મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…
વધુ વાંચો >અયૂબખાન
અયૂબખાન (જ. 14 મે 1907, હજારા-ભાત; અ. 19 એપ્રિલ 1974, ઇસ્લામાબાદ પાસે) : પાકિસ્તાનના પ્રમુખ. આખું નામ મોહમ્મદ અયૂબખાન. પિતા બ્રિટિશ લશ્કરના અધિકારી હતા. અયૂબખાને અલીગઢ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવીને, સૅન્ડહર્સ્ટ ખાતેની કૉલેજમાં લશ્કરી તાલીમ લીધી હતી. 1928માં બ્રિટિશ લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે જોડાયેલા. બીજા વિશ્વયુદ્ધમાં (મ્યાનમાર) ખાતે એક બેટૅલિયનના…
વધુ વાંચો >અલગતાવાદ
અલગતાવાદ (isolationism) : અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ (1939-45) પહેલા સુધી અપનાવેલો વિદેશનીતિનો સિદ્ધાંત. અલગતાવાદ, તટસ્થતા અને બિનજોડાણ શબ્દપ્રયોગોનો ઉપયોગ વિદેશનીતિના ક્ષેત્રમાં થાય છે. રાજ્યશાસ્ત્રની દૃષ્ટિએ આ ત્રણે શબ્દોના અર્થ ભિન્ન છે. વળી અલગ અલગ ઐતિહાસિક સંદર્ભમાં તેમનો ઉપયોગ થયેલો છે. ‘અલગતાવાદ’, ‘અલગતાવાદી માનસ’ એ શબ્દોનો ઉપયોગ અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના બીજા દેશો…
વધુ વાંચો >કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)
કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર) સ્થાન અને સીમા : ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ગણાતું આ રાજ્ય ભારતના ગણરાજ્યનું ઘટક છે. તે 32o 10’થી 37o 10′ ઉ. અ. અને 72o 30’થી 80o 30′ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,22,236 કિમી. છે તે પૈકી આશરે 78,114 કિમી. પાકિસ્તાન હસ્તક છે.…
વધુ વાંચો >બિનજોડાણવાદ – બિનજોડાણવાદી આંદોલન
બિનજોડાણવાદ – બિનજોડાણવાદી આંદોલન (‘નામ’ – ‘NAM’ – Non Aligned Movement) : બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં વિશ્વની મહાસત્તાઓનાં બે જૂથો વચ્ચે ચાલેલા શીતયુદ્ધમાં કોઈ પણ એક જૂથની પડખે ન રહેતાં પોતાની સ્વતંત્ર વિદેશનીતિ જાળવી રાખવાની ત્રીજા વિશ્વના દેશોની વ્યૂહરચના. વિશ્વયુદ્ધો પછી શરૂ થયેલા અણુયુગમાં માનવજાતના અસ્તિત્વને જાળવી રાખવા માટે…
વધુ વાંચો >મધ્યસ્થી
મધ્યસ્થી (mediation) : પક્ષકારો વચ્ચેના મતભેદોનું નિરાકરણ કરવાના આશયથી ત્રીજા તટસ્થ પક્ષની દરમિયાનગીરી. ‘મધ્યસ્થી’ શબ્દ લૅટિન શબ્દ ‘mediare’ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે ઝઘડાના પક્ષકારોની વચ્ચે પડવાની પ્રક્રિયા; જેનો હેતુ પક્ષકારો વચ્ચેના મતભેદો ઉકેલવાનો છે. ત્રીજા પક્ષ દ્વારા વચ્ચે પડીને ઝઘડા ઉકેલવાની તકનીકના વિવિધ પ્રકારો છે, જેમાં લવાદી…
વધુ વાંચો >લઘુમતી અને લઘુમતીવાદ
લઘુમતી અને લઘુમતીવાદ : લઘુસંખ્યક જૂથ કે જે સમાન હિત, ધર્મ, જાતિ, ભાષા, વંશ આદિ કારણોસર બહુમતીથી કે વ્યાપક અને પ્રમુખ સમૂહ(dominant group)થી અલગ તરી આવે છે. શાબ્દિક સંદર્ભમાં સમગ્ર સમૂહના અડધા ભાગથી પણ નાનો અંશ તે લઘુમતી. આ લઘુમતી આમ તો બહુમતીની સાથે કે નજીક એક જ રાજકીય વિસ્તારની…
વધુ વાંચો >લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ)
લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ) : આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામૂહિક સલામતીની વ્યવસ્થાને સાકાર કરવાનો પ્રયાસ કરનારી સંસ્થા. આજના સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની પુરોગામી સંસ્થા રાષ્ટ્રસંઘ કે લીગ ઑવ્ નૅશન્સ. પ્રથમ વિશ્વયુદ્ધ(1914થી 1918)ને અંતે તેની રચનાનો નિર્ણય લેવાયો. તેના બંધારણને ખતપત્ર કે ‘કવેનન્ટ’ (covenant) તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા વર્સાઈની સંધિના ભાગ રૂપે અસ્તિત્વમાં…
વધુ વાંચો >