજા કાર્યકાળ પ્રત્યે અમેરિકાએ નિષેધાત્મક સત્તા (veto) વાપરી, જેના પરિણામ રૂપે નવા મહામંત્રી તરીકે કૉફી અન્નાનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઘાનાના મૂળ…

વધુ વાંચો >

અન્સારી, મોહમ્મદ હમિદ

અન્સારી, મોહમ્મદ હમિદ (જ. 1 એપ્રિલ 1937, કોલકાતા) : ઑગસ્ટ, 2007થી ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને ડિપ્લોમેટ, શિક્ષણકાર અને લેખક. તેમના દાદા એમ. એ. અન્સારી 1927માં કૉંગ્રેસ પ્રમુખ હતા. આમ પરાપૂર્વથી આ કુટુંબ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતું. તેમણે ઉચ્ચ શિક્ષણ સેંટ ઝેવિયર્સ કૉલેજ કોલકાતા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે મેળવ્યું. 1961માં ભારતીય…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અલી એબી અહેમદ

અલી એબી અહેમદ (જ. 15 ઑગસ્ટ, 1976, બેશાશા ઇથિયોપિયા) : 2019ના વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા, ઇથિયોપિયાના ચોથા વડાપ્રધાન.  પિતા અહેમદ અલી જેઓ મૂળ તો ખેડૂત છે, તેમજ મુસ્લિમ ધર્મ પાળે છે. તેમને ચાર પત્નીઓ, જેમાં ટિઝિટા નામની ચોથા ક્રમની પત્નીનું સંતાન તે એબી અહેમદ. પિતાનું તેરમું સંતાન અને માતાનું…

વધુ વાંચો >

અસમ

અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર…

વધુ વાંચો >

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર (જ. 8 ફેબ્રુઆરી 1796, પૅરિસ; અ. 1 સપ્ટેમ્બર 1864, પૅરિસ) : માર્કસ પૂર્વેના ‘યુરોપિયન’ ગણાતા સમાજવાદી ચિંતકોની પ્રણાલીનો તથા સમાજ, રાજકારણ અને અર્થકારણ વિશે વિચારનાર ફ્રેંચ તરંગી ચિંતક. તેમણે ઇકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કર્યા બાદ વ્યાપક પ્રવાસો ખેડ્યા. મૂળે ઇજનેર એવા આ ચિંતકે સુએઝ તથા પનામા નહેરની યોજનાઓની…

વધુ વાંચો >