રક્ષા મ. વ્યાસ

આફ્રિકા

આફ્રિકા દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો…

વધુ વાંચો >

આયંગર, સુષમા

આયંગર, સુષમા (જ. 9 જૂન 1963 વડોદરા) : કચ્છની મહિલાઓના વિકાસ અને સશક્તીકરણ માટે સમર્પિત સમાજસેવિકા. વડોદરા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થઈ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવી મેળવી. કારકિર્દીના આરંભે કયું ક્ષેત્ર હાથ ધરવું તેની વિમાસણમાં હતાં ત્યારે મહિલાસેવાની તીવ્ર આંતરિક ઇચ્છાશક્તિથી પ્રેરાઈ સામાજિક ક્ષેત્રે કામની શરૂઆત કરી. આ માટે તેમણે હસ્તકૌશલ્યમાં…

વધુ વાંચો >

આરબ-ઇઝરાયલ સંઘર્ષ

આરબ-ઇઝરાયલ સંઘર્ષ : 1890 માં યહૂદીઓએ યુરોપ છોડી પૅલેસ્ટાઇનમાં વસવાની શરૂઆત કરી અને યહૂદીવાદી લડતનો તેમજ યહૂદી રાજ્યની રચના અંગેની માંગનો પ્રારંભ થયો. તે સમયે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં આરબો અને જૂજ યહૂદી-વસ્તી પૅલેસ્ટાઇનમાં વસવાટ કરતી હતી. 1917 માં બાલ્ફર ઘોષણા પછી ઇઝરાયલના યહૂદી રાજ્યની સ્થાપનાનો ઇરાદો સ્પષ્ટ થયો, જેનો…

વધુ વાંચો >

આરબ ક્રાંતિ

આરબ ક્રાંતિ : 2000 સુધીનું આરબ જગત વિશ્વમાં સામાન્યતયા રાજકીય સ્થિરતાની છાપ ઊભી કરતું હતું જેમાં મુખ્ય અપવાદ ઇઝરાયલ-પૅલેસ્ટાઇન સંઘર્ષ હતો; પરંતુ 2010થી ત્યાં સંખ્યાબંધ દેખાવો અને વિરોધો આરંભાયા અને 2012ના મધ્યભાગ સુધીમાં મધ્યપૂર્વના અને ઉત્તર આફ્રિકાના દેશો વિવિધ રીતે તેમનો આક્રોશ અને પ્રજાકીય બેચેની વ્યક્ત કરી રહ્યા છે. પ્રજાની…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ઘટનાઓ

આંતરરાષ્ટ્રીય ઘટનાઓ : બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી વિવિધ દેશો વચ્ચેની રાજકીય ઘટનાઓ. સ્વતંત્ર દેશોની સરકાર વચ્ચેના સંબંધોના બે ચહેરા હોય છે – શાંતિ સમયના અને યુદ્ધ સમયના. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર અન્ય દેશ સાથેના શાંતિમય સંબંધો જાળવવા પ્રયત્નશીલ હોય છે. આવા શાંતિભર્યા સંબંધોથી તે પોતાના નાગરિકોને – અને એકંદરે પ્રજાને…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય રાજકારણ

આંતરરાષ્ટ્રીય રાજકારણ રાજ્યોનાં એકમેક સાથેનાં વ્યવહાર, વર્તન અને વિવિધ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ વ્યવહાર અને સંબંધોનું પ્રમાણ જેમ વિપુલ બનતું ગયું તેમ આ વિષયનો વ્યાપ પણ વિસ્તરતો રહ્યો છે. આ સંબંધો માત્ર રાજકીય ન રહેતાં માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા હોવાથી ઘણી વાર ઉચિત રીતે આ વિષયને આંતરરાષ્ટ્રીય સંબંધો કહેવામાં…

વધુ વાંચો >

ઇજિપ્ત

ઇજિપ્ત આફ્રિકા ખંડના ઈશાન કોણમાં આવેલો દેશ. તે આશરે 220 ઉ. અ.થી 320 ઉ. અ. અને 250 પૂ. રે.થી 360 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો આરબ રિપબ્લિક ઑવ્ ઇજિપ્ત આરબ જગતમાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. વિસ્તાર : 10,01,449 ચો.કિમી. (આંતરિક જળવિસ્તાર સહિત) જ્યારે ભૂમિવિસ્તાર 9,97,677 ચોકિમી. છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો…

વધુ વાંચો >

ઇઝરાયલ

ઇઝરાયલ આરબ રણની ધાર પર ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ. તે 310 30´ ઉ. અ. અને 350 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. ઇઝરાયલનું કુલ ક્ષેત્રફળ 20,772 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. વસતિ 93 લાખ (2021), જેમાં 83 % યહૂદી, 13% મુસ્લિમ,…

વધુ વાંચો >

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) : ભાવિ પર્યાવરણ અંગે વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરતી સંસ્થા; જેને 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. આ નોબેલ પુરસ્કારમાં અમેરિકાના પૂર્વ ઉપપ્રમુખ આલ્બર્ટ આર્નોલ્ડ ગોર સહભાગી હતા. 1988 દરમિયાન ધ ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(IPCC)ની સ્થાપના યુનાઇટેડ નૅશન્સ ઍન્વાયરન્મૅન્ટ પ્રોગ્રામ (UNEP) અને વર્લ્ડ…

વધુ વાંચો >

ઇરાક

ઇરાક મધ્યપૂર્વનો લોકશાહી આરબ દેશ. તે 29o 20´ થી 37o 33´ ઉ. અ. અને 38o 53´ થી 48o 16´ પૂ. રે. વચ્ચેનો 4,38,446 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘મોસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ…

વધુ વાંચો >